________________
રાસ અને શગુ સાહિત્ય ૧૯૩
દોહરાના સાંકળીબંધને લઈને જ. કવિ આને ધર્મકથા જ માને છે અને તેથી જ કાવ્યાંતે ફાગ સાંભળતાં અને કહેતાં પાપ દૂર નાસે છે' એમ કહે છે :
ફાગુ રે સુણતહ ગુણતહ પાપુ પાણાસઈ દૂરિ | ૨૩ /(૧૯ ઈ.૧૩૬ ૬ પછીના સમયમાં રચાયેલી એક ફાગુ-રચના પ્રસન્નચંદ્રસૂરિકૃત ‘રાવણિપાર્શ્વનાથ ફાગુ' નામની મળે છે. કાવ્યોતે કવિ જણાવે છે તે પ્રમાણે એ ઉપરના જયસિંહસૂરિના શિષ્ય જણાય છે. રાવણિ એ રાજસ્થાનમાં અલ્વર પાસે આવેલું એક ગામ છે. ત્યાંના પાર્શ્વનાથ મંદિરના મૂલનાયકની પ્રશસ્તિરૂપે આ કાવ્ય રચાયેલું છે અને એમાં કવિ વનશ્રીના વર્ણન નિમિત્તે વસંતનું વર્ણન કરી પૂજાવિધિ પણ નિરૂપી લે છે. બંધની દૃષ્ટિએ ત્રણ ભાસ આપી છે, જેમાં શરૂમાં ૧-૧ કડી દોહરાની અને પછી પહેલી ભાસમાં નવ રોળા, બીજીમાં ચાર રોળા, અને છેલ્લીમાં એક રોળા છે. કૃતિ શબ્દની ઝડઝમકથી ભરેલી છે; અને છંદ્ર થી ખેલવાનું માત્ર અભીષ્ટ છે. વનસ્પતિ અને ફૂલવેલીઓનાં નામોની પરંપરા આપી મોટે ભાગે સંતોષ લે છે. રસ અને અલંકાર બંનેનો આ કૃતિમાં અભાવ વરતાય છે.
સ્થૂલિભદ્ર અને નેમિનાથની માફક જંબુસ્વામીનું કથાનક ફાગુ કાવ્યની દૃષ્ટિએ પણ કર્તિઓનો વર્ણ વિષય બન્યું છે. કોઈ અજ્ઞાત કવિએ એમને નાયક બનાવી ઈ.૧૩૭૪માં જંબુસ્વામીફાગુ'ની રચના કરેલી જાણવામાં આવી છે. જંબુસ્વામી પણ સ્થૂલિભદ્રની જેમ એક પ્રભાવક આચાર્ય હતા અને જૈન પરંપરામાં એ છેલ્લા કેવલી તરીકે જાણીતા છે. એમનું વતન રાજગૃહપટના). ત્યાંના શ્રેષ્ઠી ઋષભદત્તના એમની ધારિણી નામક પત્નીથી થયેલા એ પુત્ર. એમનું સગપણ રાગૃહની જ આઠ ઇભ્ય કન્યાઓ સાથે થયું હતું. એક વાર વસંતઋતુને ટાંકણે જંબુકુમાર પોતાના પરિવાર સાથે નજીકના વૈભારગિરિ ઉપર ક્રીડા કરવા ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા ત્યારે ગુણશીલચૈત્યમાં એમને મહાવીર સ્વામીના ગણધર સુધર્માના સ્વામીનો સમાગમ કરવાનો યોગ મળ્યો. એમની અમૃત વાણીના શ્રવણથી જંબુકુમારનું ચિત્ત સંસારથી વિરક્ત થઈ ગયું હતું. ઘેર આવ્યા પછી માતાની પરમ ભાવના હતી કે પુત્રનાં લગ્ન થાય. એ માટે પુત્રને આગ્રહપૂર્વક લગ્ન માટે મનાવ્યા. કુમારે શરત કરી કે લગ્ન પછી પોતે દીક્ષા લેશે. માતાએ સંમતિ આપી. રાતે જંબુકુમાર વાસગૃહમાં જઈ રહ્યા. બધાં ઊંઘી ગયાં હતાં, પણ કુમાર જાગતા પડ્યા હતા. લગ્નપ્રસંગ હોઈ સારો તડાકો પડશે એમ માની પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવ્યો. ત્યાં પ્રભાવ તેમજ એના સાથીદારોને કુમારે પ્રતિબોધ કર્યો અને પોતાની આઠે પત્નીઓ સાથે સુધમાં સ્વામીને હાથે દીક્ષા લીધી. પ્રભવે પણ દીક્ષા લીધી, જેને સુધર્મા સ્વામીએ જંબુસ્વામીના શિષ્ય તરીકે સોંપ્યો. આમાં વૈભારગિરિ પર જવાના પ્રસંગને અને