________________
૧૦ર ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
દેવેંદ્રસૂરિ–
યોગરત્નમાલાની વૃત્તિ ઈ.૧૨૪૦), અને ચંદ્રગચ્છના ઉપમિતિભવપ્રપંચકથા-સારોદ્ધાર' (ઈ.૧૨૪૨)ના કર્તા.૫૭
વાઘેલા વંશનો અંતભાગ ‘વાઘેલા વંશ(ઈ.૧૨૪૪)ના સ્વતંત્ર ગુજરાતનો કર્ણ-વાઘેલાના પતન (ઈ.૧૩૦૩) સાથે અંત આવે છે. એ ગાળામાં પણ જૈન લેખકોની સાહિત્યસેવા અવિરત ચાલુ રહી હતી. એ રીતે જાણવામાં આવેલા છે તે સર્વાનંદનું ચંદ્રપ્રભચરિત' (ઈ.૧૨૪૬), પરમાનંદસૂરિની હિતોપદેશમાલાવૃત્તિ (હિતોપદેશમાલાપ્રકરણ-ઈ.૧૨૪૮), યશોદેવનું પ્રાકૃત ધર્મોપદેશ પ્રકરણ (ઈ.૧૨૪૯), અજિતપ્રભસૂરિનાં ‘શાંતિનાથચરિત' (ઈ. ૧૨૫૧) અને ભાવનાસાર', પૂર્ણકલશની આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત
જ્યાશ્રય'(‘કુમારપાલ-ચરિત')ની સંસ્કૃત વૃત્તિ(ઈ.૧૨૫૧), લક્ષ્મીતિલકનું “પ્રત્યેકબુદ્ધચરિત' કાવ્ય (ઈ.૧૨૫૫), અભયતિલકની આચાર્ય હેમચંદ્રના સં. ‘ત્યાશ્રય કાવ્ય' ઉપરની વૃત્તિ પાલણપુરમાં ઈ.૧૨૫૬) અને પ્રાચીન તર્કગ્રંથો ઉપરની “પંચપ્રસ્થ ન્યાયતર્ક નામની વ્યાખ્યા, ચંદ્રતિલક ઉપાધ્યાયનું અભયકુમારચરિત' (બાડમેર અને ખંભાત – ઈ.૧૨૫૬), વિદ્યાનંદસૂરિનું વિદ્યાનંદ વ્યાકરણ', જિનેશ્વરસૂરિનો “શ્રાવકધર્મ વિધિ’ પાલણપુરમાં ઈ.૧૨૫૭) અને એની ઉપરની વૃત્તિ પોતે અને વળી શિષ્ય લક્ષ્મીતિલકની પણ), પ્રબોધચંદ્રગણિની “સંદેહદોલાવલી-બૃહદુવૃત્તિ', મદનસૂરિનાં “શાંતિનાથચરિત' (ઈ.૧૨૬૬), ધર્મોપદેશમાલાવૃત્તિ, સિંહતિલકસૂરિનો લીલાવતી' વૃત્તિ સાથેનો મંત્રરાજરહસ્ય નામનો ગ્રંથ(ઈ.૧૨૬૬) તેમજ “વર્ધમાનવિધાતા” “ગણિતતિલકવૃત્તિ અને ભુવનદીપક-વૃત્તિ' (ઈ.૧૨૭૦), કાસહૂદગચ્છના નરચંદ્ર ઉપાધ્યાયનાં પ્રશ્નશતક' અને જન્મસમુદ્ર-સટીક, પ્રદ્યુમ્નસૂરિની પ્રાકૃત ‘સમરાદિત્યકથા’–સંક્ષેપ (ઈ.૧૨૬૮) અને “પ્રવજ્યાવિધાન-મૂલશુદ્ધિપ્રકરણ', વિનયચંદ્રસૂરિનો “કલ્પનિયુક્તિદીપાલિકાકલ્પ' (ઈ.૧૨૬૯), રત્નપ્રભસૂરિની ઉદ્યોતનસૂરિની પ્રાકૃત કુવલયમાલા’ કથાનું સંસ્કૃત સ્વતંત્ર રૂપાંતર, પ્રબોધમૂર્તિ (“જિનપ્રબોધસૂરિ)નાં “કાતંત્ર-વ્યાકરણદુર્ગ પ્રબોધ ટીકા' (ઈ.૧૨૭૨), સોમચંદ્રની સં. “વૃત્તરત્નાકર'ની ટીકા (ઈ.૧૨૭૩), ધર્મઘોષસૂરિનાં “સંઘચારભાષ્ય-ચૈત્યવંદનભાષ્ય-વિવરણ' (ઈ.૧૨૭૧) ઉપરાંત કાલસપ્તતિ-સાવચૂરિ'. (“કાલસ્વરૂપ-વિચાર'), “શ્રાદ્ધજીતકલ્પ' “ચતુર્વિશતિજિનસ્તુતિ દુઃષમ કાલસંઘસ્તોત્ર' પ્રાકૃતમાં; સોમપ્રભસૂરિની ૩૮ યમક સ્તુતિઓ અને પતિજીતકલ્પ' વગેરે અનેક પ્રકરણો, ક્ષેમકીર્તિની ભદ્રબાહુકત “કલ્પસૂત્રની વૃત્તિ (ઈ.૧૨૭૬), માનતુંગાચાર્યનું શ્રેયાંસચરિત' (ઈ.૧૨૭૬), નાગૅદ્રગચ્છના ધર્મકુમારનું શાલિભદ્રચરિત' (ઈ.૧૨૭૮), વિવેકસાગરનાં પુષ્પસાગર-કથાનક' (ઈ.૧૨૭૮)