________________
લૌકિક કથા આદિ ૨૭૧
તેજવંત ત્રિહુ ભુવન મઝારિ, પરમહંસ નરવર અવધારિ; જેહ જપત નવિ લાગઈ પાપ, દિનિ દિનિ વાધઈ અધિક પ્રતાપ. બુદ્ધિમહોદધિ બહુ બલવંત, અકલ અજેલ અનાદિ અનંત; ક્ષણિ અમરંગણિ, ક્ષણિ પાતાલિ, ઇચ્છા વિલસઈ તે ત્રિહુ કાલિ. વાધિઉ નીઠ સુ ત્રિભુવનિ માઈ, નાન્ડી કુંથુ શરીરિ સમાઈ; દીપતિ દિણયર-કોડિહિ જિસિલે, જિહાં જોઉ તિહાં દેષ તિસિઉ. એક ભણઈ એહ જિ અરિહંત, એહ જિ હરિ હુરુ અલખ અનંતુ, જિમ જિમ જાણિક તિણિ તિમ કહિઉ, મન ઇંદ્રિઅ-બલિ તે નવિ ગ્રહિલ. કાઠિ જલણ જિમ ધરણિહિં 2હુ, કુસુમિહિ પરિમલું ગોરસિ નેહુ; તિલિહિ તેલુ જેમ તાઢિક નીરિ, તિમ તે નિવસઈ જગતશરીરિ.
(કડી ૯-૧૨) સ્વયંવરમાં સંયમશ્રી વિવેકને વરી એ પ્રસંગે થયેલા આનંદોત્સવનું વર્ણન કરતા ધોળમાંથી થોડીક પંક્તિઓ :
હિત ધઉલ
પહિલું થિરુ વન થિર હૂ એ, જણ દીજઈ, બીડાં જૂજૂ એ; લેઈ લગન વધાવિલું એ, વિણ તેડા સહૂઈ આવિવું એ પ્રવચનપુરિ ય વધામણાં એ, સવિ ભાજઈ જૂનાં રૂસણાં એ; બઈઠી તેવડdવડી એ. દિ પાપડ સાલેવડી વડી એ. ગેલિહિં ગોરડી એ, પકવાને ભરિઇ ઓરડી એ; ફૂલંકે ફિરઇ એ, વર વયણિ અમીરસ નિતુ ઝરઈ એ. કિજઇ મંડપ મોકલા એ, મેલિઈ ચાઉરિ ચાકુલા એ; ગુરવિ સજન જિમીડિઇ એ, પુરિ સાદ અમારિ પાડિઇ એ.
(૩૨૯-૩૨) આ રચના વિશે શ્રી કેશવલાલ ધ્રુવ ઉચિત રીતે લખે છે : “આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે. કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખિલવણીમાં એકસરખી વિજયશાળી નીવડે છે. પ્રસ્તાવોનું વૈચિત્ર અને રસની મિલાવટને પોષે છે, અને વેગ અને સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે. જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હોત તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત.” (“પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય પ્રસ્તાવના, પૃ. ૩૨-૩૩)