________________
૨૭૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
રૂપકપ્રધાન કાવ્યરચનાનો પ્રવાહ આ પછી ગુજરાતી સાહિત્યમાં અચિચ્છિન્નપણે ચાલુ રહ્યો છે. બ્રાહ્મણ કવિ ભીમકૃત પ્રબોધપ્રકાશ'(ઈ.૧૪૯૦) એ, વિવેકને હસ્તે મોહનો પરાજય વર્ણવતા કૃષ્ણમિશ્રના સંસ્કૃત નાટક 'પ્રબોધચંદ્રોદ્રય'નો ગુજરાતી પદ્યમાં સારોદ્વાર છે. ઈ.૧૫૨૬માં જૈન કવિ સહજસુન્દરે ‘આત્મરાજ રાસ' રચ્યો છે, ઈસવી સનના સત્તરમા સૈકાના અંતમાં જૈન કવિઓ સુમતિરંગ અને ધર્મમંદિરે લોકવિવેકનો રાસ અથવા ‘પ્રબોધચિન્તામણિ’ નામે કાવ્યો રચ્યાં છે તે દેખીતી રીતે જ જયશેખરસૂરિની સંસ્કૃત ૨ચનાને આધારે છે. પ્રેમાનંદકૃત વિવેકવણજારો,’ જિનદાસનો વ્યાપારી રાસ' (ઈ. ૧૭૩૫) અને જીવરામ ભટ્ટકૃત જીવરાજ શેઠની મુસાફરી' (ઈ. ૧૭૪૪) એ વાણિજ્યમૂલક રૂપકો છે.
૩. માતૃકા અને કક્ક
માતૃકા અને કક્ક એ ઉપદેશાત્મક કવિતાના પ્રકાર છે, અને એ તેરમાં સૈકા જેટલા જૂના સમયમાં સંપૂર્ણ વિકસિત રૂપે મળે છે. માતૃકા એટલે મૂળાક્ષર. માતૃકા-કાવ્યમાં ‘અ’થી માંડી પ્રત્યેક મૂળાક્ષરથી શરૂ થતાં એક કે વધુ ઉપદેશાત્મક પદ્યો અપાય છે. માતૃકામાં છંદ ઘણુંખરું ચોપાઈ હોય છે, એથી આ પ્રકારના કાવ્યો ‘માતૃકા ચોપાઈ' પણ કહેવાય છે. કક્ક કાવ્યોમાં ‘ક'થી માંડી પ્રત્યેક વ્યંજનથી શરૂ થતાં પદ્યો હોય છે. કક્ક ઘણું ખરું દુહામાં હોય છે.
આ પ્રકારની રચનાઓમાં સૌથી પ્રાચીન ઉપલબ્ધ રચના અજ્ઞાત કવિકૃત માતૃકાચઉપઈ'॰ છે. જે અજ્ઞાતનામા કવિએ (ઈ.૧૨૭૧)માં સપ્તક્ષેત્રી રાસ' આપ્યો છે તેની જ એ કૃતિ હોય એમ બંને કૃતિનાં કેટલાંક આંતરિક પ્રમાણોથી જણાય છે. કુલ ૬૪ કડીની આ રચનામાં મંગલાચરણ અને સમાપનની કેટલીક કડીઓ બાદ કરતાં, મૂળાક્ષરોથી શરૂ થતી ઉપદેશપ્રધાન કવિતા કર્તાએ આપી છે. જિનેશ્વરસૂરિના શિષ્ય જ્ગ ુએ ઈ.૧૨૭૫ આસપાસ આ જ પદ્ધતિએ ‘સમ્યક્ત્વમાઈ ચઉપઇ’૧૧ ૬૪ કડીમાં આપી છે. અજ્ઞાત કવિની ૬૧ કડીની ‘સંવેગમાતૃકા’ ઈ.૧૨૯૪ આસપાસ રચાઈ છે, તે હજી અપ્રગટ છે.૧૨ પદ્મકૃત ૫૭ કડીની દુહામાતૃકા' અથવા ધર્મમાતૃકા’૧૩ અને ૭૧ કડીનો ‘શાલિભદ્ર કક્ક” એ બંને રચનાઓ અનુમાને ઈ.ના તેરમાં સૈકાની છે. એમાંથી શાલિભદ્ર કક્ક'ની વિશેષતા એ છે કે એમાં કેવળ ઉપદેશ-પદ્યો નથી, પણ જૈન સંત શાલિભદ્રની જીવનકથા કક્કા-રૂપે વર્ણવી છે. વિદ્વણુએ અને દેવસુન્દરસૂરિના કોઈ શિષ્યે ઈ.૧૩૯૪ આસપાસ ‘કાકબંધિચઉપઈ’૧૫ નામનાં બે અલગ નાનકડાં કાવ્યો રચ્યાં છે; એ બંનેય હજી અપ્રગટ છે.
આ સાહિત્યપ્રકારોની સર્વ ઉપલબ્ધ રચનાઓ જૈનકૃત છે, પણ એનો અર્થ એવો નથી કે એ પ્રકારની જૈનેતર રચનાઓ નહિ થઈ હોય. જૈનેતર રચનાઓ