________________
પ્ર. ૩ ] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૭ આકર્ષક છે. એવું જ બીજુ ચિત્ર છે?
રાતાં પીળાં વિવિધ કુસુમ વાસવાળાં રૂપાળાં અદ્રિ શંગ મહિ રૂહ વડે છે લીલા રંગવાળાં જાણે ઊભાં કર ગ્રહી ફૂલ વર્તુળાકાર અધ
દેવા માટે અહીં મદનને આ વસંતે વાર્થ. (૮૪) નાનાથે પળતી અને પછી પૂજનાર્થે જતી સ્ત્રીઓ તેમ જ સંન્યાસીઓ અને ભસ્મધારી બ્રાહ્મણ, દોડતાં-રમતાં મૃગે, ગોફણ-કામઠાંથી પંખીઓને ઉડાડતા ખેડુઓ, કાશીનું પવિત્ર યાત્રાધામ એમ વિવિધ પ્રકારનાં ચિત્રો કવિ ઉપસાવતા. જાય છે. ઘણી વાર ઔચિત્ય ચૂકે છે અને ત્યાં સ્થૂળ નિરૂપણમાં પણ રાચે છે. પ્રિયતમાનું—એને દેડ અને અલંકારનું ૨૧૨ લેકેથી આરંભાતું વર્ણન તદ્દન સામાન્ય છે. ગુજરાતીમાં લખાયેલાં ‘દૂતકાવ્ય'માં કૃષ્ણશર્માને “શ્રીમધુપદૂતકાવ્ય” પછીનું આ બીજુ દૂતકાવ્ય છે.
અંબાજ’ અને ‘ભ્રમરના સંયુક્ત નામે કલાપી-પ્રભાવિત “કાવ્યકલિકા (૧૯૧૦)નાં કાવ્ય પ્રગટ થયાં છે. સૌ, સુમતિએ (૧૮૯૦) “કાવ્યઝરણાં પ્રભુપ્રસાદી કાવ્યસંગ્રહ ઉપરાંત ટૂંકી નવલકથાઓ આપેલી છે. વલભજી ભાણજી મહેતા (૧૮૮૬)નું “વલ્લભકાવ્ય' (૧૯૦૬) કાવ્યરચનાનું એમનું પ્રથમ પુસ્તક છે. એ પછી ‘હિંદુસંસારચિત્ર' (૧૯૦૮), “હૃદયબંસી' (૧૯૧૪), “હૃદયકુંજન પુ', “વાદળી', “અંતરનાં અમી' (૧૯૨૮), “કુંજવેણું” જેવા અનેક સંગ્રહ આપ્યા છે. વાદળીમાં મેઘદૂતશૈલીમાં સત્યાગ્રહલડતમાં ભાગ લઈ જેલમાં ગયેલો. વિદ્યાથી ગાંધીજીને સંદેશ પાઠવે છે. ન્હાનાલાલને ઘણોબધે પ્રભાવ એમણે ઝીલ્યો છે. એ સમયને ઘણું કવિઓની શૈલીનું એમનામાં અનુકરણ દેખાય છે. “અંતરનાં અમી'માં ગીતાંજલિની અસર છે. ન્હાનાલાલના રાસ, કલાપીની ગઝલ, કાન્તનાં ગીત જેવી ઘણી કૃતિઓ એમણે એમના “કુંજવેણુ” સંગ્રહમાં આપી છે. નટવરલાલ ઉધર ત્રિવેદીએ “કાવ્યકળા અને ધ્રુવાખ્યાન (૧૯૧૧)ની કથાને ૨૪ સર્ગમાં નિરૂપી છે. કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા (૧૮૯૦-૧૯૭૩)એ રણજિતરામની સૂચનાથી એમને ઉઘાત સાથે ગોપકાવ્યોનું Pastoral Poems નામનું પુસ્તક પ્રગટ કરેલું. “પટેલ બંધુ' માસિકના તે તંત્રી હતા. “સસ્તું સાહિત્યને પણ એમણે કેટલાંક પુસ્તક લખી આપ્યાં હતાં. “ટ્રકી. વાર્તાઓ-૩' (૧૯૧૫) ઉપરાંત “ગુરુ ગોવિંદસિંહ', જર્મન જાસૂસની આત્મકથા (૧૯૧૬), લોકરહસ્ય' (૧૯૧૭) જેવા અન્ય ભારતીય ભાષામાંથી અનુવાદ પણ કર્યા છે. રાષ્ટ્રીય શાળા માટે “બાળવાડીના ત્રણ ભાગ, “દેશકીર્તનમાં સત્યાગ્રહનાં ગીત અને “સ્વરાજ્યકીર્તનમાં કાવ્યો આપનાર આ કવિએ “મહન્ત'