________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૯ અને વેદાન્તી વિચારને રજૂ કરતું “આર્યપંચામૃત' (૧૯ ૯), “સુદર્શન' માસિકમાં પ્રગટ થયેલું “નેમંજરી” અને કથાત્મક “સેવિકા (પૂર્વાર્ધ)' (૧૯૧૪)–એ ચાર કૃતિઓ લખી છે. બાલાશંકરની કાવ્યશેલીનું એકંદરે આકર્ષક અનુકરણ એમણે કર્યું છે. છેલ્લા ઉલલેખેલા કાવ્ય “સેવિકા'માં કલાપી-પ્રભાવવાળી સંવાદશૈલીમાં દુઃખી વિધવાને એક પાંથ પ્રજાસેવા કરવાનો વિચાર રજૂ કરે છે એ ધ્યાન ખેંચે છે, પણ કૃતિ ઉપદેશપ્રધાન બની જતી હોવાથી રસાનુભવ કરાવી શકતી નથી. પ્રભાશંકર દ, પટ્ટણી (૧૮૬૨-૧૯૩૮): આ મુત્સદ્દી રાજપુરુષની મિત્ર' તખલ્લુસથી લખાયેલી કાવ્યરચનાઓ “મિત્ર' (૧૯૭૦) નામે નિધનોત્તર કાવ્યસંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. કપિલ ૫. ઠક્કર (૧૮૯૨-૧૯૫૮)નાં કાવ્યો સ્વપ્નમંદિરમાં સંઘરાયાં છે. વાર્તા, નિબંધ અને વિવેચનક્ષેત્રે પણ તે સક્રિય હતા.
સ્નાબહેન શુકલ (૧૮૯૭)ના “મુક્તિના રાસ” અને “આકાશનાં ફૂલ વગેરે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. “દરા’ અને ‘જયારે સૂર્યોદય થશે એ બે નવલકથાઓ એમણે મરાઠીમાંથી અનુવાદિત કરી હતી. “વિનોદ” અને “ચેતનના તંત્રીમંડળમાં પણ તે હતાં.
જયમનબહેન પાઠકજી (૧૯૦૨) : કાવ્યસંગ્રહ “તેજછાયા'(૧૯૪૦)નું એક કાવ્ય ૧૯૨૧માં પ્રગટ થયું હતું. એમનાં કાવ્યમાં સચ્ચાઈ અને સંવેદનશીલતા - છે. “સોણલાં' (૧૯૫૦) અને પછી બે બાળકાવ્યના એમના સંગ્રહ પ્રગટ થયા છે. શીલ અને સંસ્કારની સુગંધ પ્રસરાવતી એમની રચનાઓને મુખ્ય સૂર વેદનાને છે અને એમાંથી નાગરિક સંસ્કારિતા પ્રગટ થાય છે. વૃત્તબદ્ધ અને ગેયરચનાઓ પર ‘કાન્ત’ અને ન્હાનાલાલને પ્રભાવ પડેલ છે. “શેણલાં'માં રામાયણ-મહાભારતના પાત્રને મનોભાવોનાં ખંડકાવ્યો પણ એમણે આપ્યાં છે. ગેય કૃતિઓમાં સ્ત્રીહૃદયના કેમળ ભાવો સુકુમાર રીતે આલેખાયા છે. ચંદ્રિકા પાઠકજી (૧૯૧૦): જયમનબહેનનાં આ નાની બહેનને સંગ્રહ “રાતરાણી' (૧૯૪૪) પ્રગટ થયેલ છે. “રૂપનતન” નામે નૃત્યનાટિકા પણ પ્રગટ થઈ છે. સ્વચ્છ સંસ્કૃત વૃત્તોમાં અને સુગેય ઢાળમાં એમણે કેટલીક આસ્વાદ્ય રચનાઓ આપી છે. કાશીબહેન બેચરદાસ જડિયા (૧૯૨૭)ને ભજનસંગ્રહ “હૃદયકલેલ”, પ્રભાશંકર જયશંકર પાઠકની પદ્યકૃતિ “શ્રી કુંભનાથનું શિવાલય” (૧૯૧૩) પણ પ્રકાશિત થયેલાં છે.
દુલા કાગ : (૧૯૦૩–૧૯૭૭) દુલાભાઈ ભાયાભાઈ કાગ મહુવાના વતની હતા, જ્ઞાતિએ ચારણ હતા. કાવ્યને કાગળ પર લખવાને બદલે, કાવ્ય બનાવી, મને મન યાદ રાખી લેતા. લોકસાહિત્ય-સંશોધનમાં એમણે મેઘાણીને ઘણી