________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૩૩
ડંકા-નિશાન વાગી રહ્યાં છે, હાથી સૂંઢ આમ તેમ લાંબા સમય સુધી ફેરવ્યા જ કરે છે. અને એકબીજા અંગથી અંગક્રીડા સાથે છે. વારંવાર ગિરિનાં શિખરોને થકવી દે છે. મોટાંમોટાં વૃક્ષોની ડાળીઓનો ભુક્કો ઉડાવી નાખે છે. એ હાથી અંકુશને તાબે થતો નથી; ખૂબ જ તોફાન કરે છે. તરવરતા ચપળ ઘોડા હેારવ કરે છે ને હણહણે છે. ડાબલાથી થાંભલા ઉખેડી નાખે છે અને અસવારના કાબૂમાં રહેતા નથી.. રથ પસાર થાય છે ત્યારે ધડધડાટથી ધરા ધણધણી ઊઠે છે રથો રથના માર્ગને રૂંધી નાખે છે. ૨થોનો સમૂહ જ્યારે સ્થિર થઈને ઊભો હોય છે ત્યારે પર્વતોનાં વનોની પણ પરવા કરતો નથી. ચમરીની ચિહ્નવાળી ધજા ફરકી રહી છે.... દસે દિશામાં આગળ વધતું દુઃસહ પાયદળનું ચક્ર દડદડાટ સર્વત્ર ફેલાઈ જાય છે. શત્રુઓને વજ્રરૂપ બનતું એ સૈન્ય એકબીજા સાથે અંગેઅંગ મિલાવતું જાય છે.....
-
આમ ઉત્તરોત્તર કવિતા વધુ અને વધુ વેગ લેતી જાય છે. પૃથ્વીતલ ઉપર વિજય તો મેળવ્યો, પરંતુ ચક્ર પાછું આયુધશાલામાં પ્રવેશ કરતું નથી. એનું કારણ જાણવા માગતાં મંત્રી, ભરતેશ્વરને, એનો નાનો ભાઈ બાહુબલિ આણ સ્વીકારતો નથી એવા સમાચાર આપે છે. એનાથી ભરતેશ્વરને ક્રોધ ચડે છે, છતાં પ્રથમ દૂતને આણ સ્વીકારવાનું કહેણ કહેવા રવાના કરે છે. પેલો દૂત બાહુબલિ પાસે જાય છે ત્યારે બાહુબલિ ભરતેશ્વર તેમજ બીજા સામંતોનું ક્ષેમ કુશળ પૂછે છે. આ રીતે કવિએ રાજારાજા વચ્ચેના વ્યવહારનો પણ કુશળતાથી ખ્યાલ આપ્યો છે. દૂત ભરતેશ્વરનાં પરાક્રમોનો આલંકારિક ભાષામાં ખ્યાલ આપી નમવાનું કહે છે. રાજા બાહુબલિ એ કહેણનો અસ્વીકાર કરે છે. દૂત પાછો આવે છે. સેનાની સજ્જતાને લગતી ૧૧મી ણિ વી૨૨સનો એક અચ્છો નમૂનો પૂરો પાડે છે, જેમાં ઉપમા-ઉત્પ્રેક્ષાદિ અલંકારો વિશેષ ચારુતા અર્પે છે. દૂતને ફરી મોકલવામાં આવે છે, પણ બાહુબલિ કોઠું આપતો નથી એટલે પછી ભરતેશ્વર સૈન્ય લઈ બાહુબલિના પ્રદેશ ઉપર ચડી જાય છે. પહેલા દિવસના યુદ્ધવિરામ પછી બીજા દિવસના યુદ્ધનું વર્ણન કવિએ ૧૩મી વણિના રૂપમાં વિં સરસ્વતી ઘડત થી શરૂ કર્યું છે. રસ અને અલંકારની સમૃદ્ધિ અહીં પણ સ્પષ્ટ રીતે અનુભવાય છે :
હિનં સરસ્વતિ ધઉલ
તઉ તિહં બીજએ દિણિ સુવિહાણિ ઉઠીહ ઉકજિ અનલવેગો । સડવડ સમહરે વરસએ બાણિ છયલસુત છલીયએ છાવડુ એ અરીયણ અંગમઇ અંગોઅંગિ, રાઉતો રામતિ ણિ રમઇં એ લડસડ લાડઉ ચડીય ચઉરંગ, અરિષણિ સયંવર વરઇ એ ॥૧૪૪||