________________
૧૫૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
પણ રોચક કોટિનું છે. તેવું જ શાલિભદ્રના મકાનમાં રાજા શ્રેણિક આવે છે તે વખતે કરેલું શાલિભદ્રના મકાનનું વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે. રાજાને ભોજન કરાવે છે તે વખતનું ભોજનની વાનગીઓનું વર્ણન “વર્ણક પ્રકારનું છે. આ રાસમાં, આમ છતાં, ઉત્તમ પ્રકારની કલાકૃતિનાં દર્શન થતાં નથી. નમૂના તરીકે નીચેનું ગીત ઠીક થઈ પડશે :
રાગ દેશાષ રંગમાહિ રાયહ કહિઉં રાણી વેલણાદેવિI રતનકંબલ લિઉ એક તર્પે અરૂં રઢ લાગી || રાણી || ૧ રાણી રૂસણડઉં એક રતન-કંબલ કારુણી | મઝ પાહિ પન્નઉતડી સાલિભદ્ર-ઘરુણી | રાણી | ૨ રાઉ ભણઈ કંબલ લખિ લાભાં આવઈ કેહા કાજ ! લાષીણા ગજ ઘોડા લીજઇ તીણઈ કીજઈ રાજ || રાણી || ૩ રીસાવી રાણી રહીય તુટઈ મૂલ લે પાટા રતન-કંબલ કારણિ રાજાસિતું રાણી પડીઉ ફાટ || રાણી || ૪ જિમઈ નહીં બોલાઈ નહીં વોલામણી ન જાઈ | રતન-કંબલ કારણિ જણ મોકલિ વેગિ અણાવઈ રાય || રાણી || ૫ અવસર આવઈ અરથ ન વેચઈ અવસરિ નવિ વરસંતિ | મંત્રિ સંગ્રામસીહ ઇમ બોલઈ પાછાં હાથ ઘસંતિ રાણી / ૬૧૧૪
સ્થાનવિશેષ માટે જેમ આબુરાસ રેવંતગિરિરાસુ વગેરે છે તેવો જ સ્થાનવિશેષનો ધાર્મિક દૃષ્ટિએ ખ્યાલ આપતો ભદ્રેશ્વરસૂરિવંશના કોઈ પ્રજ્ઞાતિલકસૂરિનો ઈ.૧૩૦૭માં કોરિટાવાડ નામક ગામમાં રહી રચેલી એક કછૂલીરાસ' મળે છે. * આ કછૂલી (સં. સ્થપદ્રિ) ગામ આબુની તળેટીમાં અચલેશ્વર પાસે આવેલું છે. એ જૈનધર્મનું એક સારું તીર્થ છે એ બતાવવાનો ગ્રંથકારનો ઉદ્દેશ છે. બંધની દૃષ્ટિએ ત્રણ જુદુંજુદે સ્થળે “વસ્તુ' છંદની કડીઓ છે. “વસ્તુની કડી પૂર્વે આરંભમાં ત્રણ કડી ૧૬+૧૬+૧૩ની દોઢીની છે, તો પછી પણ ત્રણ કડી એ માપની છે. એના પછી રોળાનાં બે ચરણો બાદ ચરણાકુલનાં છ ચરણોની એક કડી ને પછી રોળાનાં બે ચરણ આપ્યાં છે. ત્યાર પછી “ઝૂલણા'ના ચરણના પહેલા ૨૦ માત્રાના ટુકડાના ૪-૪ ચરણોવાળી ત્રણ કડીઓ પછી “વસ્તુ' છંદની એક કડી મળે છે. આ ૮ દોહરા મળે છે, જેમાંના પ્રત્યેક ઉત્તરાર્ધમાં સમચરણના પહેલા શબ્દનાં ત્રણ આવર્તન મળે છે. જેમાંના આવર્તનને છેડે ગેયતાપૂરક | જોવા મળે છે. આણાંની બીજી કડીનો પૂર્વાર્ધ તૂટી ગયો દેખાય છે. શરૂઆતની બે કડીઓમાં અંત્યાનુપ્રાસ નથી, પછી મળે છે. આ પછી ત્રીજી ‘વસ્તુ' છંદની કડી છે. આ પછી