________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિએ
[૧૩૫ સામયિકમાં પ્રગટ થઈ રહ્યાં હતાં તેમાં કેટલાકે ઉપનામથી તે કેટલાકે નામથી કાવ્ય લખ્યાં છે. આમાં “ભ્રમર', “કુંજ', “મુકુલ”, “નિર્ગુણ”, “કુસુમ', “વ્રજવિહારી', “રસંનિધિ', “નૂતનશ્રી', જેવા ઉપનામધારી કવિઓ છે તો જીવાભાઈ એ. પટેલ, હિંમતલાલ જગન્નાથ પંચોળી, હાસમ હીરજી ચારણિયા, ચતુરભાઈ ઉમેદભાઈ પટેલ વગેરે સ્વનામે લખનાર કવિઓ પણ છે તેની નોંધ લેવી ઘટે.
લલિત આદિ કવિઓ લલિત (જન્મશંકર મહાશંકર બૂચઃ ૧૮૭૭–૧૯૪૭)
મધુકંઠીલા ભજનિક' (મેઘાણ), ગીતકવિ' (હાનાલાલ), મોસમી ગુલાબ (મ.મિ. ઝવેરી) અને “સેરઠકેલિ' (શંકરલાલ શાસ્ત્રી) તરીકે બિરદાવાયેલા વડનગરા નાગર જ્ઞાતિના આ મુલાયમ હૃદયના કવિને જન્મ જૂનાગઢમાં થયો હતો. ' આરંભમાં ત્યાં અને પછી રાજકોટમાં એમણે અભ્યાસ કર્યો હતો. દસમે વર્ષ લલિતાગૌરી સાથે એમનું લગ્ન થયેલું પરંતુ ઈ. ૧૮૯૪માં પત્નીનું અવસાન થયું. તેમના પ્રત્યેની પ્રેમેસ્કટતાએ જ લલિત' ઉપનામ એમણે સ્વીકારેલું. એ જ વર્ષે રાજકેટની હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા ગયા. ઈ. ૧૮૯૬માં તારાગૌરી સાથે લગ્ન કર્યું. ઈ. ૧૮૯૯થી ૧૯૦૨ સુધી સાત વાર મૅટ્રિકની પરીક્ષામાં બેઠા, પણ ગણિતને કારણે મેટ્રિક થઈ શક્યા નહિ. ઈ. ૧૯૦૩માં સ્કૂલ ફાઈનલ અને પછી એસ.ટી. સી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. અભ્યાસકાળ દરમ્યાન સંસ્કૃત, અંગ્રેજી, વ્રજ, ગુજરાતી સાહિત્યનો અભ્યાસ એમણે પ્રીતિપૂર્વક કર્યો હતો, એટલે એમની સાહિત્યરુચિ વિકસી અને સાહિત્યના શિક્ષક તરીકે સારી સફળતા મેળવી. બાલ્યકાળથી માતા અને માતામહી તરફથી મળેલા ભક્તિના તેમ જ સાહિત્યના સંસ્કારોથી, પિતા-પિતામહ તરફથી પ્રાપ્ત થયેલી સાહિત્યવાચનની સુટેવથી અને અનંતપ્રસાદ વૈષ્ણવ, રણજિતરામ, કલાપી, ન્હાનાલાલ જેવાને ગાઢ સંપર્કથી પિષાઈને સંવર્ધાયેલી સાહિત્યરુચિથી એમને કવિજીવ કેળી ઊઠયો. “કલાપી” એ, એમના કમળ નેહભર્યા હૃદયને ઓળખ્યું હતું અને લલિતને ઉદ્દેશીને બાલકવિ' નામે કાવ્ય પણ લખ્યું હતું. લાઠીમાં રાજવી-કુટુંબના શિક્ષક તરીકે લલિત” દસેક વર્ષ રહ્યા હતા. કવિ ગેંડલની હાઈસ્કૂલમાં શિક્ષક હતા ત્યારે ‘કાન્ત’ અને ન્હાનાલાલ ત્યાં કવિનું “સીતા-વનવાસ નાટક જોવા માટે આવેલા. ન્હાનાલાલે કવિનું “મટૂલી' કાવ્ય ઈ. ૧૮૯૭માં “સાહિત્ય” માસિકમાં પ્રગટ કરાવ્યું અને એમને નવું બળ મળ્યું. ઈ. ૧૯૦૮માં ગોંડલ છેડી રાજકોટ