________________
૯૪]. ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ વયની કૃતિઓમાં પણ સળંગ રીતે નહિ તે અવારનવાર સહદયને ખુશ કરી દે એવો એમનો અસલી પ્રતિભાઝબકાર ઝબકી જતે અનુભવાય છે. પિતે પિતાને અતિક્રમી જઈને આગલી સિદ્ધિનેય ઝાંખી પાડે એવી નવી કે મોટી સિદ્ધિ ઓછી દેખાડે છે એટલું જ તાત્પર્ય છે. પણ આવી કથા તે આપણા ઘણું અર્વાચીન સફળ સર્જકે માટે પણ કરવાની હોય છે.
- ન્હાનાલાલ કવિતામાં પદ્યના માધ્યમની બાબતમાં પ્રણાલિકાનુસરણ જેટલું જ પ્રણાલિકાભંજકનું બંડખોર માનસ બતાવે છે, સુધારકતા દેખાડે છે એટલી જ રૂઢ પ્રણાલિકાની ઊજળી બાજુય બતાવે ને ક્યારેક પુરસ્કાર પણ છે, સ્વાતંત્ર્યના હિમાયતી છે એટલી જ શીલ-સદાચારની - સંયમ-નિયમના બંધનની વાત કરે છે. એમનામાં ઉદાર સમન્વય-દષ્ટિ કે “વિશાળી વૈષ્ણવતાનું પ્રાબલ્ય હોઈ આમ બને છે. તેમના સાહિત્યમાં રોમેન્ટિક સાથે કલાસિકલ વૃત્તિ, પ્રગતિશીલતા સાથે સંરક્ષકતા, નવીનતા સાથે પ્રાચીન પૂજ, સુભગ સૂત્રાત્મક ઉક્તિલાઘવ સાથે શબ્દાળુ પ્રસ્તાર, નિર્વ્યાજ સરળતા સાથે આડંબર, સાચાં લાલિત્ય અને ભવ્યતાની સાથે જ એ બેઉની સિદ્ધિ માટેની સુંઘી શાબ્દિક યુક્તિઓ, ભવ્યતા સાથે પ્રાપ્તતા, કાત્કર્ષ હેતુ બનતી વાગ્મિતા સાથે કાવ્યોપકર્ષ કારક બનતી વાગ્મિતા, શિષ્ટ સંસ્કારી કાવ્યોચિત વાણુ સાથે તળપદા શબ્દપ્રયોગ, નિયમબદ્ધ સુંદર પદ્યરચના સાથે પિંગળના નિયમોમાં લીધેલી અસુભગ છૂટે, નવસર્જનની તાજગી સાથે શિલીદાસ્ય, એમ પરસ્પર વિરોધી તોય ઘણાં જોવા મળે છે. ન્હાનાલાલના સાહિત્યસર્જનને આસ્વાદતી અને મૂલવતી વેળાએ એમની ઊજળી-નબળી બાજુઓનાં મૂળ સુધી પહોંચી તેમની શક્તિ અને મર્યાદાને કે ગુણે અને કચાશને ખાં પાડીને જોવાની તર-તમ-વિવેકની જરૂર કેટલી મોટી છે તે આ ઉપરથી સમજાય છે. એવા વિવેકનાં ચશ્માંથી જેનારને એ સમજાઈ ગયા વિના નહિ રહે કે ન્હાનાલાલના ગુણો અને દેષો એમના મસ્તવેગી કાવ્યદ્રકની સહજ નીપજ છે, એમનું ગુણપાસું દેષપાસા કરતાં ચડિયાતું અને એમના કેટલાક દેશે તે સમર્થના દે કે ખલન હાઈ ક્ષમ્ય કટિમાં મુકાય તેવાં છે. ગમે તેવી આકરી કસોટીએ કસ્યા પછી ન્હાનાલાલની કવિપ્રતિભાને તે નિઃસંકોચ સ્વીકાર કરવાને રહેવાને.
ન્હાનાલાલે પિતાને મહોરેલા દલપતરામ કહ્યા છે, તે એમની જેમ પોતે ક્રાન્તિપક્ષી નહિ પણ વિકાસ(evolution)વાદી અને શીલ-સંયમ-સદાચારના તેમ જ જૂના-નવાના સમન્વયના પુરસ્કર્તા હોવાને લીધે, અને પિતાનું સર્જન પણુ પ્રજાહદયને સંસ્કાર શિક્ષણ આપવાનું હોવા વિશેની સભાનતાને લીધે. વળી,