________________
૧૩૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
સમોસરણ સુરવિર સહિય પઢમ જિણંદ ॥ ૧૬૫ ૪
[હાથી ચાલવા લાગે છે. નિશાન ગાજે છે. રાયના હૃદયમાં અહં જાગે છે. હણહણતા ઘોડા એ સમયે ચાલી રહ્યા છે. રથના ભય અને ભારથી મેરુપર્વત ખળભળી ઊઠે છે. શેષના મસ્તક ઉપરનો મણિ ઝબકારો મારી રહ્યો છે. રાણી મરુદેવીને સાથે રાખી રાજા હાથી ઉપર સવારી કરીને જાય છે. પિતાના સમોસરણ વખતે સુરવરોની સાથે રહી પ્રથમ તીર્થંકરને નમન કરે છે.] આયુધશાળામાં નીકળેલા ‘ચક્રરત્ન' સાથે રાજાની વિજય-સવારી નીકળે છે તે વખતનું સેનાનું પ્રયાણ (કડી ૧૮-૪૨) અલંકારસમૃદ્ધિનો પણ સાથોસાથ સારો ખ્યાલ આપે છે :
પ્રહિ ઊગમિ પૂરવદિસિહિં પહિલઉં ચાલીય ચક્ક તુ । ધૃજીય ધરયલ થરહર એ, ચલીય કુલાચલ ચક્ક તુ ॥૧૮॥ પૂઠિ પીયાણું તઉ દીયએ ભૂયવલિ ભરહ નિરંદ તુ । પિડિ પંચાયણ પરદલહું, ઇલિયલિ અવર સુરિંદ તુ ॥૧૯॥
...ગડયડંતુ ગયવ૨ ગુડીય, જંગમ જિમ ગિરિશૃંગ તુ । સુંડાદંડ ચિર ચાલવÛ, વેલઇ અંગિહિ અંગ તુ || ૨૧|| ગંજઇ ફિરિ ફિરિ ગિરિરસહિર, ભંજઇ તરુઅર ડાલિ તુ । અકસ-સિ આવŪ નહીંય, કઈં અપાર અણાલિ ॥૨૨॥ હીસð હસમિસ હણહણě એ, તરવર તાર તોષાર તુ ખૂંદઉં ખુરલð ખેડવીય, મ-ન માનઇ અસવાર તુ ॥૨૩॥
*
...ધડહડંત ધર દ્રમદમીય, રહ રૂંધઈં રહવાટ તુ |
રવ-ભરિ મણઇં ન ગિરિ-ગહણ, થિર થોભð રહ-થાટ તું ॥૨૬॥
*
ચમર-ચિંધ ધજ લહલહ એ...
||૨||
દડવડંત દહ દિસિ દુસહ એ, પસરીય પાયક-ચક્ક તુ । અંગોઅંગિઇ આંગમઇં અરીયણિ અણિ અત્યંત ||૨૮૫
પૂર્વ દિશામાં પહો-ફાટી – અરુણોદય થયો કે તરત જ ચક્ર આગળ થયું. એ વખતે ધરાતલ થરથર કંપી રહ્યું છે, કુલપર્વતોનો સમૂહ હાલી ઊઠ્યો છે. એની પાછળ પોતાના બાહુબલના જોર ઉપર ભરતેશ્વર રાજા પ્રયાણ આદરે છે. શત્રુસેનાના સિંહોને એ પીડા કરી રહ્યો છે. જાણે કે પૃથ્વીના તલ ઉપર એ બીજો ઇંદ્ર ન હોય!... જંગમ ગિરિ-શિખર જેવા હાથી ઉપરનાં