________________
સાહિત્ય પ્રાચીન કાળ ૧૦૧
કવિની વિવેકમંજરી” અને “હમ્મીરમદમર્દન નામનું નાટક (ઈ.૧૨૨૦ પછી), અને ઉદયપ્રભસૂરિના ધર્માભ્યદયમહાકાવ્ય' (કિવા સંઘપતિચરિત) ઈ.૧૨૨૧ની સંઘયાત્રા પછીની રચના, - આ કાવ્યની પહેલી હસ્તપ્રત વસ્તુપાળના ખુદના હસ્તાક્ષરની ઈ. ૧૨૩૪ની તાડપત્રીય પ્રત ખંભાતના જૈન ભંડારની નજરે જોઈ છે.), સુશ્રુતકીર્તિકલ્લોલિની' (ઇ.૧૨૨૧) અને “વસ્તુપાલસ્તુતિ, વળી ધર્મદાસની ઉપદેશમાલા ઉપર કિર્ણિકા નામની ટીકા (ઇ.૧૨૪૩), જ્યોતિષશાસ્ત્રનો આરંભસિદ્ધિ ગ્રંથ (તૂટક પ્રાપ્ત-નામ શક્ય રીતે “શબ્દાહ્મોલ્લાસ), અને વસ્તુપાળની પોષધશાળા ખંભાત)ની પ્રશસ્તિ (ઈ.૧૨૨૫) જાણવામાં આવ્યાં છે."
વળી ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનપ્રભની પ્રબંધાવલિ' (ઈ.૧૨૩૪), નરચંદ્રસૂરિનાં શ્રીધરાચાર્યની “ન્યાયકંદલીનું ટિપ્પણ, પ્રાકૃત વ્યાકરણ પ્રાકૃત પ્રબોધ,” મુરારિક્ત “અનર્થરાધવ' નાટકનું ટિપ્પણ, જ્યોતિસાર (કિવા “નારચંદ્રજ્યોતિષ'), “કથારત્નાકર' કિવા “કથારત્નસાગર'), “ચતુર્વિશતિજિનસ્તોત્ર', ગિરનાર ઉપરના બે શિલાલેખોમાંની પ્રશસ્તિઓ, ‘વસ્તુપાલપ્રશસ્તિ', “અલંકારમહોદધિ,' “કાકુલ્થકેલિ’ નાટક, વિવેકપાદપ’ અને ‘વિવેકકલિકા', આ વસ્તુપાળ-તેજપાળના સમયની રચનાઓ મળી આવી છે.*
વસ્તુપાળ-તેજપાળના વિદ્યામંડળમાં નહોતા તેવા ગ્રંથકારો પણ એ યુગના જાણવામાં આવ્યો છે જેવા કે તિલકાચાર્ય – “આવશ્યક-નિર્યુક્તિ, દશવૈકાલિકટીકા' અને પ્રકીર્ણ અનેક વૃત્તિઓના કર્તા, ચંદ્રકુલના અભયદેવસૂરિ (બીજા) – “જયંતવિજય' (ઈ.૧૨૨૨) કાવ્યના કર્તા, શ્રીપ્રભસૂરિ – હેમચંદ્રાચાર્યના કારકસમુચ્ચય-અધિકાર ૧-૨ ની વૃત્તિઈ.૧૨૨૩)ના કર્તા, લક્ષ્મીધર – ‘તિલકમંજરી-કથાસાર' (ઈ.૧૨૨૫)ના સર્જક, પૂર્ણભદ્રગણિ - “અતિમુક્તચરિત' પાલણપુરમાં ઈ.૧૨૨૬), અને “ધન્યશાલિભદ્રચરિત' (ઈ.૧૨૨૯) અને “કૃતપુણ્યચરિત' (ઈ.૧૨૪૯), વિનયચંદ્ર“મલ્લિનાથચરિત મહાકાવ્ય (ઈ.૧૨૩૦)ના કર્તા, સર્વદેવસૂરિ – “સ્વપ્નસપ્તતિકાવૃત્તિ' (ઈ.૧૨૩૧)ના રચયિતા, જિનપાલ ઉપાધ્યાય-“ષટ્રસ્થાનક–વૃત્તિ (ઈ.૧૨૦૬), સનકુમારચરિત મહાકાવ્ય', જિનદત્તસૂરિકૃત ઉપદેશરસાયન' (અપભ્રશ)ની સંસ્કૃત ટીકા, જિનવલ્લભસૂરિના દ્વાદશ કુલક' (અપભ્રંશ)ની સંસ્કૃત ટીકા, જિનદત્તસૂરિની ચર્ચરી' (અપભ્રંશ)ની સંસ્કૃત ટીકા અને “સ્વપ્નવિચાર-ભાષ્ય' વગેરેના લેખક, મહેંદ્રસૂરિ–“તીર્થમાલાસ્તોત્ર અને જિરાવલ્લી-પાર્શ્વનાથસ્તોત્ર'ના લેખક, ભુવનતુંગસૂરિ – “ચતુઃ શરણાવચૂરિ (ઉત્તર ગૌ.અપ.)ના કર્તા, પાપ્રભસૂરિ– મુનિસુવ્રતચરિત્ર (ઈ.૧૨૩૮)ના કર્તા. સુમતિગણિ - જિનદત્તસૂરિકૃત ગણધરસાર્ધશતકની બૃહદ્રવૃત્તિના લેખક, ઉદયસિંહસૂરિ – જિનવલ્લભની ‘પિંડવિશુદ્ધિ ઉપરની ટીકાના લેખક, ગુણાકરસૂરિ - નાગાર્જુનકૃત