________________
ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪
ઘડીક હાસી, લાડી, થાકી, તે શમી. મૃત માતાના અવશેષ અંશુ, ખીલ્યા, હેયા, પ્રકાશ્યા, આથમ્યા
ને પોઢથા પિતૃકંજમાં માતાની હેડમાં. (ઇન્દુકુમાર'-૧) આવી પંક્તિઓ પણ એમના સાહિત્યમાંથી ઘણી નીકળે તેમ છે.
ન્હાનાલાલની ઊર્મિકાવ્યના કવિ તરીકેની સિદ્ધિ એમનાં છબદ્ધ કાવ્યમાં સવિશેષ દેખાઈ છે તે તેમને ભાવગૌરવ, અર્થગૌરવ અને છંદના એવા જ ગૌરવવંતા લય-ઘોષને લીધે; તે એમનાં સંખ્યાબંધ ગીતામાં તે એટલા જ પ્રમાણમાં દેખાઈ છે તે એમાંની ભાવ અને ભાષાની મધુરતાભરી નજાકતને લીધે, તેમ જ એમાં મધ્યકાલીન પદકવિતાના અનુસંધાન સાથે અર્વાચીન ભાવના સનાતન સ્થાયીભાવની ભંગિમાં થયેલા ગાનને લીધે. અલબત્ત, કોઈ સમર્થમાં સમર્થ સર્જકનું બધું જ સર્જન એકસરખી ઊંચી કક્ષાનું હોતું નથી, અને ન્હાનાલાલ પણ તેમાં અપવાદ નથી. તેમનાં બધાં જ છંદબદ્ધ કાવ્યો અને ગીત પ્રથમ પંક્તિનાં નથી. બીજી અને ક્યારેક ત્રીજી પણ પંક્તિની રચનાઓ તેમના કાવ્યરાશિમાં જોવા મળતી હોય છે. આત્મપ્રેમ કે આત્મવિશ્વાસની માત્રા સહેજ ઓછી અને આત્મપરીક્ષણ અને કલા-સભાનતાની માત્રા તેમનામાં થોડી વધુ હોત તો એવી સામાન્ય રચનાઓ એમના કાવ્યસંગ્રહોમાં ઓછી પ્રવેશ પામી હેત. પણ આમ છતાં, પ્રથમ પંક્તિની તેમની ઊર્મિકવિતાનું પ્રમાણ સારું એવું મોટું છે, જેના ઉપર પ્રતિષ્ઠિત તેમને કવિયશ અમુક કાળખંડ પૂરતો સીમિત નહિ પણ સર્વકાલીન કટિને છે. કાવ્યસર્જનમાં અલબત્ત પ્રથમ પ્રેરણાને જ પણ પછી તરત કલાસંવિધાનને બીજા નંબરની અગત્ય આપતા કવિ પતે કવિતાના સભાન કારીગર (craftsman) નથીઃ બળવંતરાય ઠાકોર અને પછીની પેઢીઓના કવિઓમાં એવી સભાન કલાકારીગરીનું પ્રમાણ વધ્યું છે, પણ કવિમાં એ ઓછું હોવા છતાં તેમનાં સંખ્યાબંધ કાવ્ય કવિતાભેગીઓને વિપુલ પ્રમાણમાં ગુજરાતી ઊર્મિકાવ્યની સિદ્ધિ જેવી હદયસંતર્પક આસ્વાદ્ય રચનાઓ લાગ્યાં છે. કવિતાનાં ઊંચાં શિખરોને સ્પર્શી આવતી રચનાઓ જેમના કાવ્યરાશિમાંથી અલ્પ સંખ્યામાં મળે એવા અર્વાચીન યુગના ગુજરાતી કવિઓમાં ન્હાનાલાલનું નામ મોખરે મુકાવાને પાત્ર એનાથી બન્યું છે.
કવિતા ઉપરાંત એમના તે સિવાયના વિપુલ સાહિત્યસર્જન ઉપર નજર નાખતાં જે બેત્રણ છાપ મન પર પડે છે તેમાં પહેલી એ કે તે બધું જ એક વિશિષ્ટ ચેકસ હાનાલાલી મુદ્રાથી અંકિત છે – વસ્તુમાં તેમ લખાવટ, બેઉમાં. બધા સર્જકના સર્જન પર સર્જકની વ્યક્તિમુદ્રા એવી ઠતી હોતી નથી, કેટલાકનું