________________
૧૫૨]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ . ૪ પણ “ગીતગોવિંદ'નાં અત્યંત સામાન્ય રૂપાંતરો આપ્યાં છે. “વૃદ્ધ ચાણક્યનું ભાષાન્તર', “લઘુ ચાણક્ય નીતિસંગ્રહ' (૧૮૭૪) બાળકરામ નં. માંડવીકરે આપ્યાં છે. જગજીવન ભવાનીશંકરે, તેમ જ ગિરિધર શર્માએ ભર્તુહરિના “નીતિશતક'નું (૧૮૭૭, ૧૯૨૮), પ્રાણજીવન ત્રિ. ત્રિવેદીએ ભર્તુહરિને શતકત્રયનું (૧૯૦૧), સી. એલ. કંથારિયાએ “શંગારશતક'નું (૧૮૮૮) ભાષાંતર આપ્યું છે. “શશિકલા અને ચીરપંચાશિકા'નું નાગરદાસ પટેલે, “શંગારત્રિવેણી’નું તનમનશંકર લા. શિવે, “ગંગાલહરી'નું (૧૯૦૭) લાલજી વીરેશ્વર જાનીએ અને પાછળથી “વિયોગીએ ભાષાંતર આપ્યું છે. “મહિમ્નસ્તોત્ર'નું વિશ્વનાથ સદારામ પાઠકનું સુંદર સમશ્લોકી ભાષાંતર ૧૯૦૮માં પ્રગટ થયેલું છે. શંકરલાલ ભટની દેવીસ્તુતિ', ગણેશરામ વરતિયાનું “ગીતા અમૃતસાગરને માત્રામેળ છંદમાં નવ અધ્યાયને , અનુવાદ, અને રંગ અવધૂતની ‘સંગીત ગીતા” (માત્રામેળ પદ્યમાં) પણ નોંધપાત્ર છે.
સંસ્કૃત નાટકના આપણે ત્યાં થયેલા અનુવાદોને નિર્દેશ યથાસ્થાને કર્યો છે. એ ઉપરાંત લાલશંકર હરિપ્રસાદે મધ્યમ વ્યાયોગ'(૧૯૧૭), લલ્લુભાઈ નારણજી દેસાઈએ ગુપ્ત પાંડવ' (૧૯૧૨)ને, ઈશ્વરલાલ વીમાવાળાએ “પાંડવગુપ્તનિવાસ'(૧૯૨૦), મોહનલાલ પ્રસાદરાય મહેતાએ “પ્રિયદશિકારને, વલભજી હ. આચાર્ય, મૂળશંકર રામજી અને ભોગીલાલ મ. ભટ્ટે કૃષ્ણમિશ્રને “પ્રબોધચંદ્રોદય' (૧૮૭૭, ૭૯, ૮૧), ગોસાઈ નારાયણ ભારતીએ રામચંદ્રાચાર્યના નિર્ભય ભીમવ્યાયોગ'(૧૮૮૬), દુર્લભજી રા. જાનીએ ભાસ્કર કવિના “ઉન્મત્ત રાઘવ (૧૮૯૪) અનુવાદ કરેલ છે. અંગ્રેજીમાંથી થયેલા અનુવાદેને પણ ઉલ્લેખ થયેલો છે. હીરાલાલ ઉમિયાશંકરને ગાલ્ડસ્મિથની મુસાફરી' (૧૮૫૯) એ “ધ ટ્રાવેલરને જુદાં જુદાં વૃત્તોમાં થયેલો સૌથી પહેલો અનુવાદ છે. શંકરપ્રસાદ રાવળ, પોપટલાલ પૂંજાભાઈ શાહે પણ ગોલ્ડસ્મિથના ડેઝટેડ વિલેજનાં અનુક્રમે અનુવાદ અને અનુકૃતિ આપેલ છે. મંજુલાલ દવેએ “ગ્રેઝ એલેજીને, વર્ઝવર્થ અને બાયરનનાં કેટલાંક કાવ્યોને (૧૯૧૭–૧૯) સરસ અનુવાદ આપ્યો છે. એમ. ઓ. સુરેયા, કુસુમ સરેયા, લાલજી વી. જાની, શાંતિલાલ સા. ઓઝા, જગન્નાથ હ. ઓઝાનું પણ આ ક્ષેત્રે અર્પણ છે.
બંગાળીમાંથી રામચંદ્ર અવર્ષ, ગિરિધર શર્માજી આદિએ “ગીતાંજલિ', બાલચંદ્રના અનુવાદ આપ્યા છે. દલપતિરામ દુ. યાજ્ઞિક, મોહનલાલ અ. શેઠ આદિના હિંદી ભાષામાંથી જૂનાં કાવ્યો અને અલંકારગ્રંથના, ઉર્દૂમાંથી નિજામુદીન પીરસાહેબ, નનામિયાં રસૂલમિયાં, સઈયદ ઈબ્રાહીમ “મુહિબ' અને અહમદ ધાલા જેરાજે હામીકૃત કાવ્યોને, કવિ હાલીની કૃતિઓને અને કવિ