________________
પ્ર. ૨]. ન્હાનાલાલ
[૯૩ સર્જન નિવૈયક્તિક જેવું લાગતું હોય છે. ન્હાનાલાલના સર્જન પર અંકાયેલી મુદ્રા એક કૌતુકરાગી પ્રકૃતિના આત્મમસ્ત, સૌંદર્યભક્ત, ભાવનાવિહારી, કલ્પનાબળિયા અને જેને ઓળખાવવા માટે “શબ્દને બંદે” એ બે શબ્દો અર્વાચીન અને આધુનિક બધા ગુજરાતી કવિઓ કરતાં વિશેષ પ્રમાણમાં લાગુ પડે એવા કવિની છે. આને કારણે જ, વાર્તા, નવલકથા અને નાટકનાં સાહિત્યસ્વરૂપના , એમણે કરેલા પ્રયોગો વસ્તુલક્ષી સાહિત્યસ્વરૂપ માગે તેવા કલાશિ૯૫ના અભાવે પણ નવા અને ગુજરાતી સાહિત્યમાં તે તે સાહિત્યસ્વરૂપના સાહિત્યના ગણનાપાત્ર ન્હાનાલાલી નમૂના બન્યા છે. બીજી છાપ એ કે આ એવા કવિ છે જેણે સાહિત્યસર્જનને આમાભિવ્યક્તિની નિજાનંદી પ્રવૃત્તિ સાથે પ્રજાહદયના સંસ્કરણનું લોકકલ્યાણકારી જીવનકર્તવ્ય માન્યું હતું. પૂર્વ અને પશ્ચિમ બેઉની સંસ્કૃતિઓએ કરેલા એમના મનઘડતરે, શેલી ટેનિસન આદિની કવિતાઓ તથા મૈથ્ય આર્નલ્ડ કાર્લાઇલ આદિએ શીખવેલી કાવ્યભાવનાએ કે કવિધર્મના આદશે, તેમ જ અંતઃસ્થા ધાર્મિકતાએ એમને એક વિશિષ્ટ દર્શન કે જીવનદષ્ટિ સંપડાવી હતી, જેણે તેમને પ્રેમ-ભક્તિ કવિનામ પિતાને માટે પસંદ કરવા પ્રેરી, તેમના સમગ્ર સર્જનાત્મક તેમ બોધાત્મક સાહિત્યમાં આરંભથી અન્ત લગી એકધારી સુસંગત રીતે અનુપૂત રહી, તેમને “રસ” અને “પુણ્યના કવિ કે “સુંદરની સાથે “સત્ય” અને “શિવનું યુગપત ગાન કરનારા કવિ બનાવ્યા છે. “મીઠું લાગે” અને “જીવ્યું જીત્યું લાગે એવું સાગર પાસે ચંદાએ અપેક્યું તેવું ગાન કવિએ પોતે જ કર્યું છે. જીવ્યું મીઠું લાગે, સુંદરતાના સાત્ત્વિક ઉપભેગથી; એ જીત્યું લાગે સત્ય ને શિવની ઉપાસનાથી. એમનું સમય સાહિત્ય એમણે બ્રહ્મજન્મ” કાવ્યમાં સંક૯પેલા રાહે જ ચાલ્યું છે અને આનંદ તથા પ્રકાશનું દાતા બન્યું છે. તેમાં એમના ઉજજવળ ભાવનાદેહની છબી બરાબર ઊપસે છે. ત્રીજી છાપ એમના સાહિત્યના અભ્યાસને આધારે એ પડે છે કે એમની સર્જકતાને બહાર એમના પચાસ વર્ષના. સાહિત્યસર્જનમાં પહેલાં પચીસ વર્ષમાં પૂર ખીલી ચૂક્યો હતો અને પછીનાં પચીસ વરસમાં એથી કોઈ વિશેષ વિકાસ એનો થયો દેખાતો નથી. એમની કલમ ચાલતી જ રહી છે, “વિશ્વગીતા', “ગાપિકા', બે મુગલ નાટકે, “કુરુક્ષેત્ર”, “સારથિ', હરિસંહિતા' જેવી કૃતિઓ એમની પાસેથી એમના કવનકાળના ઉત્તરાર્ધ માં મળતી રહી છે, પણ એમાં કવિને સંદેશ, ભાષા અને અભિવ્યક્તિ લગભગ એનાં એ જ રહ્યાં છે, કોઈ તાત્વિક પરિવર્તન કે પ્રગતિ દેખાડતાં નથી. સફળ નીવડેલા કલાકારોને સાહિત્યકારો પછી પોતાનું જ અનુકરણ કરતા હોય છે તેમ ન્હાનાલાલે પણ કરી કૃતિસંખ્યા વધારી ધૂળ કે બાહ્ય વિપુલતા અને વિવિધ્ય લાવ્યાને દેખાવ કર્યો છે એટલું જ. આમ છતાં, મોટા ગજાના કવિ હોઈ, એમની ઉત્તર