________________
૧૩૪].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ (૧૯૩૨)માં હરિગીત છંદમાં લખાયેલ સુદીર્ઘ કાવ્યને વિષય ઈશ્વર છે. પ્રકૃતિમાં પ્રભુને સૌન્દર્યનું દર્શન અને માનવચિત્તની પ્રભુ પ્રત્યેની ઊર્મિઓનું આલેખન લેખકે આ કાવ્યમાં કર્યું છે, પરંતુ તેમાં ભક્તિભાવને રણકે આછો છે. સંગ્રહનું નામ કાવ્યમાં વપરાયેલા છંદ અને તેના વિષય બંને દૃષ્ટિએ ઉચિત બને છે.
વિઠ્ઠલરાય યથર આવસત્થીના સંગ્રહ “રસિકનાં કાવ્યો' (૧૯૩૪)માં ભાષા પ્રૌઢ અને શિષ્ટ હોવા છતાં ઊર્મિતત્ત્વ રસની કેટિએ પહોંચતું નથી. પ્રકૃતિ, પ્રણય જેવા વિષયોનું આલેખન તેમણે કર્યું છે, પણ વર્ણનાત્મક કથાકાવ્યોમાં મુકાબલે ઠીકઠીક ફાવટ તેમને છે. બાળકાવ્યમાળા' (૧૯૨૫)નાં બાળકાવ્યોમાં સફળતાથી કોમળ ભાવે આલેખી શક્યા છે. મણિલાલ મે, “પાદરાકરે રાષ્ટ્રીય ભાવનાનાં તથા લગ્નજીવનવિષયક રાસ-ગીત આપ્યાં છે. મંગળસૂત્ર' (૧૯૩૫) સંગ્રહમાં એમની રચનાઓ સંગ્રહાઈ છે.
આ સમયગાળામાં બાળગીતો પણ ઠીકઠીક લખાયાં છે. કેટલાક બાળગીતલેખનો ઉલલેખ આગળ આવી ગયા છે. આ ઉપરાંત પ્રીતમલાલ મજમુદારનાં બાળગીતોના સંગ્રહ “લકણી'(૧૯૩૬)માં કેટલાંક સારાં બાળગીત મળે છે. પ્રાસાદિક બાલભોગ્ય ભાષા પણ તેઓ સહજ પ્રયોજી શક્યા છે. સૌ, હસુમતી ધીરજલાલ દેસાઈને “રાસસરિતા–ભા.૧(૧૯૩૬)માં સામાન્ય કટિની રચનાઓ છે. શાંતિકુમાર પંડયા શબ્દને વ્યંજનાગર્ભ બનાવી તે વાપરી શકે છે. “રાસરમણ તેમને સંગ્રહ છે. કલ્પનાનું ચારુત્વ અને ભાવનિરૂપણની શક્તિ તેમનામાં છે. જગુભાઈ મેહનલાલ રાવળના “રાસરસિકા'માંનાં ગીતામાં લોકગીતની સરળતા છે, પણ કલ્પનાની ચારુતા, વ્યંજનાશક્તિ ઇત્યાદિને અભાવ વરતાય છે. “રાસકટોરી'ના લેખક મેહનલાલ ચુનીલાલ ધામી સારી ગીતશક્તિ દાખવે છે, પણ કલ્પનાશક્તિને તેમનામાં અભાવ છે. કઈ કઈ રચનામાં દલિતોની વેદના તેમણે ગાઈ છે તે નોંધપાત્ર બાબત છે. હાનાલાલ દલપતરામ પટેલના સંગ્રહ “રાસપંજ’ને રાસમાં ક૯પનાના ચમકારી આવે છે.
વિહારી' ઉપનામથી લખનાર બેચરલાલ ત્રિકમજી પટેલે (૧૮૬૬–૧૯૩૭) રાસમાલિકા” નામના રાસસંગ્રહમાં ઘણી સારી ગીતશક્તિ દાખવી છે. આ સમયના અન્ય રાસલેખકેમાં તેઓ વધારે શક્તિશાળી દેખાય છે. લેકવાણીની સરળતાથી અને કલ્પનાશક્તિથી તેમનાં ગીત કળાત્મક બન્યાં છે. આ લેખકે “મેઘદૂત'ને અનુવાદ પણ આપ્યો છે. એમણે નાટકનાં ભાષાન્તરો પણ પ્રગટ કર્યા છે. અને ભાગવતના કેટલાક કેને સરસ અનુવાદ આપ્યો છે.
આ ગાળામાં જેમનાં કાવ્ય ગ્રંથસ્થ થઈ શક્યાં નથી પણ જેમનાં કાવ્યો