________________
૧૪૮]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (૧૯૧૧) અને પછી “હૃદયમંથન' (૧૯૧૯)માં પણ અસહકાર આંદોલન, ગામડાં વગેરેને વિષય કરી રચનાઓ કરી છે અને ધર્મનિષ્ઠા અને પદ્મિની'માં ખંડકાવ્યને પ્રયાસ કર્યો છે.
મોતીલાલ છોટાલાલ વ્યાસની “પ્રેમશતસહી' (૧૮૮૯) અને “કુસુમગુચ્છ' (૧૯૦૧) એ બંને કૃતિઓ પર દલપત-નર્મદ અને બાલાશંકર-ભીમરાવની કાવ્યશૈલીને પ્રભાવ પડે છે. “કલાન્ત કવિ'ની શૈલીએ આ કવિએ “કલાન્ત કિલ’ જેવી સામાન્ય રચના પણ આપી છે. એમની રચનાઓમાં સારો પદ્યબંધ હોવા છતાં શંગારની સ્થૂલતા વિશેષ જોવા મળે છે.
શિવશંકર તુલજાશંકર દવેએ છગનલાલ વિ. રાવળ સાથે “ઋતુવર્ણન” (૧૮૮૮) નામે ઋતુવણનેને સંગ્રહ પ્રગટ કર્યો હતો. કાલિદાસ ભગવાનદાસ કવિ (૧૯૦૦) “ભજનામૃત–૧ અને “મારા શુભ વિચારે'થી જાણતા હતા. મહાશંકર લલુભાઈ ભટ્ટે અન્ય કવિના વસંતતિલકાની ૧૬૧ કડીઓમાં લખાયેલા “ચંદ્રોક્તિકા' (૧૯૦૩) દૂતકાવ્યનું સંશોધન કરેલું છે. કૃતિ મધ્યમ કોટિની છે. કેશવરામ શાંડિલગેત્રી તરીકે આ કાવ્યના કવિ પિતાને ઓળખાવે છે પણ પરિચય આપતા નથી. “ગીતસંગીત' (૧૯૦૪)માં સીતાવનવાસની કથાને ગીતામાં ગૂથનાર લલિત મિલએ એમાં અન્ય કવિઓનાં ગીતે પણ ગોઠવી દેવાને પ્રયત્ન કર્યો છે. હિંદની હાલત' (૧૯૦૪)માં પંડયા કૃપાશંકર ઝીણાભાઈએ સ્વદેશપ્રેમ અને દેશની દુર્દશાને લગતી રચનાઓ આપી છે. પનુભાઈ જશવંતરાય દેસાઈએ “મુકુલવીણા' (૧૯૭), “જ્ઞાનભક્તિ અથવા વિષ્ણુપદશતક' (૧૯૧૨) અને “પનુકાવ્ય” (૧૯૩૨) એ ત્રણ કૃતિઓ આપી છે એમાંની પહેલી પદ્યમાં પ્રાસાદિક ભાષામાં નવલકથાલેખનને પ્રયોગ છે. બીજા બે સંગ્રહનાં પદો તદ્દન સામાન્ય છે. “મુસાફરની પદ્યદેહી વાર્તા વિલસુ' (૧૯૪૮) પ્રગટ થયેલી છે.
હીરાલાલ જાદવરાય બૂચે વેદતાત્પર્ય બધિની' (૧૯૦૭), “સાચાં મેતી-૧' (૧૯૧૨), “ભાગ્યોદય ભૂમિકા–૧" (૧૯૧૯) જેવી પદ્યકૃતિઓ લખી છે, પંક્તિસંખ્યાની વિપુલતા તરફ તેમની દૃષ્ટિ વિશેષ મંડાયેલી છે. વેદાન્ત, તત્વજ્ઞાન અને ભક્તિ એમની કૃતિઓના કેન્દ્રમાં છે. એમાં ક્યાંક ક્યાંક લેખકની ભક્તહદયની આદ્રતા પ્રગટતી અનુભવાય છે. ભેળાનાથ ઉપરાંત બાલાશંકરની કાવ્યશૈલીની પણ એમના પર અસર વરતાય છે. શિષ્ટતા અને પ્રૌઢિ એમની કૃતિઓમાં કેટલેક સ્થળે આકર્ષણ કરે છે.
કહાન ચકુ ગાંધીએ દશમસ્કંધ-આધારિત “શ્રીકૃષ્ણ' (૧૯૦૮), બેધપ્રધાન