________________
[ ૯૫
· પ્રૂ. ૨]
ભૂતપ્રેતના વહેમ અને સ્રોશિક્ષણ વિધવાવિવાહ જેવી બાબતમાં તેમને દેશકાળ જોતાં દલપતરામ જેમ સુધારક હતા, તેમ ન્હાનાલાલે પણુ સામાજિક રૂઢિલગ્નને સ્થાને સ્નેહલગ્નની અને દેહલગ્નની વિધવાને માટે પુનર્લગ્નની હિમાયત કરીને તેમ જ પાતે બ્રહ્મસમાજી-પ્રાર્થનાસમાજી સુધારકતા પેાતાના અંગત વનમાં ભાજન તિલક દેવદર્શીન તનિયમાદિ પરત્વે દેખાડી અત્યજ પરિષદના પ્રમુખ પણ બનવામાં પ્રગટ કરી હતી, જેને દલપતરામની સુધારકતાનું અર્વાચીનતામાં આગળ વધેલા દેશકાળમાં ન્હાનાલાલને હાથે થયેલું વિસ્તરણ જ કહેવાય. મ્હારેલા એટલે વિકસેલા, આગળ વધેલા, દલપતરામ તરીકે પેાતાને આળખાવવામાં ન્હાનાલાલને આશય પેાતાની પિતા પરની સરસાઈ બતાવવાને નહિ, પણ પેાતે એમના જ કાઈને, એમની જ ભાવના કે જીવનદૃષ્ટિને એમની ગુજરાતસેવાને ચાલુ રાખી લંબાવી રહ્યા છે એમ સૂચવી પિતાની સંસ્કારસેવાનું ગૌરવ કરવાના હતા એ સ્પષ્ટ છે. આ રીતે જોતાં કવિનું એ વિધાન સાચું કહેવાય. બાકી, અંતઃપ્રકૃતિએ તા ન્હાનાલાલ પિતા દલપતરામ જેવા સ્વસ્થ, ઠાવકા અને વ્યવહારુ શાણપણવાળા પુરુષ કરતાં સ્વાતંત્ર્યપ્રિય, આત્મપ્રેમી, અને સાહસપ્રિય નર્મદના જેવા વિશેષ હતા. એમનુ એ ‘રામૅન્ટિક’ સ્વભાવલક્ષણ એમના સાહિત્યસર્જનમાં એમની અભિવ્યક્તિમાં અને સાહિત્યિક સાહસપ્રયાગામાં વ્યક્ત થયા વિના રહ્યું નથી.
ન્હાનાલાલ
ગેાવનરામે જે ગદ્ય દ્વારા કર્યુ. તે કવિતા દ્વારા કરવાના પેાતાના મનારથની કવિએ વાત કરી છે. એમની કૃતિઓ વાંચતાં ઘણી વાર ‘સરસ્વતીચંદ્ર’ યાદ આવી જાય. ગાવનરામના જ સંદેશને કવિ પેાતાનાં કાવ્ય-નાટકાદિમાં પેાતાની લાક્ષણક ઢબે રજૂ કરતા હાય કે અનેક વિસ્તારતા કે લંબાવતા હાય એમ બતાવનારાં પ્રમાણુ અભ્યાસીઓને મળી આવે તેમ છે. ન્હાનાલાલની સ્નેહલગ્ન ને આત્મલગ્નની ભાવના સરસ્વતીચંદ્ર અને કુમુદની પ્રણયકથામાંથી સ્ફુરતા ગેાવનરામના સંદેશની જ વાહક છે. ન્હાનાલાલનેા કામ અને પ્રેમ વચ્ચેને ભેદ એ ગાવ નરામના સ્નેહમુદ્રા'માંના મદન અને રતિ વચ્ચેના ભેદનું તથા એમની આત્મલગ્નની ભાવના ‘સરસ્વતીચંદ્ર'માંની સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતની ગાવર્ધનરામની ભાવનાનું શબ્દાન્તર જ છે. ‘જયા-જયન્ત’ તા ‘સરસ્વતીચંદ્ર'ને નજર સમક્ષ રાખી લખાયેલું નાટક છે. એના અન્તભાગમાં નાયકનાયિકાનું મિલન અને ભાવિ જીવનની તેમણે નક્કી કરેલી દિશા સરસ્વતીચંદ્ર અને કુમુદની પ્રણયકથાના ગાવ નરામે નિરૂપેલા ઉકેલનું જ કવિશાઈ રૂપાન્તર છે. સરસ્વતીચંદ્રની માફક ન્હાનાલાલનાં કેટલાંક નાટકાના અને એજ અને અગર' જેવાં