SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ૫૨માત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભતિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ચાતુરીઓ'માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઈંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ગોપીપદરજ સિર ધરું' (૬૮) એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ વાલાને વાલી ઘણું' શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,' માંહે શાર પડાવ્યા સાત’, મેં તો દીધાં દેહીને દુઃખ, તમે દીધાં નહીં રે', અંતે એ એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હિરમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. હિરરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હિરશું ખરો અભિલાખ' (૩૨૪). હિરરસમાં માતો હોઈ નરસૈંયો પ્રેમભરાણો રે’ (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે” (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છેઃ નારસિયાચા સ્વામી એ ૨સ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭) શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હ્રદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે : - –મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે. –મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો. –વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે. —લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં. -છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મહારા વાલા. –મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે. -કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા? -આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે. –બાઈ, મારે શોણું કે સાચું? –નામ ન જાણું પણ છે કાળો,
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy