________________
પ્ર. ૪] કનૈયાલાલ મુનશી
[ ૧૫૯ લગભગ દસ-બાર વર્ષના જ ગાળામાં, જાણે મુનશીનાં રંગદર્શી સર્જનની મોહિની ગુજરાતને વશ કરી લે છે, તેમના “સરસતાવાદીના પ્રચારે જાણે તેમનાં સર્જનને પ્રતિષ્ઠિત થવાની મને ભૂમિકા પૂરી પાડી છે. એક જ દશકને અંતે મુનશી પ્રારંભકમાંથી પ્રભાવક બની રહેતા જણાય છે. આ દશકમાં જ એમની પ્રતિભાએ પિતાને સૌથી પ્રબળ ઉન્મેષ પ્રગટ કરી દીધો છે. “જય સોમનાથ જેવા જૂજ અપવાદ સિવાય મુનશીની મોટા ભાગની કીર્તિદા કૃતિઓ આ ગાળામાં જ સર્જાઈ છે. તેમની શિલીની બધી લાક્ષણિકતાઓ અને તેમના અભિગમોની બધી વિશિષ્ટતાએ આ ગાળામાં જ પ્રગટી, ઘડાઈ, સિદ્ધ થઈ સ્થિર થયેલી જણાય છે. આ સંદર્ભમાં એ પણ સ્પષ્ટ થાય છે કે આ પછીના તેમના દીર્ધાયુષ્ય દરમ્યાન, તેમણે વ્યવહારજીવનનાં વિવિધ ક્ષેત્રમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે છતાં, અને તે સૌ પ્રવૃત્તિઓ સાથે તેમણે સાહિત્યપ્રવૃત્તિને પ્રવાહ પણ સતત અને અખલિતરૂપે ચાલુ જ રાખ્યો હોવા છતાં, જૂજ અપવાદ બાદ કરતાં, સર્જકપ્રતિભાને નવોન્મેષોના પ્રાગટયને અધ્યાય જાણે આ ગાળામાં જ મર્યાદિત થઈ જાય છે.
અલબત્ત, ૧૯૨૨-૨૫ પછીની તેમની કૃતિઓ પણ સાવ સાધારણ ગણીને સમેટી લઈ શકાય તેમ તે નથી જ. કારણ કે સફળ સ્વીકાર અને પ્રજાકીય લેકપ્રિયતાના પુરસ્કારથી શ્રદ્ધાવિત થયેલી, તેમ અનુભવ પ્રાપ્ત સિદ્ધહસ્તતાથી પકવ થયેલી સર્જનશીલતાને સ્પર્શ તો તેમાંય પરખાયા વગર રહેતું નથી; પણ તેમાં સર્વથા નૂતનત્વના આવિર્ભાવને ચમત્કાર નથી, પૂર્વપરિચિતના પુનર્મિલનની જ તેમાં પ્રતીતિ થાય છે, પ્રસન્નકર છતાં વિસ્મયવિહીન. છતાંય, સર્જનપ્રવૃત્તિના પ્રથમ દશકમાં જ સર્વોચ્ચાસને પહોંચી જવું એ જેવું તેવું પરાક્રમ નથી, અને પહોંચી ગયા પછી લગભગ અધી સદી પર્યન્ત અનેક વાવાઝોડાં વચ્ચે, ત્યાં સ્થિરાસને ટકી રહેવું એ જેવીતેવી સિદ્ધિ નથી !
આ દશકની સાહિત્યપ્રવૃત્તિ અને પ્રગતિ એ મુનશીના જીવનની એકમાત્ર નહિ પણ અનેકમાંની માત્ર એક પ્રવૃત્તિ જ છે. આ સાહિત્યપ્રવૃત્તિ તેમણે જીવનનાં બીજાં અનેક ક્ષેત્રોની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જ કરેલી છે અને જેમ સાહિત્યમાં તેમ અન્ય ક્ષેત્રમાં પણ તેમણે એટલી જ સફળતા પ્રાપ્ત કરી છે. આ ગાળામાં જ ભૂલાભાઈ દેસાઈની ચેમ્બરમાં બ્રીફ મેળવવા નિષ્ફળ હાજરી પુરાવતા નવા વકીલમાંથી મુનશી, ૧૯૨૨માં તે “શુદ્ધ બ્રાહ્મણને રૌરવ નરકના અધિકારી બનાવે એટલી આવક ધરાવતા અગ્રણ ધારાશાસ્ત્રી બની રહે છે, અને ચાલીની ખેલીમાં જેમતેમ કરકસરિયું જીવન નિભાવતા, તે બાબુલનાથ રોડ પરના આલીશાન ફલેટમાં સુખસગવડભર્યું જીવન જીવતા થઈ જાય છે ! સામાજિક ક્ષેત્રે પણ તે