________________
૧૭૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
[આંબા ઉપર જેમ કોકિલ ટહુકા કરે, ફૂલવાડીમાં જેમ સુગંધ બહેકબહેક થાય, ચંદન જે પ્રમાણે સુગંધનો ભંડાર છે, ગંગાનું પાણી જે પ્રમાણે લહેરીઓથી લહેકે છે, તેથી જેમ કાંચન ગિરિ ઝબકે છે એ રીતે સૌભાગ્યનો ભંડાર ગૌતમ શોભી રહ્યો છે. માનસરોવરમાં જેમ હંસો વસે છે, જેમ દેવોના મસ્તક ઉપર સોનાના અલંકાર છે, કમલના વનમાં જેમ ભમા છે, જે પ્રમાણે સાગર રત્નોથી શોભે છે, આકાશમાં જેમ તારાઓના સમૂહ ખીલી રહ્યા છે, તે પ્રમાણે ગુણોરૂપી વનમાં એ ખેલી રહ્યા છે. પૂનમે જેમ ચંદ્ર રાતે શોભે, પોતાના મહિમાથી કલ્પવૃક્ષ જેમ જગતને મોહ કરે, પૂર્વ દિશામાં જેવો સૂર્ય વિલર્સ, પહાડ જેમ સિંહથી શોભે, રાજાનાં મહેલમાં જેમ ઉત્તમ હાથી ગર્જના કરે, તે પ્રમાણે જિનશાસનમાં આ શ્રેષ્ઠ મુનિ શોભી રહ્યા છે. પારિજાતક વૃક્ષ જેમ શાખાઓથી શોભે, શ્રેષ્ઠ મુખોમાં જેમ મીઠી ભાષા ઓપે, જેમ કેતકીનું વન સુગંધ પ્રસરાવે, તેમ રાજા ભુજાના બલથી પ્રકાશિત થાય, જિનમંદિરોમાં જેમ ઘંટાના નાદ થાય, તે પ્રમાણે જ્ઞાનથી ગૌતમ ખીલી ઊઠે છે.]
ચંદ્રગચ્છના આચાર્યોને લગતા પટ્ટાભિષેક-રાસોમાં સારો ઉમેરો કરે તેવો ‘જિનોદયસૂરિપટ્ટાભિષેકાસ' કોઈ જ્ઞાનકલશ નામના સાધુનો રચેલો છે. ૩૭ કડીઓના આ નાના રાસમાં ઈ.૧૩૬૯માં (સં.૧૪૧૫ના આષાઢ સુદિ તેરસને દિવસે) થયેલા જિનોદયસૂરિના પટ્ટાભિષેકનું વસ્તુ લેવામાં આવ્યું છે.૬૫ અગાઉના આ પ્રકારના બેઉ રાસોમાં અપાયેલી છે તેવી ખતરગચ્છના આચાર્યોની અભયદેવસૂરિથી લઈને પટ્ટાવલી આપવામાં આવી છે. જિનકુશલસૂરિ, એના જિનપદ્મસૂર, એના જિનલબ્ધિસૂરિ, એના જિનચંદ્રસૂરિ, અને એના આ જિનોદયસૂરિ. જિનચંદ્રસૂરિ ખંભાત ગયા અને ત્યાં નિર્વાણ પામ્યા. ત્યારે દિલ્હીના રુદ્રપાલ નીબો અને સધરો એ નામના શ્રીમાલિ વણિક હતા તેમાનાં સધરાના પુત્ર રતનસિંહ અને પૂનિગ આચાર્યને વંદન કરવા ખંભાત આવ્યા ત્યારે તરુણપ્રભસૂરિને વિનંતિ કરી જિનોદયસૂરિના પટ્ટાભિષેક-મહોત્સવની આજ્ઞા માગી. ખંભાતમાં ઉપ૨ને દિવસે વાચનાચાર્ય સોમપ્રભને ગચ્છનાયકનું પદ આપી ‘જિનોદયસૂરિ' નામ આપ્યું. રતનસિંહ વસ્તુપાલ અને પૂનિગે એ સમયે ભારે મોટો ઉત્સવ ખંભાતના અજિતનાથના મંદિરમાં કર્યો. રાસ ચાર ખંડોમાં છે, જેમાં પહેલો ખંડ રોળાની સાત કડીઓ અને અંતે એક ‘ઘત્તા’ મથાળે ‘વસ્તુ' છંદ, બીજો ખંડ આઠ દોહરાની કડીઓ અને અંતે ‘ઘત્તા’ મથાળે ‘વસ્તુ’ છંદની એક કડી, આ બે ખંડમાં પટ્ટાવલીની પટ્ટસ્થાપના છે; ત્રીજો ખંડ નવ સોરઠમાં છે, જેમાં પ્રાસ બેકી ચરણોના મેળવાયા છે, ઉપરાંત દરેક અર્ધમાં પહેલા શબ્દ પછી ગેયતાવાચક છુ ઉમેરાયેલો છે, અને