________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[૧૫૩ નઝીરનાં કાવ્યોના અનુવાદ કર્યા છે. અમૃત એમ. શાહે અશો જરથુસ્ત્રની “ગાથા'નું ગઝલમાં ભાષાંતર કર્યું છે. ઉમર ખય્યામની કેટલીક રુબાયતોને પણ રૂસ્તમ પે. ભાજીવાલા, હરિલાલ ઠા. સંઘવી, ગિરિધર શર્માજીએ અનુવાદ કરેલા છે.
કવિતાસંપાદનની પ્રવૃત્તિને પણ અહીં નિર્દેશ કરી લઈએ. પારસી સંપાદકોએ ૧૮૬૪માં “હરીસંગ્રહમાં હારીઓ સંપાદિત કરી છે. ૧૮૭૦માં ગુજરાતી હોળીસંગ્રહ', ૧૮૮૭(બીજી આ.)માં “હારીસમુદાય', અને ૧૮૭૭ -૭૮માં “ગજલસ્તાનના'ના સંચયો પ્રગટ થયા છે. નાગર, ઔદીચ્ય જેવી જ્ઞાતિઓમાં ગવાતાં ગીતોના સંગ્રહ, ગરબા સંગ્રહ (મુંબઈ સમાચાર, ૧૮૮૧) “પારસી લગ્નગીત-ગરબા' (૧૯૩૩), “રીતિદર્પણ” (૧૮૯૯ – નાગર લગ્ન પ્રસંગે ગવાતા ગરબા), “નવીન સુંદર ચતુર સ્ત્રી વિલાસ મનહર' એ દામોદરદાસ ભા. તલાટીને જૂની ગરબીઓને સંચય, નરસિંહ શર્માસંપાદિત “પરમારથ સાર” એ ભજનસંગ્રહ, અમરચંદ પરમારસંપાદિત કાવ્ય-વિનોદ', દામોદર જ. ભટ્ટ સંપાદિત “બૃહભજન સાગર', ખીમજી વ. ભટ્ટસંપાદિત હિંદી કવિતાને “પંચામૃત” સંગ્રહ, નારાયણ મો. ખરેનું “આશ્રમભજનાવલિ'નું સંપાદન, ભવાનીશંકર નરસિંહરામનું “ગુજરાતી જૂનાં ગીતો'નું, કહાનજી ધર્મસિંહનું “કાઠિયાવાડી સાહિત્ય અને એ પછી તો અનેક લોકસાહિત્યનાં સંપાદનો, આપણું રાસસાહિત્યનાં મગનલાલ બા. બ્રહ્મભટ્ટ, શાન્તિ બરફીવાળા, મધુરિકા મહેતા, ધૈર્યચન્દ્ર બુદ્ધનાં સંપાદને, રાષ્ટ્રીય ગીતોનાં “સ્વદેશ-ગીતામૃત, “રાષ્ટ્રગીત', “સ્વરાજનાં ગીતો’ જેવાં સંપાદન, હરિકૃષ્ણ બ. ભટ્ટ અને નઘુશંકર ઉ. ધોળકિયાનાં અનુક્રમે કાવ્યનિમજજન' (૧૮૮૭) અને “કાવ્યસુધાકરનાં શિષ્ટ કાવ્યોનાં સંપાદનો, કલ્યાણજી વિ. મહેતા અને ચૂનીલાલ રા. શેલતનું “ગપકાવ્યો'(૧૯૧૪)નું સંપાદન, ગ. ગો. બનું “સ્ત્રીગીતાવલિ” અને “ગીતલહરી' (૧૯૧૬, ૧૭)નું ગીતોનું સંપાદન અને તારાપોરવાલા એરચ જહાંગીરનું ગુજરાતી કાવ્યનું ચયન નોંધપાત્ર છે. એ પૂર્વે હિંમતલાલ અંજારિયાનું “કાવ્યમાધુર્ય' (૧૯૦૩)નું સંપાદન આપણે ત્યાં સુખ્યાત બની ચૂક્યું હતું.
ટીપ ૧ ખબરદાર, અ. ફ, “વિલાસિકા' (૧૯૦૫) પૃ. ૫૬, ૧૨૧ અને “પ્રકાશિકા' (૧૯૦૮) પૃ. ૧૭. ૨ રાવળ, અનંતરાય મ., “સાહિત્યવિહાર' (૧૯૪૬) પૃ. ૧૩૦ ૩ સુન્દરમ્,
અર્વાચીન કવિતા' (૧૯૪૬) પૃ. ૩૨૦. ૪ ધ્રુવ, આનંદશંકર બા., “સાહિત્યવિચાર' (૧૯૪૧) પૃ. ૪૨૫-૨૬, ૪૧૧. ૫ અલારખિયા, હાજી મહમ્મદસંપાદિત “વીસમી સદી” માસિક