________________
પ્રકરણ ૧
ભૂમિકા “કલાપી'ના અવસાન અને ન્હાનાલાલના સાહિત્યક્ષેત્રે પ્રાગટયની સાથે આપણે ઈસવી વીસમા શતકમાં પ્રવેશીએ છીએ. બ્રિટિશ શાસનના આરંભ પછી મિશનરીઓની તેમ સરકારી નિશાળે, યુનિવર્સિટીશિક્ષણ, મુદ્રણયંત્ર, છાપખાનાં, વર્તમાનપત્રો ને સામયિકો, નાટકશાળા ને રંગભૂમિ, પુસ્તકાલયો, કેળવણી, સંસારસુધારો, ધર્મજાગૃતિ અને સાહિત્યના વિકાસ અથે શરૂ થયેલી સંસ્થાઓ – એ સર્વને પ્રતાપે આપણું “અચલાયતનને દરવાજે ઊઘડી જઈ નવી પ્રાણદાયી હવાને સંચાર થતાં દેશ સમસ્તમાં તેમ આપણે ત્યાં ફુરેલી નવજાગૃતિને ઉત્સાહી મૌધ્યકાળ પૂરો થઈ ગત શતકના સમાપ્તિકાળે જૂના-નવાને દષ્ટિભેદ વિગ્રહ પતાવી સ્વસ્થતા, સમતુલા અને સમન્વયને માર્ગે ચાલતો થઈ ગયો હતો. સંસારસુધારાએ ઉત્તરવયના નર્મદ અને મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર આદિને પ્રતાપે પોતાનું ઉચ્છેદક સ્વરૂપ છેડી યુગાનુરૂપ આચારપરિવર્તન અને વિવેકપૂત બુદ્ધિવાદની દિશા પકડી હતી. ધર્મક્ષેત્રે નર્મદ, મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર, નૃસિંહાચાર્ય, નથુરામ શર્મા આદિ પુરુષવિશેષોની. લેખનપ્રવૃત્તિને લીધે પરંપરાગત ધર્મ-તત્ત્વજ્ઞાન પ્રતિ સમજદારીપૂર્વકની અભિમુખતા વધતી જવાની સાથે નવી કેળવણી પામેલા આસ્તિકોને આકર્ષનારી બંગાળની બ્રહ્મસમાજને અનુસરતી પ્રાર્થનાસમાજ, સ્વામી દયાનંદસ્થાપિત આર્યસમાજ અને થિયોસોફિકલ સોસાયટીએ પ્રેરેલા ચેતનને જુવાળ પણ ઓસર્યો ન હતો. રાષ્ટ્રીય અસ્મિતાને ઉદય થવા માંડતાં રાષ્ટ્રીય મહાસભા, જે પ્રથમ તે પ્રજાની અગવડો તથા ફરિયાદ વિદેશી રાજકર્તાઓને કાને નાખવા સ્થપાઈ હતી, તે રાજકીય સુધારા અને પ્રજાને માટે વિશેષ હક માગતી થવા માંડી હતી. આપણું સાહિત્ય યુનિવર્સિટીશિક્ષણને લીધે અંગ્રેજી, સંસ્કૃત અને ફારસી સાહિત્યને વ્યાપક તેમ ઊંડો અભ્યાસ વધતો જતાં તે ત્રણેની ગ્રાહ્ય અસરો ઝીલી ગદ્ય અને પદ્ય ઉભય ક્ષેત્રે નવું તેજ બતાવવા સાથે આવી સામાજિક, ધાર્મિક, રાજકીય પ્રવૃત્તિઓ અને વિચારપ્રવાહની પ્રેરણું ઝીલતું અને પિતાનામાં તેને પ્રતિબિંબિત કરતું જતું હતું.
સંકે પટાયો તે પહેલાં ગુજરાતી સાહિત્ય કેટલીક નોંધપાત્ર પ્રગતિ કરી