SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ પછી આવતા લગ્નના પ્રસંગને પકડીને ફાગુને અનુરૂપ રચના સાધવામાં આવી છે. ઉપમા જેવા સાદા અલંકારોનો ઉપયોગ કરી કવિ સાંકળી-બંધવાળા ત્રેસઠ દોહરાઓમાં કાવ્યને બાંધે છે : તાસ ધરણી ગુણધારણી ધારણી નામ પ્રસિદ્ધ અમીયવેલિ જિમ મંદિર, સુંદરી શીલિ સમિદ્ધ III જંબુકુમ તસુ નંદન, નંદનતરુ સમુ છાયુ કાય-કંતિ બહુ ભાસહુ, દાસસ્નઉ જિમ રાઉ //પા જ ઋિષભદત્તની ગુણવતી ધારણી નામની પત્ની હતી; મંદિરમાં જેમ અમૃતવલ્લી હોય તેવી એ શીલમાં સમૃદ્ધિ ધરાવતી હતી. એને જંબુકુમાર નામનો પુત્ર હતો જે નંદનવૃક્ષ-પારિજાતની છાયા જેવી શીતલ છાયાવાળો હતો. અને દિવસના રાજા સૂર્યની જેમ શરીરની કાંતિમાં ખૂબ તેજસ્વી હતો. વનનું વર્ણન કરતાં – પંથીય-જન-મન-દમણઉ દમણઉ દેખિ અનંગ રંગ ધરઈ મન ગહુલ, મહુઉ પલ્લવ ચંગુ ||૧૧|| કામિણિ-મન તણુ કંપક ચંપક વન બહયંતિ કામ-વિજયધજ જમલીય કદલીય લહલકંતિ ||૧૨ા૨માં પિથિકજનોના મનનું દમન કરનારા દમનક વૃક્ષને જોઈને કામદેવ મનમાં ભારે ગૌરવ ધારણ કરે છે. મરવાનાં પલ્લવ સુંદર છે. કામિનીઓનાં મનને ધ્રુજાવનારો ચંપો વનને સુવાસિત કરી રહ્યો છે. કામદેવના વિજયધ્વજ જેવી કેળ ફરકફરક કરી રહી છે.] એ પેલી આઠ કન્યાઓના વર્ણનમાં ઉપમા ઉપરાંત વ્યતિરેક જેવા અલંકારોના પણ ઉપયોગ કરી લે છે, પરંતુ કવિ ખીલી શકતો નથી અને ચીલાચાલુ વર્ણનોમાં જ સરી પડે છે. કાવ્ય જંબુકુમાર અને આઠે સ્ત્રીઓની દીક્ષામાં સરી પડતું હોઈ નિર્વેદ અંતવાળું બની રહે છે, પરંતુ એનો ઉપાય જ નથી. કવિને એનો આ ફાગુ ખેલનો વિષય છે, જેમકે ફાગુ વસતિ જે ખેલઈ, વેલઈ સુગુણ-નિધાના વિજયવંત તે છાજઇ, રાજઇ તિલક સમાન /૫૯૦૨ વિસંત ઋતુમાં જે ફાગ ખેલે છે, સદ્ગણી એવો જે રમે છે, તે વિજયી થઈ રહે છે અને તિલકની જેમ શોભી રહે છે.. આ ફલશ્રુતિથી એણે આ કથાનકને ધર્મચરિત તરીકે રજૂ કર્યું છે. ભિન્નભિન્ન
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy