________________
૧૫૦] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ J. ૪ સહાય કરી હતી. મેઘાણની સમજાવટથી એમણે પિતાની કૃતિઓ ગ્રંથસ્થ કરી હતી. “કાગવાણી ભાગ ૧(૧૯૩૫) પ્રગટ કર્યા પછી એમણે ૧૯૩૮, ૧૯૫૦, ૧૯૫૬, ૧૯૫૮ (૫, ૬), ૧૯૬૪ અને ૧૯૬૭માં એના બીજા સાત ભાગ પ્રકાશિત કર્યા હતા. આ ઉપરાંત “ચંદ્રબાવની', “સોરઠબાવની, “ગુરુમહિમા', વગેરે કૃતિઓ એમણે આપી છે. આમાં “કાગવાણીને પાંચમે ભાગ અને છેલી કૃતિ ગદ્યમાં રચાયેલી છે.
એમની રચનાઓ મુખ્યત્વે બે પ્રકારની છે : ચારણી છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલી અને બીજી તે વ્રજ અને હિંદીમાં રચાયેલી. એમણે પદ, ભજન, પ્રાર્થના, ગઝલ, છે દેબદ્ધ, દુહા, મુક્તક, “મહિમા –પ્રશસ્તિ પ્રકારની રચનાઓ કરી છે. એકાદ હજાર દુહાઓ આપનાર આ ચારણકવિનાં ઢાળ અને બાનીમાં પ્રાચીન પરંપરાના વણાટવાળાં પરંપરાગત પણ ક્યાંક અર્વાચીન ભાવનાઓવાળાં ભજને વ્યાપક કાદર પામ્યાં છે. એમાં ભક્તિ-જ્ઞાન-નીતિના આલેખન ઉપરાંત પાખંડ પર પ્રહાર અને સામાજિક વિષમતાનું નિરૂપણ છે. ઇયત્તા અને ગુણવત્તાદષ્ટિએ નોંધપાત્ર ગણાય એટલાં બાવીસેક કાવ્યો એમણે લખ્યાં છે. અસ્પૃશ્યતાનિવારણ ઉપરાંત ભૂદાન વિશે પણ એમણે રચનાઓ કરી છે. રાજા-મહારાજાઓને ચાબખા પણ લગાવ્યા છે અને અન્યક્તિઓ પણ લખી છે.
કૌતુકની કહાણી જેવું કટાક્ષકાવ્ય, “કાયાનો ઘડનારો જા ના જોય, ગોપીયુંને ગમતું નથી રે ગોકુળ” તેમ જ કર્મ કરતાં રહે કાંકરી” જેવાં જીવનસાર કરતાં કાવ્યો આપનાર દુલા કાગે પૌરાણિક કથાનકે, ઈશ્વર અને મહાપુરુષના મહિમાગાનની રચનાઓ પણ આપી છે. એમાં બોધકતા અને ઉધનાત્મકતા સાથે ભાવની સચ્ચાઈ અને સરળ બાનીમાં ગહનભાવ વ્યક્ત કરવાની એમની કુશળતા પણ પ્રગટ થાય છે. આ ગેય રચનાઓમાં લેકબાની, લેકઢાળ અને લેકહલકને વિશિષ્ટ મિજાજ પ્રગટ થાય છે. એમની ઉપર કહેલી બે ગદ્યરચનાઓમાં પત્રો-પ્રસંગે અને પ્રવાસવર્ણન છે. પ્રવાસવર્ણનમાં બોલાતી ભાષાનું તળપદાપણું જોવા મળે છે. મેઘાણીની જેમ દુલાભાઈ પાસે કંઠ, કહેણી અને કવિતા – ત્રણે હતાં. ક્યાંક પુનરુક્તિ, અત્યુક્તિ કે રૂપકાદિ અલંકારને અતિરેક છતાં સોરઠી બેલીના વિશિષ્ટ ઉમેષોથી એ ધ્યાન ખેંચી રહે છે. ગુજરાતી લોકસાહિત્યને એમણે બળ આપ્યું અને ચારણી-પરંપરાને નિજી શક્તિથી જીવંતતા અપી. (આ લખાણ માટે કુમારપાળ દેસાઈએ સામગ્રી પૂરી પાડી છે એ માટે એમના આભારી છીએ.) શ્રી પિંગળશીભાઈ, હરદાન નરેલા વગેરે કવિઓએ આ પરંપરામાં કેટલીક સારી રચનાઓ આપી છે.