SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ આપતાં “સુરથોત્સવ પૌરાણિક વસ્તુવાળું) અને “કીર્તિકૌમુદી' (વસ્તુપાળની કીર્તિગાથા ગાતું, અને “રામશતક પણ મળે છે. વિશેષમાં કેટલાક ઉત્કીર્ણ લેખોના રૂપમાં પ્રશસ્તિઓ પણ જાણવામાં આવી છે, જેવી કે આબુની લૂણિગવસહીમાંની આબુપ્રશસ્તિ' (ઈ.૧૨૫૫). અને ૧૦૮ શ્લોકોની વિરધવલે ધોળકામાં બંધાયેલા વરનારાયણ પ્રાસાદની પ્રશસ્તિ નાશ પામી છે. કોઇ અને કોઈ સાહિત્યરચના કરી હોય તેવા જૈનેતર કવિઓ બીજા બે જાણવામાં આવ્યા છે. દૂતાંગદ' છાયાનાટકનો કર્તા સુભટ અને સંભવતઃ વડનગરનો, પરંતુ પછી હોદ્દાની રૂએ સોમનાથ પાટણમાં જઈ વસેલો, નાનાક પંડિત, જેની રચેલી બે પ્રશસ્તિ સોમનાથ પાટણમાંની છે : પહેલી ઈ.૧૨૬ રમાં વિસલદેવના મૃત્યુ પછી કેટલેક સમયે અને બીજી ઇ.૧૨૭રની છે. આ કાળમાં ગુજરાતમાં વિદ્યાધર નામનો વિદ્વાન હતો કે જેણે શ્રીહર્ષ કવિના નૈષધીયચરિત' નામના મહાકાવ્ય ઉપર સાહિત્યવિદ્યાધરી’ નામની સંસ્કૃત ટીકા વિસલદેવના રાજ્યકાળ (ઈ.૧૨૩૮૧૨૬ ૧)માં રચી હતી. એ કાળમાં ધોળકા એક મહત્ત્વનું વિદ્યાધામ બની ચૂક્યું હતું. અને ત્યાંના ચંડુ પંડિતે ઈ.૧૨૯૭માં એ જ મહાકાવ્યની સ્વતંત્ર સંસ્કૃત ટીકા રચી આપેલી." હરિહર નામનો એક કારમીરી પંડિત પણ, સિદ્ધરાજ જયસિંહના સમયમાં આવી વસેલા ‘વિક્રમાંકદેવ-મહાકાવ્ય,' “કર્ણસુંદરી-નાટિકા” અને “ બિલ્ડણપંચાશિકાના કર્તા બિલ્ડણની જેમ, ગુજરાતમાં આવી વસેલો, જેનાં ફૂટકળ સુભાષિત કેટલાક સંગ્રહોમાં જોવા મળે છે. પર જૈન હતો કે જૈનેતર હતો એનો નિશ્ચય નથી થઈ શકયો તેવો અરિસિંહ નામનો કવિ જાણવામાં આવ્યો છે. એ વસ્તુપાળનો આશ્રિત હતો. અરિસિંહનું “સુકૃતસંકીર્તન નામનું ૧૧ સર્ગોનું કાવ્ય વસ્તુપાળની પ્રશસ્તિને લગતું છે (ઈ.૧૨૩૧ પૂર્વે). આ કાવ્યમાં વનરાજથી સામંતસિંહ અને મૂળરાજથી ભીમદેવ તથા અર્ણોરાજથી વીરધવલ સુધીના રાજવીઓનો પણ સંક્ષિપ્ત વૃત્તાંત આપ્યો છે. ૫૩ વસ્તુપાળના સાહિત્યમંડળમાં અમરચંદ્રસૂરિ એક વ્યાપક ખ્યાતિવાળો સાહિત્યકાર હતો. “બાલભારત અને પદ્માનંદ મહાકાવ્ય' (ઈ. ૧૨૭૮-૧૨૪૧વચ્ચે) - એની કાવ્યકૃતિઓ છે. આ ઉપરાંત એણે અરિસિંહની સાથે રહી કાવ્યકલ્પલતાનો ગ્રંથ રચ્યો છે, જેના ઉપર અમરચંદ્રની જ સ્વોપજ્ઞ ટીકાઓ “કવિશિક્ષા', કાવ્યકલ્પલતા-પરિમલ” અને “કાવ્ય કલ્પલતા-મંજરી' રચાઈ હતી. એના છંદોરત્નાવલિ' અને વ્યાકરણનો “સ્વાદિશબ્દ-સમુચ્ચય' એ બે ગ્રંથ પણ જાણવામાં આવ્યા છે. ચતુર્વિશતિજિનેંદ્ર-સંક્ષિપ્તચરિત' પણ એની રચના છે. વસ્તુપાળના આશ્રિત સાહિત્યકારોમાં બાલચંદ્રના “વસંતવિલાસ (વસ્તુપાળચરિત)મહાકાવ્ય, કરુણાવજોયુધ’ નાટક (ઈ.૧૨૨૧ લગભગ) અને “ગણધરાવલી' ઉપરાંત આસડ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy