________________
8. ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૦૯
વિશ્વધર્મ ઉપરની શ્રદ્ધામાં ધર્મ, તત્ત્વજ્ઞાન ને વિજ્ઞાનને સમન્વય કરતા આ કાવ્યને આપણું સૌથી લાંબું નવી રીતિનુ ચિંતન કાવ્ય ગણે છે. ૧૭
તેમનાં પ્રતિકાવ્યામાં કટાક્ષમય હાસ્યરસના આછા અંકુર દેખાય છે. પણ આ બધા કરતાં ખબરદારમાં વીરરસનું નિરૂપણું ઉત્તમ રીતે થયુ' છે. ‘ભારતના ટંકાર'ના ગર્જન વિભાગ અને ‘રાષ્ટ્રિકા'ના ‘સંગ્રામનાં ગીતા'માં જે પ્રબળ વીરરસનું ઉત્કટ રીતે આલેખન થયું છે તે ભાગ્યે જ આપણે ત્યાં અન્યત્ર મળશે. એમાં જાણે ‘ભડકે ખેાળ્યા શબ્દ' વડે વીરરસના ‘પર્વત જેવા તરંગ' ઊછળે છે. એમની આ ‘રણુરસરંજન’કવિતાના રાશિમાં ઉત્તમેાત્તમ શક્તિ પ્રગટ થઈ છે. નર્મદની ગુજરાતપ્રીતિ અને દેશભક્તિને વારસા સૌથી વધારે પ્રમાણમાં ખબરદારને જ મળ્યા છે. તેમનાં આવાં કાવ્યેામાં પ્રભાવશાળી વ્યક્તિત્વની છાપ, ધગશ, આશા, ઉલ્લાસ, પ્રાત્સાહન અને પ્રેરણાનું સિંચન છે. અમારા દેશ', ‘ભારતમાતા અને તેના કવિઓ', ‘પ્રકાશનાં પગલાં', ‘અનન્ય ભારત', રત્નહરણ', ‘એ ગુજરાત ! એ ગુજરાત !’, ‘ગુજરાતનેા યજ્ઞકુંડ, ખાંડાની ધારે' અને ‘દેવીનુ ખપ્પર’ જેવાં ઉત્તમ રાષ્ટ્રગીતા ‘શુદ્ધ સ’સ્કારી બળવતી ગુજરાતી ભાષામાં' તેમના તરફથી મળ્યાં છે. એ પૈકીનું તેમનુ` રત્નહરણ' ત। ગુજરાતનું સર્વપ્રથમ રાજદ્રોહી કાવ્ય છે. દેવીનું ખપ્પર' તેા આપણા કાવ્યસાહિત્યમાં ઊંચુ` સ્થાન મેળવે તેવુ છે.
રાષ્ટ્રીય અસ્મિતાની કેડી આપણી કવિતામાં વિશાળ રાજમા બની, પણ કાઈ કવિ આ બાબતમાં ખબરદારની હરાળમાં આવી શકે તેમ નથી. રાષ્ટ્રપ્રેમની આલખેલ પેાકારનાર ખબરદાર આપણે ત્યાં અનન્ય છે. અંગ્રેજીમાં જેને Action Songs કહે છે તેવાં વીરરસભર્યા કાર્ય પ્રેરક સક્રિય કાવ્યા અને ગીતા આપણે ત્યાં સૌથી વધુ ને ઉત્તમ એમણે જ આપ્યાં. જન્મભૂમિ-વાત્સલ્યની ભાવનાના તે સમ” ગાયક છે. તેમનાં દેશભક્તિનાં કાવ્યામાં તેમણે જણે પેાતાનું શૌર્યસભર અંતર ઠાલવ્યું છે. એમનાં સ્વાતંત્ર્યગીતા અને સંગ્રામગીતાએ સ્વરાજ્યના સૈનિકામાં રણને ઉત્સાહ સારી પેઠે જગાડયો. ભારતના કવિએ જ્યારે બહુધા કાયલ ને પ્રણયનાં ગીતા ગાતા હતા ત્યારે એમણે વીરરસ અને દેશભક્તિનાં ગીતા ગાયાં. સુન્દરમની દૃષ્ટિએ તેમની કવિતા-પ્રવૃત્તિનું આ સૌથી વિશેષ તેજસ્વી પાસું છે.
ખબરદારની ગુ. ક.ની રચનાકળા'માંની મુગ્ધ માન્યતા મુજબ સંગીતકલા અને કવિતાકલાને ભારે સગપણુ છે. તેમની આ માન્યતા દલપતરામને કાવ્યાદર્શ સ્વીકારવાથી આપાઆપ આવે એ સમજી શકાય તેમ છે. એમનાં કાવ્યેા પર દૃષ્ટિપાત