________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૩૩ પણ છે. લેખકની ભાષા સામાન્ય કક્ષાએ ચાલે છે, તેથી તેઓ કવિતા સિદ્ધ કરી શક્યા નથી. ધીરજ'ના કવિનામથી “ધીરજનાં કાવ્યો' (૧૯૨૩) આપનાર કવિ ભાષા, છંદ અને રજૂઆત પરત્વે સારી શક્તિ દાખવે છે પણ કહપનાની ઓછપ તેમાં વરતાય છે. પિતાના કાવ્યસંગ્રહ વિશે યોગ્ય રીતે જ “નથી સૌન્દર્ય કે નથી સુગંધ' કહેનાર મુનિશ્રી છોટાલાલજીની રચનાઓ “લઘુ કાવ્યબત્રીશી (૧૯૨૫) નામે પ્રગટ થઈ છે જે કલાપીની અસર દાખવે છે. શાંતિશંકર વ, મહેતાએ “ચાઈ યાત્રા' (૧૯૨૬) નામનું પ્રવાસકાવ્ય આપ્યું છે. તેમાં બર્માના એક ખડક ઉપર બાંધેલા પેગડા “ચાઈકોરની કરેલી યાત્રાનું શુષ્ક વિગતે ખચિત વર્ણન છે.
નારાયણલાલ ૨. ઠાકર “કાવ્યાવિન્દ' (૧૯૨૬) આપે છે. સંગ્રહમાં કેટલાંક ખંડકાવ્યો છે, પણ પ્રસંગનિરૂપણથી આગળ કવિ વધી શક્યા નથી. “કકિલનિકું જે (૧૯૨૭) અને તે પહેલાંના “કુસુમકળીઓના કર્તા મહાવીરપ્રસાદ શિવદત્તરાય. દાધીચ જન્મ મારવાડી હોવા છતાં શુદ્ધ ગુજરાતી ભાષા અને છંદે પ્રજી શક્યા છે, પરંતુ કવિતામાં સામાન્ય રહે છે. “વાદળી' (૧૯૨૮) એ “વલ્લભ ઉપનામધારી કોઈ લેખક રચિત મેઘદૂતની ઢબે લખાયેલું એ જ પ્રકારના વસ્તુને લઈ લખાયેલું સામાન્ય કાવ્ય છે.
કવિ ત્રિભુવનલાલ કાશીલાલ ત્રિભુવિનંદિની' (૧૯૨૮) આપે છે. નાટકની તરજો, ગઝલ, કવ્વાલી જેવા સ્વરૂપમાં બાધક રીતે રચનાઓ તેમણે આપી છે. જેમાં કશી સત્ત્વશીલતા કે નવીનતા નથી. વલભદાસ ભગવાનજી ગણાત્રાનું મેઘસન્ટેશ” (૧૯૩૦) સ્પષ્ટ રીતે મેઘદૂતની અનુકૃતિ છે. ઉપરનું વાદળી' કાવ્ય આ જ લેખકનું હવાને સંભવ છે. ૧૯૩૦ના વર્ષમાં પ્રગટ થયેલ આ કાવ્ય ત્રીશીની કવિતાને વિષય પરત્વે આરંભ થતો જણાય છે. જેલમાં ગયેલો એક વિદ્યાથી ગાંધીજીને મેઘદ્વારા સંદેશ મોકલે છે એ આ કાવ્યનું વસ્તુ છે. લેખકને સંસ્કૃત ઉપર કાબુ તેમાં કાવ્યરચના કરવા જેટલો પ્રશસ્ય છે. સત્યાગ્રહગીતા' (૧૯૩૧) નામે કાવ્ય તેમણે સંસ્કૃતમાં રચ્યું છે, જેમાંના કેટલાક લેકેમાં કવિની કલ્પનાશક્તિનો સારો પરિચય થાય છે. ચન્દ્રકાન્ત મંગળજી આઝામાં રાસ કરતાં બાળગીત લખવાની શક્તિ વિશેષ દેખાય છે. પેઢામણાં (૧૯૩૧), “ગજરો'(૧૯૩૨)માં તેમણે સારાં બાળકાવ્યો અને જોડકણાં આપ્યાં છે. વાસુદેવ રામચંદ્ર શેલતે “ફૂલવાડી'(૧૯૩૧)માં બોટાદકર-ઢબે રાસ આપ્યા છે. રમણીક કિશનલાલ મહેતાને “મધુબંસી' (૧૯૩૨) સંગ્રહ ન્હાનાલાલની ગાઢ અસર દાખવે છે. હીરાલાલ દ. મહેતાના ‘હરિગીત અને બીજાં કાવ્યો.