________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૭૩
થયું અને વિલાપ કરવા લાગ્યા, અને વિલાપ કરતાં કરતાં જ જ્ઞાન પ્રાપ્ત થયું અને આમ ૯૨મે વર્ષે એ કેવલી’ બન્યા. એમના જીવનકાલનું માન આપતાં જણાવ્યું છેકે પચાસ વર્ષનો ગૃહસ્થાશ્રમ, ત્રીસ વર્ષનો સંયમ અને છેલ્લાં બાર વર્ષની જ્ઞાનની કોટિનાં ગયાં હતાં. છઠ્ઠી ભાસમાં – ઇંદ્રભૂતિ ગૌતમનું માહાસ્ય ગાવામાં આવ્યું છે. અત્યાર સુધીના રાસોમાં કાવ્યતત્ત્વની દૃષ્ટિએ આ રાસ થોડો પણ જુદો તરી આવે છે. ગ્રંથકારે યથાસ્થાન અલંકારોથી કવિતાને મઢવાનો પ્રયત્ન કર્યો છે. ઇંદ્રભૂતિની જુવાનીનો ખ્યાલ આપતાં કવિ કહે છે કે –
નવણ વયણ કર ચરણ જિણવિ પંકજ જલ પાડિઆ, તેજે તારા ચંદ સૂર આકાશ ભાડિઅ | રૂવે મયણ અનંગ કરવિ મેલ્વિઓ નિરઘાડિઆ,
ધીરને મેરુગંભીર સિંધુ ચંગિમ ચય-ચાડિઆ IPજા [એનાં નેત્ર વદન કર અને ચરણોએ વિજય પ્રાપ્ત કરી કમળોને પાણીમાં નસાડી મૂક્યાં, એના તેજે તારા ચંદ્ર અને સૂર્યને આકાશમાં નસાડી મૂક્યા, એના રૂપે કામદેવને અંગરહિત બનાવી હાંકી કાઢ્યો; ધીરજમાં
એ મેરુ જેવા અને ગંભીરતામાં એ સાગર જેવા હતા.) ખાસ કરીને છઠ્ઠી ભાસ ઉપમાઓની પરંપરાથી દીપી ઊઠે છે : જિમ સહકારે કોઉલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ બહકે, જિમ ચંદન સૌગંધ-નિધિ | જિમ ગંગાજલ લહેરે લહકે, જિમ કણયાચલ તેજે ઝલકે, તિમ ગોયમ સોભાગનિધિ / ૫૧ || જિમ માનસર નિવસે હંસા, જિમ સુરવર-શિરે કણયવતંસા, જિમ મહુયર રાજીવ-વને | જિમ રાણાગર રયણે વિલસ, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણ-કેલિર-વનિ || પર || પુનિમદિન જિમ સહિર સોહે, સુરતરુ મહિમ જિમ જગ મોહે, પૂરવ-દિસિ જિમ સહસકરો | પંચાનને જિમ ગિરિવર રાજે, નરવઈ-ધરે જિમ મયગલ ગાજે, તિમ જિનસાસન મુનિપવરો પ૩ ll જિમ સુરતરુવર સોહે સાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાખા, જિમ વન કેતકી મહમહે એ 1. જિમ ભૂમિ ભૂયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, ગોયલ લબ્ધ ગહગહે એ / ૫૪ / ૧૪૪