________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૫૧ કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ (૧૮૬૯-૧૯૧૪) ઃ દસક્રોઈ તાલુકાના ભુવાલડી, ગામના વતની અને રાયકવાડ બ્રાહ્મણ જ્ઞાતિના કિલાભાઈએ મૅટ્રિકની પરીક્ષા અમદાવાદમાંથી પસાર કરી હતી. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય પ્રત્યે ગાઢ પ્રીતિ ધરાવનાર આ લેખકે બાણકવિકૃત “પાર્વતી પરિણય” તથા કાલિદાસકૃત વિક્રમોર્વશીય’, ‘કુમારસંભવ' અને મેઘદૂતનાં ભાષાન્તરે પ્રગટ કર્યા છે. મેઘદૂત'ને એમને સમલેકી અનુવાદ (૧૯૧૩) આપણે ત્યાં પ્રતિષ્ઠિત થયો છે. અનુવાદ સાથે એમણે જોડેલી ટીપ–નોંધોમાં એમની અભ્યાસનિષ્ઠા અને રસિકતાને પણ આપણને પરિચય થાય છે. “મેઘદૂત'ના અનુવાદમાં એમણે ૧૦૩ પાનાંની અભ્યાસયુક્ત પ્રસ્તાવના લખી છે. આરંભનાં ૧૮ પાનાંમાં “મેઘદૂત પરની ટીકાઓ, એનાં અનુકરણે, ગુજરાતીમાં થયેલા એના અનુવાદો વ.ના પરિચય સાથે કાવ્યના ગુણે પ્રગટ કરી આપી “રામાયણ” સાથેનું એનું સામ્ય નિર્દોર્યું છે. એ પછી મહાકવિ ભાસને અને કાલિદાસનો અભ્યાસયુક્ત વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. અનુવાદકે કહ્યું છે કે “..મારાથી બનતા પ્રયત્ન કરી અંદરના ભાવ ફુટ રીતે સમજાય અને રચના કિલષ્ટ અને કઠોર ન લાગે તેમ કર્યું છે. મૂળ કાવ્યનાં રસ, ભાવ, માધુર્ય અને પ્રસાદની છાયા ગુજરાતીમાં એકંદરે સારી રીતે ઊતરી આવી છે. થોડીક પંક્તિઓ જોઈએ :
ધૂમ, જાતિ, જળ, પવનના, મેઘ ક્યાં આ બનેલા, ક્યાં સંદેશા, સમજણભર્યા, પ્રાણુથી લે જવાતા;
લંબાવીને સ્વર મદભર્યા સારસના રૂપાળા, ખીલી રેતાં કમળરજના સ્પર્શથી મહેકી ફેંતા;
હું છું તારા પ્રિયતમતણે મિત્ર, સૌભાગ્યવતી !
સંદેશે હૈ, જલધર રૂપે, આવિ પાસ તારી; અનુવાદપ્રવૃત્તિ પણ સમાંતરે ચાલતી રહી છે. રેવાશંકર ભટ્ટ, હરિલાલ ન. વ્યાસ, નાગરદાસ અમરજી અને ચતુરભાઈ ગોવિંદભાઈએ “રઘુવંશના (છેલા બે સંપૂર્ણ) અનુવાદ આપ્યા છે. કિલાભાઈ ઉપરાંત હરિકૃષ્ણ બળદેવ, બલવંતરાવ જુન્નરકરનાં મેઘદૂતનાં ભાષાન્તરે પણ પ્રગટ થયેલાં છે. બલવંતરાવનું “શ્રીકૃષ્ણ રત્નપ્રભા” પુસ્તક પ્રગટ થયું છે એમાં કાલિદાસની અન્ય કાવ્યકૃતિઓનાં પણ ભાષાન્તરે છે. કાલિદાસના “ઋતુસંહાર'નાં મોહનલાલ પ્ર. મહેતા, જેઠાભાઈ • વકીલનાં ભાષાંતરો પ્રગટ થયાં છે. વિદ્ય શંકરલાલ કુંવરજીએ “ઘટકર્પર'નું સમશ્લોકી ભાષાંતર આપ્યું છે. નટવરસિંહ બ. દેસાઈ અને નટવરલાલ શાહ