________________
પ્ર. ૩]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૦૭
સાંજનું મૌન, શરદપ્રભાતની મધુરતા, તારાઓના ઝંડાગાનની ગૂઢતા, પ્રભાતશુક્રની તેજસ્વિતા અને બીજની ચંદાની રમણીયતા વગેરેમાં પૃથ્વી પેલે પારની કઈ કળા કિરતારની કલ્પનાની દૃષ્ટિમાં કવિ જુએ છે અને મુગ્ધ બને છે. ભજનિકા'નાં “બ્રહ્માનંદ' અને “પધરામણું' કાવ્યમાં પણ અદ્ભુત સ્પર્શ માલૂમ પડે છે. “કાવ્યરસિકા', 'વિલાસિકા' અને “સંદેશિકામાં પ્રિયાને અરજ', “પ્રીતિની પ્રસન્નતા, પ્રેમમંદિર, મેં દીઠી તુંને, પ્રેમતરંગ,” “ચંદા સાથે સંદેશે, પ્રેમચક્ષુ', ‘વિરહિણ”, “પ્રેમદાન”, “ગૃહકારનાં બેલડી” અને “ત્રિકાલમાં શંગારરસ છે. કવિ વિપ્રલંભ શૃંગાર બહુ ગાતા નથી, પણ સંગ શૃંગાર વધારે ગાય છે. એમને શંગાર અશ્લીલતાની કક્ષાએ જતો નથી. ભક્તિને જે રસ ગણીએ તે તે “ભજનિકા”, “કલ્યાણિકા', “નંદનિકા' અને “કીત નિકા'માં સારા પ્રમાણમાં મળે છે. એમાં સાક્ષાત્કારની ઝંખનાની ઉત્કટતાના પ્રમાણમાં દર્શન કે સાક્ષાત્કારને આનંદ ઓછો ગવાય છે, પણ તે વધારે પ્રતીતિકર છે. “અગમની ઓળખ'ને પ્રકાશ મળતાં કવિ આનંદ અનુભવે છે. ભક્તિકાવ્યોમાં એકેશ્વરવાદી, જિજ્ઞાસુ ને શ્રદ્ધાળુ ખબરદાર પહેલાં ભક્ત અને પછી ફિલસૂફ તરીકે નજરે પડે છે. પ્રભુદર્શનની ઝંખના અને ફિલસૂફીનો સુંદર કાવ્યરૂપે સમન્વય થવાથી “પાંખડી', દિલની વાતો', “સંતાકૂકડી', “સુરસંદેશ”, “અશ્રવિજય”, “ત્યાગ', “સાહેબાની નાવડી”, “નવલા દેશ આદિ ભજને કવિતા તરીકે સર્વોત્તમ હોવાનું અને તેમાંય “નવલા દેશ' સુંદર ભાષા, ગતિશીલ પ્રતિરૂપે, સાચી ભક્તિ, અકૃત્રિમતા અને વિરલ કાવ્યત્વથી આપણાં આધુનિક ઉત્તમોત્તમ ભક્તિકાવ્યોમાં સ્થાન પામે તેવું બન્યાનું વિ. ૨. ત્રિવેદી નોંધે છે. ૫ એને સમર્થન આપી વિ. ક. વૈદ્ય સર્જકતાના. વ્યાપક તત્વથી પ્રાણવાન બનેલાં એમનાં પચીસેક ભજનમાં કવિત્વ-ઈન્દુ વિરલ કાવ્યગુણે અંકિત થઈ સોળે કલાએ ખીલેલો હોવાનું જણાવી એ પૈકી દશ સર્વગુણસંપન્ન અને ચૌદ બહુગુણસંપન્ન હેવાનું આલેખે છે. | દર્શનિકા'માં પુત્રી તેમનાના વિરહ નિમિત્તે કરુણરસને આવિર્ભાવ થયો નથી. એમાં તે કવિનું ચિત્ત પરમતત્વની મીમાંસામાં ખૂલે છે, પણ “કાવ્યરસિકા'માંના “પુત્રીવિરહ' કાવ્યમાં અને “સંદેશિકા'માં “શ પિંજર' કાવ્યમાં પત્ની વિરહ નિમિત્ત અને સ્વર્ગસ્થ પત્ની સૌ. પીરજાબાઈને'માં કરુણરસનું હદયદ્રાવક નિરૂપણ થયું છે. આ પૈકીનું “શૂન્યપિંજર' ખરેખર પત્ની વિરહ નિમિત્તે લખાયું નથી. પણ એ તે વિજયરાયે દર્શાવ્યું છે તેમ ફાન્સિસ ટોસનકૃત “A carrier Song'નું ભાષાંતર-રૂપાંતર જ છે, “રાષ્ટ્રિકા અને ભારતને કારમાં ભારતને વિનિપાત જોઈ કરુણતાથી કવિનું હૈયું દ્રવે છે.