________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૪૯
આગલિ પંચ શબદ વાજંતિ, ભગિનિ નાચિણિ નાચંતિ | ઝલહલ રૂપિ જિસિલ હુ ઇંદુ, સોલ કલા જિસિઈ પૂનિમ-ચંદુ રપા મેલાવઈ વ્યવહારીય ઘણા, પાર ન જાણઉં લોકહ તણા વર વહુલુ તોરણિ આવીઉ, સાલે સવહુ બોલાવી ર૬ll બોલિ બોલિ બત્રીસે કહી. સાલિક શ્લોક કહઈ સવિ રહી, વસતુ વર બોલંતિ શ્લોક, મધુર વાણિ સાંભલિયો લોક રિવા
જીતું વરિ હારિઉં શાલિકિ, લામા ભલાં સહિહું એ રીતિ ! મૅસલિ ધૂસર સાસૂ સાલ, બત્રીસે ઘાલી વરમાલ ૨૮|| પુષ્પાઉં ભાલી એક સાથિ, બત્રીસઈ વર વિલગઇ હાથિT દિઇ લાડી લાડાના ધવલ, લાડી બાપહ કન્યા હલ રા. ચુરી બંધાવી મોકલી, ફિરઈ સાયિ બત્રીસ) વલી | દીપતિ હુઈ અગનિ ધૃતસાર, જોસી જાણઈ સવિ આચાર ||૩ના વેદારિ ચરિમાહિ કહઈ, પનરવાં સોઢણ બ્રાહ્મણ લહઈ li૩૧ ૧૧૨ [એક અવાજે ઢોલ ઢમકે છે. બધી સ્ત્રીઓ વાદે વાદે ધવલગીતો ગાય છે. માદલ ભૂંગળ અને તાલ વગાડે છે. બત્રીસે કન્યાઓ વરમાળા લઈને ઊભી છે. વર ઝડપથી ઘોડા ઉપર સવાર થાય છે. એના કાનમાં કુંડળ છે અને ગળામાં મોતીનો હાર છે; માથા ઉપર સોનાનો ઘડેલો મુગુટ છે, જે માણેક અને મોતીની મેરોથી જડેલો છે. આગલા ભાગમાં પંચ વારિત્રો વાગે છે, ગણિકાઓ થનગન-થનગન નાચે છે. રૂપમાં વર ઝળહળતા ચંદ્ર જેવો છે, જેવો સોળ કળાએ પૂર્ણ પૂનમનો ચંદ્ર હોય. ત્યાં ઘણા વેપારીઓ એકઠા થયા છે, લોકો પાર વિનાના છે. વહેલો વહેલો વર તોરણે આવ્યો. બત્રીસે સાળાઓએ વરને શ્લોક બાલોવાનું કહ્યું ત્યારે વર શ્લોક બોલ્યો. એ મંધુર વાણી લોકોએ સાંભળી. વરનો વિજય થયો, સાળા હાર્યા. સાસુઓએ આવી મુશળ ધોંસરી હળ અને ત્રાકથી પોખણ કર્યું અને બત્રીસે કન્યાઓએ વરમાળ પહેરાવી. એકીસાથે પુણ્યાહવાચન થયું અને બત્રીસે કન્યાએ પાણિગ્રહણ કર્યું. લાડી-લાડાના ધવલગીત ગવાય છે.... ચોરી બંધાવવામાં આવી, જ્યાં બત્રીસે કન્યાઓ સાથે ફેરા ફરવામાં આવે છે. ઘીથી અગ્નિ પ્રજ્વલિત થાય છે. જોશી બધા આચાર જાણે છે તેથી ચોરી વચ્ચે ચારે વેદોનો પાઠ કરે છે, અને પંદર સોનામહોર બ્રાહ્મણ દક્ષિણા તરીકે મેળવે છે.]
આ પછી મંગળફેરાનું ગીત ગવાય છે. આગળ ચાલતાં પેલા વેપારીના સ્વપ્નગીત પછી આવતું, રત્નકંબલને કારણ રાણી રૂસણું લે છે તે વિશેનું ગીત