________________
ગ્રંથ અને થકા૨ ૫૦ ૧૦ વિષયોની અદ્યતન શોધોની માહિતી આપતાં પુસ્તકે તે હોય જ ક્યાંથી ? નવા સિદ્ધાંત અને સંશોધનને શાસ્ત્રીયતાથી ને સરલતાથી સમજાવે તેવાં પુસ્તકોની હાલને તબક્કે ખાસ આવશ્યક્તા છે. કંઈ નહિ તે અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં લખાયેલા ઉત્તમ વિજ્ઞાન-ગ્રંથોના સારા અનુવાદો તે આપણી ભાષામાં હોવા જ જોઈ એ. વળી વિજ્ઞાન કેવળ પંડિત વર્ગને જ ઈજારે બની ન રહે પણ આમ વર્ગ સુધી તેને ફેલાવો થાય તે માટે લેકભોગ્ય વિજ્ઞાન-ગ્રંથમાળાઓનાં પ્રકાશને પણ જરૂરી ગણાય વિજ્ઞાનનાં પુસ્તકોમાં સાદી ભાષા અને સામાન્ય વાચકોની જિજ્ઞાસા તથા રસવૃત્તિને ઉદ્દીપ્ત કરે તેવી સાહિત્યકલાની સરસતા ભેળવવાથી આમજનતાને વિજ્ઞાન શુષ્ક લાગતું મટી જશે.
બાલસાહિત્ય બાલભોગ્ય સાહિત્યનાં પ્રકાશનને કોઈ પણ દાયકામાં તે હેત નથી, કારણ કે પચાસ-સાઠ પાનાંની દસ-બાર આનાની ચોપડીઓની સામાન્યતઃ ખપત વધારે થતી હોવાથી પ્રકાશન-સંસ્થાઓ તે પ્રગટ કરવાને કાગળની મેઘવારીમાં પણ ઘણે ઉત્સાહ બતાવે છે. પણ બાલસાહિત્ય રચનારાઓ અને પ્રસિદ્ધ કરનારાઓ જેટલી ધંધાદારી ને ધનની દૃષ્ટિ પિતાની સમક્ષ રાખે છે, તેટલી બાલમાનસના વિકાસની દૃષ્ટિ રાખતા જણાતા નથી. સલામણી, લાડ કરતી, ઘેલાં કાઢતી, સુંવાળી ભાષા અને રંગબેરંગી ચિત્રો આવ્યો એટલે બાલસાહિત્ય રચાઈ ગયું એ ખ્યાલ જ મેટે ભાગે પ્રવર્તતે હેય છે. તેમાંની વાનગીઓ ઉપરછલ્લી, અધક્યરી અને કવચિત તે ઉટંગ પણ હોય છે. એમાં બાળમાનસને ખીલવે તેવા વસ્તુને અને શુદ્ધ સરલ તળપદી ભાષાને અભાવ હોય છે. લેખકોમાં બાલ- - માનસની પકડ કે બાલવિકાસની શાસ્ત્રીય દષ્ટિ બહુ જોવા મળતી નથી; વિષય-વસ્તુની આદિથી અંત સુધી કલામય રચના તેમાં જળવાઈ હતી નથી. પ્રકાશને પણ બાલકોના અભ્યાસી-અનુભવી એવા શક્તિશાળી લેખકે- પાસે જ પુસ્તક લખાવવાને આગ્રહ નથી. બાળકોનાં પુસ્તકો એવાં હોવાં જોઈએ કે જે તેમનામાં જીવનને નવો રસ પેદા કરે, તેમનામાં નવી નવી આકાંક્ષાઓ જગાડે અને જીવનયુદ્ધની તૈયારી માટે તેમનું મન મજબૂત અને દઢાગ્રહી બનાવે. | દાયકાના બાલસાહિત્યમાં ગીત, વાર્તા અને ચરિત્રનાં, સામાન્ય જ્ઞાન –બેધન અને વિજ્ઞાનની શોધખોળ કે સગવડ તથા નવા પશુ-પક્ષીઓના