________________
૧૬૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ ચં. ૪
હવે મુંબઈ જેવા મહાનગરમાંય ગણુનાપાત્ર અગ્રણી કાર્યકર ગણાવા લાગ્યા છે, ભૂલાભાઈ અને ઝીણા જેવાના સાથમાં હેામરૂલ જેવી પ્રવૃત્તિમાં આગળ પડતા ભાગ લે છે; પત્રકારત્વ, સંસ્થાઓ અને જાહેર પ્રવૃત્તિઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે, ગાંધીજી આફ્રિકાથી આવીને દેશનું નેતૃત્વ લે છે ત્યારે એક સ્વતંત્ર અને મહત્ત્વના આગેવાનની હેસિયતથી તેમની સાથે મેળ પણ કરી શકે છે અને મતભેદ પણ પે।કારી શકે છે !
ટૂંકમાં, એક જ દશકના ટૂંકા સમયગાળામાં મુનશી જીવનનાં અનેક ક્ષેત્રમાં એકસાથે સફળતા સિદ્ધ કરતા મુંબઈ જેવી માયાજાળમાં પણ અજાણ્યા આગ તુકમાંથી અગ્રણીઓમાંના એક થઈ રહે છે. આ કાળની તેમની મહત્ત્વાકાંક્ષી અને પુરુષાથી, ગતિશીલ પ્રવૃત્તિનાં આજસ અને ઉત્સાહપૂર્ણ સ્પ ંદના, ને તેમની ઝડપી સફળતાના આનંદ અને આવેગ તેમની આ કાળની કૃતિઓમાં પણ ઊતર્યા વગર નથી રહ્યાં.
મુનશીએ સાહિત્યસંસની સ્થાપના કરી (૧૯૨૨), અને વીસમી સદી’ વિરમી જતાં, તેની જગા લે તેવું ગુજરાત' માસિક સ`સદના મુખપત્રરૂપે શરૂ કર્યું.... કાર્ય પ્રધાન વ્યક્તિત્વને જાણે અભિવ્યક્તિનું એક માધ્યમ અપૂરતું લાગે છે. સાંહિત્યક્ષેત્રે પણ મુનશીની આકાંક્ષાએ, સજ્જન ઉપરાંત અન્ય વહનમાર્ગ શોધે છે. ‘સંસદ' અને ‘ગુજરાત' તેમની સ્વભાવાનુરૂપ આવશ્યકતાઓ પૂરી પાડે છે. આ માધ્યમે। દ્વારા લેખાવ્યાખ્યાના રૂપે તેમણે વ્યક્ત કરેલા વિચારા, આદર્શ વગેરે તેમના આદિવચનેા' તથા રસદર્શ'ના' વગેરે લેખસંગ્રહેારૂપે આપણને પ્રાપ્ત છે. મુનશીએ પછીનાં વર્ષોમાં વ્યક્ત કરેલ આત્વ અને સંસ્કૃતિની ભાવનાનાં ખીજ છેક ૧૯૨૨માં સેવાતાં જણાય છે. ‘ગુજરાત' માસિકના મુખપૃષ્ઠ પરનું ચિત્ર, એમની જે ભાવનાએ પછી એમની પાસે પૌરાણિક નાટકો, નવલકથાઓ રચાવ્યાં, ને હૈમસ્મારક કે ભારતીય વિદ્યાભવન તથા સામનાથના પુનર્નિર્માણની પ્રવૃત્તિઓ પ્રેરી એ ભાવનાનું દ્યોતક છે.
સ્વપ્ના રચવાં એ એક વાત છે, તેમની સિદ્ધિ માટે પુરુષાર્થ કરવા એ ખીજી વાત છે, અને તેમાં સફળતા પામી પેાતાના જીવનકાળમાં જ તેના સાફલ્યના સંતાષ અનુભવવા એ વળી આર વાત છે. મુનશીએ પેાતે સ્વપ્ન સેવ્યાં
ને પુરુષાર્થી દ્વારા તેને સિદ્ધ કરી સ ંતાષ અનુભવ્યેા છે. આપણે ત્યાં આવા સ્વપ્નદશી, પુરુષાથી, અને સ્વપ્નસિદ્ધિના સ ંતાષ અનુભવવાને ભાગ્યશાળી પુરુષવિશેષા કેટલા ? !
‘ગુજરાત' શરૂ થાય છે તેના પરિણામરૂપે લીલાવતી શેઠનેા પરિચય, એ