________________
૧૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ J. ૪ દર્શનિકા એ કરુણપ્રશસ્તિ નથી, પણ ઝૂલણા છંદમાં રચાયેલ તત્ત્વજ્ઞાનમંડિત છ હજાર પંક્તિના અત્યંત ગંભીર ને હૃદયંગમ ચિંતનકાવ્યમાં ભક્તિસભર શાંતરસ છે. સૃષ્ટિની અસ્થિરતા, મૃત્યુનું નૃત્ય, જીવનનું ગાન, વિકાસની વેદના, ધર્મવાદનું ધુમ્મસ, અનંતત્વની સાંકળી, વિશ્વચેતન્યને યોગ, જીવનનું કર્તવ્ય અને સ્નેહને વિશ્વધર્મ આદિ નવ વિભાગોમાં વહેંચાયેલ એ રચનામાં ભાષા અને કલ્પનાનું સુભગ સૌન્દર્ય, સાત્વિક ચિંતન, સ્નેહના વિશ્વધર્મનું આલેખન, માનવજીવનની સમસ્યાનું પ્રતીતિજનક આલેખન, ઉજજ્વલ આશાવાદ, મિની આદ્રતા તથા કાવ્ય અને તત્વજ્ઞાનને સમન્વય આદિ તરવો છે. ગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર’માં, મુનશી કહે છે તેમ, એમાં બહુ ઓછી ગુજરાતી કવિઓ પહોંચી શક્યા છે તેવી ઋજુ—ભવ્ય સાદાઈને કવિની ભાષા પહોંચે છે. ક્યાંક ગદ્યાળુતા, અકારણ વિષયાંતર, એકવિધતા, પાંખો વણુટ, નીરસ પુનરુક્તિ, શબ્દબાહુલ્ય, સંયમને અભાવ, શિથિલતા, આયાસ, સચોટતાની ખામી, દલપતરીતિની બોધકતા અને અમૌલિકતા આદિ મર્યાદાઓ હોવા છતાં આપણે ત્યાં આ મહત્ત્વાકાંક્ષી મહાકૃતિ અનન્ય છે. એમાં જીવનમૃત્યવિષયક જ્ઞાનમય સુંદર ચિંતન છે
“જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે;
હે ભલે ઉભયના પંથ પંથ ન્યારા પણ ખરે મૃત્યુ એ અધિક સુંદર દિસે
જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણ ક્યારા” સરસ રીતે કવિ અંતમાં ધર્મનું પ્રેરક ઉદબોધન કરે છે–
શુદ્ધ એ સ્નેહ સૌ હૃદયમાં ધાર,
રેલ સ્નેહ એ આસપાસે; સ્નેહનું તેજ જે પરમ આનંદ છે,
તે ભરી દ્યો સભર શ્વાસશ્વાસે... જીવવું એટલે જળવું ને ઝબૂકવું:
તે સદા હૃદયમાં સ્નેહ સ્થાપે ! આપજે સ્નેહજયકાર કરતાં અદલ
| સ્નેહનું વિશ્વ સામ્રાજ્ય સ્થાપે ! વિ. . ત્રિવેદીના મત મુજબ ઉદાત્ત ગંભીરતાધારી જીવનના મહાપ્રશ્નને વ્યાપક રીતે ને વિશદતાથી કલાના આડંબર અને ભારેખમડા વગર એક જ છંદની ધૂનમાં છણતી રમણીય તત્વદશી આવી લાંબી કવિતા આપણે ત્યાં અનન્ય છે. સુન્દરમની દૃષ્ટિએ પણ આટલું લાંબું વિચારપ્રધાન કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતામાં પહેલું જ છે. રા. વિ. પાઠક આમાં સૂર પુરાવી સ્નેહના