________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૫૧
૬ કડી ચોખ્ખા દોહરા છે. પછીની સાડા બાર કડીઓનું માપ ભ્રષ્ટ છે, જેમાંની છેલ્લી ૮ કડીઓનું માપ સોરઠાનું છે, પરંતુ વિષમ ચરણોમાં પ્રાસ નથી તેમ સમચરણોમાં પણ પ્રાસ નથી. આ રાસની થોડી ઐતિહાસિક મહત્તા છે, કેમકે આરંભમાં અગ્નિકુંડમાંથી નીકળેલા પરમાર વંશના રાજાનું આબુ ઉપર રાજ્ય હોવાનો, તેમજ વિમલસહીના આદિ જિનેંદ્ર અને અચલેશ્વરનો નિર્દેશ છે. આ ઉપરાંત કેટલાક શ્રેષ્ઠીઓ અને આચાર્યોનાં નામ પણ આવ્યાં છે, એક પ્રસંગનાં વર્ષ પણ નોંધાયાં છે. પરમાર ધંધ અને “ચડાવલિ' (સં. વન્દ્રાવતી નગરીનો નિર્દેશ પણ થયો છે. કાવ્યની દૃષ્ટિએ કશું જ મળતું નથી; સારી શબ્દાવલી જરૂર ધ્યાન ખેંચ્યા કરે છે.
આ પછી થોડા સમયમાં રચાયેલો, છંદ-ગેયતા-ઇતિહાસ-ભાષા આદિ તત્ત્વો જાળવતો નિવૃત્તિગચ્છના પાર્થસૂરિના શિષ્ય અંબદેવસૂરિનો પાટણના સંઘપતિ સમરસિંહની સંઘયાત્રાનું વર્ણન આપતો સમરોરાસુ છે, જેમાં ઈ.૧૩૧પસં.૧૩૭૧)ના ચૈત્ર વદિ સાતમને દિવસે સંઘ અણહિલપુરમાં પાછો આવી ગયાનું કાવ્યાંતે નોંધાયું છે. આને લઈ સમરસિંહ સાથે સંઘમાં ગયેલાં અંબદેવસૂરિએ અણહિલપુર પાટણ આવ્યા પછી તરતમાં જ આ રાસ રચ્યો હોવા વિશે શંકા નથી.
તુરિય ઘાટ તરવરિય તહિ સમરઉ કરાં પ્રવેસુ . અણહિલપુર વદ્ધામણઉ એ અભિનવું એ
અભિનવુ એ અભિનવું પુન નિવાસો | ૮ || સંવચ્છરિ ઇક્કતત્તરએ થાપિલ રિસહ-જિગંદો! ચૈત્ર વદિ સાતમિ પહુત ઘરે નંદઉ એ
નંદી એ નંદઉ જા રવિચંદો ||૯|| પાસડસૂરિહિ ગણતરહ નેઊઅગચ્છ -નિવાસો તસુ સીસિહિં અંબદેવસૂરિહિં રચિયઉ એ
રચિય એ રચિયઉ સમરારાસો! એહુ રાસ જો પઢઈ ગુણઈ નાચિઉ જિણહરિ દેઇ. શ્રવણ સુણઈ સો બયઠઉ એ તીરથ એ
તીરથ એ તીરથ જાત્રફલુ લઈ | ૧૦૫ બંધની દૃષ્ટિએ આ રાસમાં તેર “ભાસ' મળે છે, જેમાંની મોટાભાગની એની ગેયતાની દૃષ્ટિએ નોંધવા જેવી છે :
ભાસ ૧ : સોરઠાના માપની ૧૦ કડી છે, એક એકી ચરણોના પ્રાસને બદલે બેકી ચરણોના પ્રાસ મેળવવામાં આવ્યા છે. ભાસ ૨ : દોહરાની ૧૨ કડી છે, જેમાં દરેક અર્ધને અંતે “ત' ગેયતા માટે મૂકેલો છે.