SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૨૫ ચિત્રો દ્વારા જગત પ્રત્યેનો અણગમો ઉપજાવવાનો પ્રયત્ન હોય છે. ભોજા ભગતનું નીચેનું પદ એ પ્રકારનું લાક્ષણિક દ્રષ્ટાન્ત છે. જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. લીવું ને ગૂપ્યું આંગણું, ને કાઢવા વેળા થઈ અડશો માં તમે અભડાશો, એમ લોક કરે ચતુરાઈ.. ઘરની નારી ઘડી ન મૂકે, એ પણ અળગી રહી ભોજો ભગત કહે કંથ વળાવી, તરત બીજે ગઈ.... ક્યારેક ભક્તિનાં પદોમાં વીરરસોચિત ઉક્તિઓ મળે છે. પ્રીતમનું આ પદ જુઓ : હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને પરથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને. સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ સ્વામીના પદમાં તો ભક્ત જાણે રણમધ્યમાં ગયો હોય ને કવિ એને યુદ્ધ કરવા પાનો ચઢાવતો હોય તેવી રીતે એને સંબોધે છે : રે શિરસાટે નટવરને વરીએ પાછાં તે પગલાં નવ ભરીએ રે સમજ્યા વિના નવ નીસરીએ રે રણમધ્યે જઈને નવ ડરીએ ત્યાં મુખ પાણી રાખી મરીએ રે – વીરરસની પરિભાષામાં રચાયેલાં પદોની જેમ આશ્ચર્યવત્ જ્ઞાનનાં પદોમાં – જેને અદ્દભુતરસનાં કહી શકાય તેવાં પદોમાં ધીરા ભગતનું આ લાક્ષણિક પદ ધ્યાન ખેંચે છે : તરણા ઓથે ડુંગર રે. ડુંગર કોઈ દેખે નહિ અજાજુથ માંહે રે, સમરથ ગાજે સહી આવાં પદોમાં વસ્તુ કરતાં રજૂઆતમાં જ ચમત્કૃતિ રહી હોય છે. એમાં અવળવાણીનું બીજ રહેલું છે. પદના પ્રકાર વિષે વિચારતાં વસ્તુદૃષ્ટિએ પ્રથમ ભજન આવે છે. ભજનમાં ઈશ્વરસ્તુતિ, જગતનું મિથ્યાત્વ, પરબ્રહ્મની મહત્તા તથા ભવ્યતા, આત્માપરમાત્માનું સાયુજ્ય, પરમતત્વ જોડે એકતા સધાતાં આનંદમૂછ, જગત પ્રત્યેનો નિર્વેદ, ઈશ્વરશ્રદ્ધા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy