________________
ગુજરાતનું ઘડતર
૩
વ્યાપક બન્યાં. એણે અનેક આગંતુકો, નિર્વાસિતો, વેપારીઓ અને શાસકોને પોતાનામાં સમાવી લીધા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાહસિકતા વધુ ખીલી. નાનાંમોટાં રજવાડાં સ્થપાતાં એમાં લડાયક વૃત્તિ ઉપરાંત મુત્સદ્દીગીરી અને કાવાદાવાની વૃત્તિ પણ ઠીકઠીક ખીલી. છતાં સ્વભાવની સમતાએ પ્રજાના મોટા વર્ગમાં ધાર્મિકતા અને ભાવિકતાના સંસ્કાર ખીલવ્યા, વેપારવણજની વૃત્તિએ સંપત્તિ તથા સખાવતની ભાવના વધારી તેમજ મોટા વેપાર-ઉદ્યોગ ખીલવ્યા, તો વિદ્યાકલાની અભિરુચિએ સાહિત્ય, કલા અને હુન્નરની અભિવૃદ્ધિ કરી.
નામ અને વિસ્તાર “કચ્છ એ પ્રાકૃતિક નામ છે ને એનો પ્રયોગ છેક પાણિનિના સમય ઈ.પૂ.પાંચમી સદી)થી મળે છે. સૌરાષ્ટ્રને અગાઉ “સુરા કહેતા, તે પરથી આગળ જતાં સૌરાષ્ટ્ર અને “સોરઠ રૂપ પ્રચલિત થયાં. મરાઠા કાળમાં એને બદલે કાઠિયાવાડ નામ પ્રચલિત થયેલું ને એ બ્રિટિશ કાળમાં ચાલુ રહેલું. આઝાદી પછી વળી “સૌરાષ્ટ્ર નામ પુનઃ પ્રચલિત થયું. આદ્ય-ઐતિહાસિક કાળમાં આ સમસ્ત પ્રદેશ કદાચ ‘આનર્ત નામે ઓળખાતો, જ્યારે આ નામ આરંભિક ઐતિહાસિક કાળમાં ઉત્તર ગુજરાત કે એના મુખ્ય ભાગ માટે પ્રયોજાતું. કચ્છ, સુરાષ્ટ્ર, આનર્ત, સારસ્વતસરસ્વતી-કાંઠો), શ્વભ્ર(સાબરકાંઠો), માહે મહીકાંઠો), ભારુકચ્છ, આંતરનર્મદ વગેરે પ્રદેશોની ગણના અપરાંત પશ્ચિમ સરહદ) દેશોમાં થતી. મૈત્રકકાળ દરમ્યાન “લાટ' નામ કદાચ સમસ્ત ગુજરાત માટે પ્રયોજાતું, પરંતુ આગળ જતાં એ નામ દક્ષિણ ગુજરાત માટે સીમિત થયું. દસમી સદીમાં ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનના ચૌલુક્ય કુળની સત્તા સ્થપાઈ ત્યારે અગાઉ ભિલ્લમાલભીનમાળ)ની આસપાસના પ્રદેશ માટે પ્રયોજાયેલું “ગુર્જરી નામ ગુજરાતના રાજ્યપ્રદેશને લાગુ પડ્યું ને સમય જતાં એ રાજ્યના વિસ્તારની સાથે એ નામનો પ્રયોગ વિસ્તરતો ગયો. આગળ જતાં ગુર્જરદેશ’ કે ‘ગુર્જરભૂમિને બદલે ગુજરાત' રૂપ પ્રચલિત થયું, જેનો પહેલવહેલો જ્ઞાત ઉલ્લેખ વાઘેલા ચૌલુક્ય સોલંકી) કાળ દરમ્યાન(૧૩મી સદીમાં મળે છે.
શાર્યાતો યાદવો સુરાષ્ટ્રમાં વસેલા. એમની રાજધાની કુશસ્થલી-દ્વારવતી (દ્વારકા) હતી. મૌર્ય સમ્રાટોના શાસનનો સીધો પુરાવો પણ સુરાષ્ટ્ર માટે જ મળે છે. ત્યારે એનું પાટનગર ગિરિનગર હતું. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓની સત્તા શરૂઆતમાં રાજસ્થાનથી મહારાષ્ટ્ર અને કચ્છ-સુરાષ્ટ્રથી માળવા સુધી પ્રસરેલી, આગળ જતાં એ દક્ષિણમાં અનૂપદેશ(માહિષ્મતીની આસપાસનો પ્રદેશ) સુધી રહી. એમાં આનર્તસુરાષ્ટ્રનો એક વહીવટી વિભાગ હતો. છેક ગુપ્તકાળ લગભગ ઈ. ૪૦૦૪૭૦) સુધી સુરાષ્ટ્રનું પાટનગર ગિરિનગર રહ્યું. મૈત્રક વંશના રાજાઓના સમયમાં રાજધાની