________________
• રાસ અને લગુ સાહિત્ય ૧૩૧
૧૩૮); બાકી એ સિવાય –
ઇવણિ ૧ : ૧૬+૧૬+૧૩ (બે પદ ચરણાકુળનાં +૧ વિષમ પદ દોહરાનું) -ની દોઢીની ૧૫ કડી
ઠવણિ ૨ : દોહરાની દેશી કડી ૧૯-૪૨ ( પ્રત્યેક અર્ધને અંતે પાદપૂરક)
ઠવણિ ૩ : ૧૫ સોરઠાની દેશી ૪૩-૭૬ (પ્રતયેક અર્ધને અંતે 1 પાદપૂરક) અને ૧૯૦-૨૦૩ (પ્રત્યેક અર્ધમાં પ્રથમ શબ્દ પછી પ પાદપૂરક)
ઠવણિ ૪,૫,૬,૭,૮,૯,૧૦,૧૪ : ચરણાકુળ અને ચોપાઈના મિશ્રણવાળી ગેય દેશી જેમાં ઇવણિ ૪,૫,૬,૮,૧૦માં પહેલી કડી ધુવાની, ૭ અને ૧૪માં ધ્રુવા' નહિ. (કડીઓ અનુક્રમે, ૭૯-૮૪, ૮૫-૮૯, ૯૯૪, ૯૬-૯૮,૯૯-૧૦૩, ૧૦૫૧૦૭, ૧૦૮-૧૧૭, ૧૫૩-૧૮૯)
ઠવણિ ૧૧,૧૨ : રોળાની દેશી (કડીઓ ૧૨૧૩૬, ૧૩-૧૪૩)
ઠવણિ ૧૩ : “સરસ્વતી ધઉલ'; (આમાં ૧૪૪-૧૫૨ એ નવ કડીઓ ધઉલ, ત્રુટક, ધઉલ, ત્રુટક, એવા ક્રમે છે. આમાંનું ધઉલ એ ચોપાઈ + દોહરાના સમચરણ જેવું છે, જ્યારે “તૂટકમાં બે અર્ધ ૧૧-૧૧ માત્રાનાં દોહરાનાં સમપદ જેવાં ચાર અને એના પછી હરિગીતછંદ (૨૮ માત્રાના)નાં ચાર ચરણ છે. પ્રથમ “ધઉલ'ના ચોથા પાદનો ઉત્તરાર્ધ તૂટકના આરંભમાં આવર્તિત થયા પછી ત્રુટક'નું પેલું દોહરાના સમપદ જેવું પદ હરિગીતના આરંભમાં આવર્તિત થાય છે એ ખાસ નૃત્તની દષ્ટિએ ધ્યાન ખેંચે છે. તાલ અને રાહ આમ ત્યાંત્યાં બદલાતો સ્પષ્ટ અનુભવાય. ઠવણિઓ ભિન્નભિન્ન રાગોમાં ગવાતી હશે એ આવાં આવાં કારણોથી સ્પષ્ટ થાય છે. “સંદેશક-રાસકમાં, મુસ્લિમ કર્તાની રચના છતાં, એક પણ અરબી શબ્દ મળતો નથી, જ્યારે “ભ. બા. રાસમાં “સાબાણ'(તંબુ) એ સ્પષ્ટ રીતે અરબી શબ્દ છે,
જ્યારે જોષિમ' (ઉચ્ચારણ જોખિમ' શબ્દ જોખમ') આમ એક અરબી અને બીજો અજ્ઞાત મૂળનો દેશ્ય શબ્દ વપરાયેલ મળે છે.
આ કાવ્યનું વસ્તુ વજસેનસૂરિના “ભરતેશ્વરબાહુબલિઘોર’ મુજબનું જ છે, પણ આ વિસ્તૃત પદ્યગ્રંથ છે જે એમાંના કેટલાક અંશોથી કાવ્ય બની રહે છે. ખાસ કરીને ભારત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધપ્રસંગમાં કવિ વીરરસને ખડો કરવામાં એકંદરે સફળતા મેળવે છે. પ્રથમ પિતા ઋષભદેવને નમન કરવા ભરતેશ્વર સાબદો થાય છે તે પ્રસંગથી વીરના સ્થાયી ભાવ ઉત્સાહનો પરિચય થાય છે :
ચલીય વયવર ચલીય વયવર ગડીય ગજ્જત | હૂંપત્તી રોસભરિ, હિણહિમંત હય થટ્ટ હલ્લીય | રહભવભરિ ટલવલીય મેરુ, સેસુ મણિ મઉડ ખિલ્લીય | સિલું મરુદેવિહિં સંચરીય. કુંજરિ ચડિલ નરિંદ |