________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ લીધી હતી. કવિતામાં રાસા, પ્રબંધ, ફાગુ, આખ્યાન, પદ્યવારતા, કાકા, મહિના કે બારમાસી, થાળ, આરતી વગેરેનું સ્થાન પાશ્ચાત્ય શિલીનાં ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, કરુણપ્રશસ્તિ, સોનેટ, ગઝલ વગેરે નવાં સ્વરૂપ લીધું તે સાથે કવનવિષયો અને કવિઓની દષ્ટિ પણ પલટાયાં. વૈરાગ્ય, ભક્તિ અને નીતિઉપદેશનું મધ્યકાળનું લગભગ એકવિધ ગાણું સાવ અદશ્ય તો ન થયું, પણ કવિતાએ ઈશ્વર ઉપરથી નજર માનવી ભણું વાળતાં સંસારી રસનું ગાન કશાં શરમ સંકોચ વિના ગવાતું થયું અને પ્રતિષ્ઠા પણ પામ્યું. જીવનના આનંદની ઉપાદાનભૂત સામગ્રી જેવાં પ્રણય અને પ્રકૃતિ કવિતાના કવનવિષય તરીકે પ્રતિષ્ઠિત બન્યાં. રાષ્ટ્રીય અસ્મિતાના ઉદયે સ્વભૂમિનાં સૌંદર્ય-ગૌરવના ગાનને વિષય પણ ઉમેરી આપ્યો. આ સાથે અર્વાચીન ગુજરાતી કવિતાએ ઈશ્વરને સાવ વિસારે પાડી દીધે નહિ, પરંતુ ભક્તિભાવની એની નિરૂપણરીતિ નવી જીવન-હવાને અનુરૂપ અવશ્ય બદલાઈ. દલપતરામ, નર્મદાશંકર, ભેળાનાથ, બાળાશંકર, મણિલાલ, હરિલાલ, ભીમરાવ, નરસિંહરાવ, ગોવર્ધનરામ, કાન્ત', “કલાપી” આદિના કાવ્યસર્જન દ્વારા ગુજરાતી કવિતાએ પિતાની વિકાસક્ય આરંભી દીધી હતી. ગદ્યમાં નર્મદની તેજસ્વી શરૂઆત પછી નંદશંકર, નવલરામ, મણિલાલ, ગોવર્ધનરામ, નરસિંહરાવ, કેશવલાલ ધ્રુવ, રમણભાઈ, આનંદશંકર અને કાન્ત” આદિની કલમે ગુજરાતી ગશે ચમત્કારિક વિકાસ સાધી બતાવ્યો હતો. ગદ્ય-સાહિત્યપ્રકારોમાં નવલકથામાં નંદશંકર અને ગોવર્ધનરામ, નાટકમાં રણછોડભાઈ, નવલરામ તથા મણિલાલે, ચરિત્રમાં મહીપતરામ, નવલરામ અને ગોવર્ધનરામે, નિબંધમાં નર્મદ, નવલરામ, મણિલાલ, રમણભાઈ અને નરસિંહરાવે અને સાહિત્યવિવેચનમાં નર્મદની જરા જેવી શરૂઆત પછી નવલરામ, મણિલાલ, રમણભાઈ, નરસિંહરાવ અને આનંદશંકરે ગણનાપાત્ર ફાળો ગત શતકના અંત પહેલાં નોંધાવી દીધો હતો. ભાષાના અભ્યાસમાં વ્રજલાલ શાસ્ત્રી, કેશવલાલ ધ્રુવ આદિની અને ઈતિહાસ-પુરાતત્ત્વમાં ભગવાનલાલ ઇંદ્રજીને હાથે કેટલુંક ઉપયોગી કામ થયું હતું. રમણભાઈ પાસેથી કાવ્યતત્ત્વચર્ચા ઉપરાંત “ભદ્રભદ્ર' દ્વારા હાસ્યરસની લહાણ ગુજરાતને મળી હતી. મેઘદૂત’, ‘માલતીમાધવ’, ‘ઉત્તરરામચરિત’, ‘શાકુન્તલ', “મુદ્રારાક્ષસ”, “ગીતગોવિંદ', કાદંબરી' આદિ સંસ્કૃત કાવ્યનાટકાદિના અનુવાદ પણ ગુજરાતને મળ્યા હતા.
ગત શતકના ઉત્તરાર્ધથી શરૂ થયેલ અર્વાચીન ગુજરાતી સાહિત્ય પ્રારંભના પાંચ દાયકામાં બે પ્રકારને લેખકવર્ગ દેખાડે છે. ઈ. સ. ૧૮૫થી ૧૮૮૦ સુધીના ગાળામાં લેખકે અંગ્રેજી પદ્ધતિની પણ ગુજરાતી ભાષા દ્વારા શાળાકેળવણુ પામેલા અને અંગ્રેજી ભાષા સાથે તેવું શિક્ષણ પામેલા એમ બે પ્રકારના હતા. એ ઉભય વગે હાથમાં કલમ પકડેલી તે નવશિક્ષણજન્ય જાગૃતિ અને