________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૭૫
* એ પછી એક “ઘત્તાના રૂપમાં “વસ્તુ છંદ. આ ખંડ ઉત્સવ અને દાનની વાત કરે છે. ચોથા ખંડમાં પણ દસ સોરઠા છે, જેમાં પ્રાસ બેકી ચરણોના જ મેળવ્યા છે. આ ખંડમાં જિનદયસૂરિની પ્રશસ્તિ અને “રાસ' રચનાર કનકકલશ'ની છાપ છે.૧૬૧ કાવ્યત્વની દૃષ્ટિએ કોઈ ખાસ આકર્ષણ નથી; ક્વચિત્ ઉપમા જેવા અલંકાર વાપરી લે છે. જિનચંદ્રસૂરિનું વર્ણન કરતાં –
ગચ્છમંડણ ગચ્છમંડણુ સાખ-સિંગારુI જંગમ કિરિ કલ્પતરુ, ભવિય-લોય-સંપત્તિ-કારણ, તવ-સંજમ-નાણનિહિ, સુગુર-રયણ સંસાર-તારણ એ સુહગુરુ સિરિ-જિણલબધિસૂરિ-પટ્ટકમલ-માયડુ,
ઝાયડુ સિરિ-જિણચંદસૂરિ, જો તવ-તે-પલંડુ ICI૧૭ [ગચ્છના મંડન અને શાખાના શૃંગાર, જાણે કે જંગમ કલ્પતરુ ન હોય તેવા ભવ્ય જનોની સંપત્તિના કારણરૂપ, તપ સંયમ અને જ્ઞાનના ભંડાર, સુગુરુઓમાં રત્નરૂપ, સંસારના તારક, સદ્ગુરુ શ્રીજિનલબ્ધિસૂરિના
પટ્ટરૂપી કમલને સૂર્યરૂપ...] આગળ જતાં જિનદયસૂરિની પ્રશસ્તિમાં ઉપમાની પરંપરા આપી છે તે રોચક થઈ પડે તેવી છે :
જિમ જિણ-બિમ્બ વિહારિ, નંદણવણિ જિમ કપ્પતરો સુરગિરિ ગિરિહિ મઝારિ, જિમ ચિંતામણિ મણિપવરો ૩૧ જિમ ધણિ વસુભંડારુ, ફલહ માંહિ જિમ ધમલો ! રાજ માંહિ ગજસા, કુસુમ માંહિ જિમ વરકમલો ૩રા જિમ માણસ-સરિ હંસ, ભાદ્રવ-ઘણુ દાણેસરહા જિમ ગહ માંહિ હંસુ, ચંદ જિમ તારાગણહ ||૩૩. જિમ અમરાઉરિ ઇન્દુ, ભૂમંડલિ જિમ ચક્કધરો !
સંઘહ માંહિ મુણિંદુ તિમ સોહઈ જિણઉદય ગુરો ૩૪૧૮ [વિહાર(મંદિર)માં જેમ જિનમૂર્તિ, નંદનવનમાં જેવું કલ્પવૃક્ષ, પર્વતોમાં જેમ મેરુ, મણિઓમાં જેમ ઉત્તમ ચિંતામણિ, ધનમાં જેમ ધનભંડાર, ફૂલોમાં જેમ ધર્મફળ, રાજાઓમાં જેવો ગજસાર રાજા, ફૂલોમાં જેમ ઉત્તમ કમલ, માનસરોવરમાં જેવો હંસ, દાનેશ્વરોમાં ભાદરવા મહિનાનો મેઘ, ગ્રહોના સમૂહમાં સૂર્ય, તારાગણમાં જેવો ચંદ્ર, અમરાપુરીમાં જેવો ઇંદ્ર, પૃથ્વી વિશે જેવો ચક્રવર્તી રાજા, તેવા જિનોદયગુરુ – મુનીંદ્ર સંઘમાં શોભી રહ્યા છે.)