________________
ભૂમિકા
[ ૩ ઉત્સાહથી પ્રેરાઈને અને લેકેને સુધારવા અને પ્રગતિને પંથે ચડાવવાની ભાવનાથી. આથી તે ગાળાનું કવિતા, વાર્તા, નાટક, નિબંધ વગેરેમાં થયેલું સર્જન બહુધા લેકશિક્ષણના ધ્યેય કે ઉદ્દેશને વરેલું અને તેથી સુધારાલક્ષી કે લેકબેધક બન્યું હતું. સંસારસુધારે જ સાહિત્યનું મોટું પ્રેરક બળ બની જઈએ ગાળાનું આપણું સાહિત્ય એ યુગધર્મનું જ વાહન કે પ્રચારસાધન બની ગયું હતું. ૧૮૮૦ પછી યુનિવર્સિટીના પદવીધો સાહિત્યક્ષેત્રે પ્રવેશ્યા તેની સાથે સાહિત્યદષ્ટિ એટલે કલાદષ્ટિ વધતી ચાલી અને લખાણમાં પ્રગટ થતી વિચારણુમાં મુગ્ધ ઉત્સાહને સ્થાને સ્વસ્થતા અને પફવતા, તથા વિદ્વત્તામાં ઊંડાણ તથા વ્યાપકતા આવ્યાં, જે કારણે તેમના લેખનકાળને પંડિતયુગ” એવું આદરસૂચક નામ આપણે ત્યાં આ શતકમાં અપાયું ને વપરાતું થયું છે. એને મુકાબલે જેને જગૃતિયુગ કે સંસારસુધારાયુગ કહેવાય છે તે આગલા અઢીત્રણ દાયકાના સાહિત્યમાં વિષય પરવે કશા વિધિનિષેધ કે નિયંત્રણ વિનાની પૂરી લોકશાહી પ્રવર્તતી હતી અને ભાષા પણ બેલચાલની નજીકની આમવર્ગની મોટેભાગે હતી. પંડિતયુગમાં રસરુચિ વધુ પરિષ્કૃત બનતાં કવિતા તેમ અન્ય સર્જનાત્મક સાહિત્યમાં વિષય પરત્વે કાવ્યોચિત કે સાહિત્યચિત કક્ષાને આગ્રહ વધતાં પસંદગી અને સીમિતતા આવ્યાં અને ભાષા પર શિષ્ટતા અને ગૌરવ માટે પક્ષપાત વધતાં તેમાં સંસ્કૃતપ્રચુરતા આવી. “ભદ્રંભદ્ર'ના લેખકને એના અતિગની મશ્કરી કરવી પડી હતી.
૧૯મા શતકના અંત સાથે પંડિતયુગની સમાપ્તિ થઈ ગઈ નહિ, એણે એક શતકમાંથી બીજામાં પદાર્પણ કર્યું એટલું જ. એના મહારથીઓમાંથી મણિલાલે ૧૮૯૮માં અને ગોવર્ધનરામે ૧૯૦૭માં વિદાય લીધી, પણ નરસિંહરાવ, કૃશવલાલ, રમણભાઈ, આનંદશંકર, બળવંતરાય આદિની લેખિની ચાલુ શતકમાં ચાલતી રહી. કેશવલાલ ધ્રુવનાં “વિક્રમોર્વશીય અને ભાસનાં નાટકોનાં ભાષાંતર તથા અભ્યાસ-સંશાધન-પૂર્ણ ઉપઘાતો અને ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના'ને ગ્રંથ, રમણભાઈનું “રાઈને પર્વત' નાટક તથા સાહિત્યવિવેચન, ધર્મ અને સંસારસુધારા પરના લેખે, આનંદશંકરના ધર્મ, સાહિત્ય, કેળવણી આદિ પરના લેખો અને તેમનાં પુસ્તકે, નરસિંહરાવના વિલ્સન-ભાષાશાસ્ત્ર વ્યાખ્યાને, “સ્મરણમુકુર', “મનમુકુર', “અભિનયકલા આદિ પુસ્તકો, બળવંતરાય ઠાકોરના કાવ્યસંગ્રહે, વાર્તાસંગ્રહ, અનુવાદ અને સાહિત્યવિવેચનનાં પુસ્તકે, નર્મદાશંકર મહેતાના ભારતીય તત્વજ્ઞાનના તથા ઉપનિષવિચારણું અને શાક્ત સંપ્રદાય પરનાં પુસ્તકે ચાલુ શતકના પૂર્વાર્ધમાં મળ્યાં છે. ન્હાનાલાલનું સમગ્ર સર્જન પણ આ સમયાવધિનું. એમની જેમ જેમના કાવ્યસર્જનની