SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ પેષવિ વરુ આવંતુ સહિય રાજલ ઇમ જંપઇ। લોયણ ધ્રુવ તું કર-નદેવ, વરુ આવઇ સંપઇ। લાડિય લાડહિય ગષ ચડિત, પચ્ચખ્ખુ અણંગો। જોવઈ પ્રિય સર્વાંગુ ચંગુ, મનિ પાવઇ રંગો || ૨૨॥ જિમ જિમ લાડિય ચપલ નયંણ જોવઇ નિય નાહો। તિમ તિમ રંગુન માઇ અંગ, મનિ માહિ ઉમાહો। તણિ દાહિષ્ણુ નયણુ કુરિ, જાણિઉ કુરમાણિ। પરિણઇ નેમિ ન ઇણિ સમિય ઇમ બોલઇ રાણી ||૨૩||૧૯૫ [સૌ સાથે આવતા વરને જોઈને રાજિમતી કહે છે : હે દેવી, તું તારા નેત્રને ધ્રુવ સ્થિર કરી દેને, વર અત્યારે આવી રહ્યા છે. બાલા ગવાક્ષ ઉપર ચડીને જુએ છે તો સામે પ્રત્યક્ષ કામદેવ જ રહેલો છે. પ્રિયનાં સર્વસુંદર અંગોને એ નિહાળે છે અને મનમાં આનંદ પામે છે. જેમજેમ બાલા ચપળ નેત્રોથી પોતાના નાથને જુએ છે તેમતેમ અંગોમાં આનંદ સમાતો નથી. મનમાં ઉત્સાહ છે, બસ એ જ સમયે ડાબી આંખ ફરકી. જાણ્યું કે નાથ ક્રૂર થયો છે, રાણી રાજિમતી કહે છે કે આ સમયે નેમિ પરણવાના નથી.] કવિએ અપશુકનનો પ્રસંગ લાવી પ્રસંગોનું ઔચિત્ય સાચવી આપ્યું છે. ફાગુનો ઋતુરાજ વસંતના સમયમાં રમવામાં ઉપયોગ થતો હતો એ છેલ્લે કવિ બતાવે છે: ભવિય જિજ્ઞેસર-ભવણ રંગિતુરાઉ મેવઉ। કન્હરિસી જયસિંહસૂરિ-કિઉ ફાગુ કહેવઉ ૫૩૨ ૧૯૬ કવિનો ‘દ્વિતીય નેમિનાથજ્ઞગુ' ૫૩ દોહરાની નાની કૃતિ છતાં ‘વસંતવિલાસ’ને આંબવાનો પ્રયત્ન કરતી અનુભવાય છે, શબ્દાવલીઓ હૃદયંગમ પ્રયોજે છે, પરંતુ અલંકારનો ઉઠાવ જોઈએ તેવો થતો નથી. ક્વચિત્ સોહઇ સિર વરિ રાજલ કાજલ-સામલ વેણિ ભાલુ સુ મયણ-વરાસણું, સાસણુ દીધુ તાણી ||૨૧||૧૯૭ ચાલિઉ ૨હ વિર આરુહિ સારહિ સહિતુ જિહિંદુ। પૂદ્ધિહિ ચાલિય જાદવ ભાદવ કરિ ધન-વૃંદુ ||૩૩||૧૯૮ [રામિતીના મસ્તક ઉપર કાજળના જેવી કાળી વેણી શોભી રહી છે. કપાળ કામદેવનું ઉત્તમ સ્થાન બની રહ્યું છે... ઉત્તમ રથ ઉપર આરૂઢ થઈને સારથિની સાથે જિનેંદ્ર નેમિ ચાલ્યા વરઘોડો નીકળ્યો. પાછળ યાદવો ચાલ્યા આવે છે; જાણે કે ભાદરવા મહિનામાં મેઘનાં વૃંદ ન હોય!] પરંતુ ઉચ્ચ પ્રકારની કાવ્યરચના થઈ શકતી નથી; શબ્દસૌંદર્ય છે તે મુખ્યત્વે -
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy