________________
૧૧૦]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [4. ૪ કરીએ તે તરત જ સમજાય છે કે છંદબદ્ધ રચનાઓ કરતાં એમણે રાગરાગિણીએમાં રચેલાં કાવ્યોનું પ્રમાણે વિપુલ છે. વળી એમનાં છ દેબદ્ધ કાવ્યો ગેય જ છે અને જે નવા દે, છેદનાં સંમિશ્રણ કે સરવાળા બાદબાકી યા ભાગાકારથી એમણે રચ્યા છે તે સવે પણ ગેય છે. આમાં એક રીતે એમની સંગીતની સૂકમ સમજ પ્રગટ થાય છે. એમ કહીએ કે કવિએ ગેયતાને પિતાનો સિદ્ધાંત પ્રતિપાદન કરવા માટે જ આમ કર્યું હોય કદાચ, પણ બીજી રીતે તે કાવ્યમાં અર્થ સંભાર ખૂટે છે.
“કલિકા: તેમની કવિતા પર અંગ્રેજી સાહિત્યના સંસ્કારો ઘણા જોવા મળે છે. એમના વિવિધ છંદપ્રયોગ અને સેનેટ આ કથનના ઉદાહરણરૂપ છે. એમની કવિતામાં જુદા જુદા કવિઓની વાણુના કે વિચારના પડઘા સંભળાય છે. ક્યાંક તો તેમણે ફ્રાન્સિસ ટોમ્સન અને જે મેરિડિથમાંથી સીધું જ લીધું હોવાના આક્ષેપો થયા છે. સંદેશિકા’નાં ‘અગોચર ધામ”, “શન્ય પિંજર' અને “મધુરી' કાવ્ય ટસનનાં કાવ્યો પરથી લખાયાં હોવાનું વિજયરાયે૧૮ તથા “કલિકા'માં કેટલુંક જોર્જ મેરિડિથના “લવ ઈન ધ વેલીના પંક્તિશઃ નિર્જીવ ભાષાંતર જેવું હોવાનું વિશ્વનાથ ભટ્ટે દર્શાવ્યું છે. આથી કૃત્રિમતા આવવા પામે છે. અને “કલિકા'માં સુશ્લિષ્ટ સમગ્રતા ને ભાવોના સ્વદેશીપણાની છાપના અભાવથી કલ્પનાની પ્રેરક રમણીયતા હોવા છતાં એ ચિરસ્થાયી સંસ્કાર પાડી શકતું નથી. “કલિકા” એ હૃદયના ઉત્કટ ભાવથી અંકિત પ્રિયાપ્રેમની કવિતા છે અને એમાં મુક્તધારા છંદમાં રચાયેલ વિવિધ પાંદડીઓ રૂપી ૩૭૩ મુક્તકમાં કલ્પનાચિત્રોની ભરચકતા છે. એમાં આનંદશંકર ધ્રુવના મત મુજબ અંગ્રેજી કાવ્યો જેવાં ઇદ્રિયગ્રાહ્ય સૌન્દર્યચિત્રોની સાથે સૂફીને જેવી આધ્યાત્મિક સૌન્દર્ય. પૂજા પણ છે.૨૦ એના નહિવત્ વિકાસમાન કથાનકમાં પ્રણયી નાયકના અંકુરતા પ્રણયથી માંડી એની વિજયસિદ્ધિની સાત ભૂમિકાઓનું આલેખન એકેક કડીમાં એક ભાવ, વિચાર કે કલ્પનાતરંગ તાજગી ને મનોહારિતાથી ગૂંથીને કવિએ કર્યું હોવાનું જણાવી, વિજયરાય તેને “કલાન્ત કવિ પછીનું સ્નિગ્ધતાભર્યું ને નવા ઉચિત ચિત્તહારી અલંકારોના પ્રભાવે પ્રકટતાં રમણીય કલ્પનાચિત્રવાળું એ પહેલું સળંગ મોટું મહત્વનું પ્રેમકાવ્ય કહે છે. એમાં શબ્દાળુતા, અસાધારણ લંબાણ, પ્રેમવિષયને પ્રતિકૂળ લાલિત્યરહિત છંદ, તર્ક કલ્પનાની કૃત્રિમતા અને સુઘટ્ટ વણાટને અભાવ જેવી મર્યાદાઓ છે. પણ બંધન' વિભાગનાં મુક્તકમાં કવિની સૌન્દર્ય અને કવિત્વશક્તિ પ્રગટ થયેલી છે.
તેમણે પિતાની “સાહિત્યપ્રેરિતતા” કબૂલતાં કહ્યું જ છેઃ “મારી કાવ્યપ્રેરણાઓ કંઈ એક જ ઠેકાણેથી નથી આવી...એ સૌના સંભારમાંથી સંસ્કાર