________________
ગયા દાયકાના વાડ્મય પર દાિત
"
વૈક અને આરોગ્ય
'
:
વિજ્ઞાનના આ પેટાવિભાગ આ દાયકામાં ઠીકઠીક ખેડાયેા છે. એમાં નાનાં મેટાં મળીને લગભગ ૭૫ પુસ્તકા જમા થયાં છે. તેમાંથી ખાસ નોંધપાત્ર રા. દુર્ગાશંકર શાસ્ત્રીકૃત આયુર્વેદના ઇતિહાસ' છે. આપણી ભાષામાં વૈદકના એ અપૂર્વ ગ્રંથ છે. ખાકીનાઓમાંથી વિજ્ઞાન' અને જિંદગીમા આનંદ' (ડૉ. કે. દા.લા), ‘દૂધ (ડેા. ન. મૂ. શાહ), ‘પશુચિકિત્સા ’ (લક્ષ્મીપ્રસાદ ઋષિ), ‘ ક્ષય અને ક્રમમાં નૈસર્ગિક ઉપચાર’ (ભૂપતરાય મા. દવે), આરેાગ્ય : તનનું મનનું. અને દેશનું ’(ડૉ. હરિપ્રસાદ દેસાઈ), ‘ઉગ્ર રાગેામાં નિસર્ગાપચાર' (રમણલાલ એન્જીનિયર), ખારાકના ગુણદેષ—આરાગ્યની દૃષ્ટિએ ' ( ડૉ. રસિકલાલ પરીખ ), ધરમાખી ' (બંસીધર ગાંધી), · આહાર અને પેાષણ' (ઝવેરભાઇ પટેલ), · બ્રહ્મચર્ય અને કાયાકલ્પ ' ( સ્વામી જીવનતી ), સૂર્યનમસ્કાર અને મનુષ્યજીવન ' (શ્રી. છ. શ્રીમાળી), બાળકા અને માતાની સંભાળ (ગુજ. સંશાધન મ`ડળ), ‘જનતાનાં દર્દી' (જટુભાઇ ભટ્ટ), ‘જાતીય રોગા' (સત્યકામ), ‘ આંખની સંભાળ ’(ડૉ. ગાવિંદભાઈ પટેલ) · વીજળીના આંચકા અને તેના કૃત્રિમ શ્વાસેાચ્છવાસના ઉપચાર' (હરિલાલ મંગળદાસ ત્રિવેદી), * ઉપવાસ કેમ અને કયારે' (સ્વ. સામૈયા), ‘ગુજરાતી સ્ત્રીએની શારીરિક સ'પત્તિ ' (ર. મ દેસાઈ ), ‘ગૃહિણીમિત્ર ’ (ડા. રા. મહેતા), ‘આરોગ્યસાધના ' (ડુંગરશી સંપટ), ‘જીવનચર્યાં’ ( વિ. ધ. મુનશી ) ઉલ્લેખપાત્ર છે. એમાંની ઘણી ખરી ત્રણ-ચાર ફરમાની નાની પુસ્તિકાઓ છે.
'
.
"
૭
"
પ્રજાની સંસ્કારિતાના ચિહ્ન તરીકે તેનાં વિજ્ઞાન, હુન્નર, ઉદ્યોગ, વેપાર, ખેતીવાડી, કારીગરી આદિની વૃદ્ધિની પણ ગણના કરવામાં આવે છે. આપણે ત્યાં છેલ્લાં દસેક વર્ષોથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના અભ્યાસ તરફ વધારે વળ્યા છે અને વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં ઠીક પ્રમાણમાં ઉપાધિઓ મેળવતા જાય છે. વૈજ્ઞાનિક સસ્થાએ, પ્રયોગશાળાઓ અને કારખાનાંઓ પણ ધીમે ધીમે પ્રગતિ સાધતાં જાય છે અને તત્ત્વવિદા તરફથી સ`શાધન પણ ચાલુ હાય છે. પરંતુ ઇજનેરા, દાક્તરો, યંત્રકારીગરા, કૃષકા, હુન્નરશાખીના અને વેપારીઓને ઉપયેગી સાહિત્ય હજી આપણી ભાષામાં અયપ છે. પદાર્થવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવવિદ્યા, ખંગાળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, કીટકશાસ્ત્ર અને વૈદકશાસ્ર સંબંધી પ્રવેશિકારૂપ ગણાય તેવાં પુસ્તકા પણ કેટલાં? તે પછી તે