________________
ગયા દાયકાના વામય પર દષ્ટિપાત પરિચય વિશેનાં પુસ્તકો સારી સંખ્યામાં જોવા મળે છે. એમાંથી બાળવિજ્ઞાનનાં પુસ્તક ઠીક ધ્યાન ખેંચે છે.
ગીત, વાર્તા અને ચરિત્ર બાલગીતનાં પુસ્તકોમાં શ્રી. રમણીક અરાલવાળાનાં નગીના વાડી" અને રસપળી', શ્રી. જયમનગૌરી પાઠકજીનું “બાલરંજના', શ્રી. ચંદ્રિકા પાઠકજીનું “રાતરાણું', ત્રિભુવન વ્યાસનું “ગુંજારવ', શ્રી. મોહન વ. ઠક્કરનું “છીપલાં', રા. પૂજાલાલ દલવાડીનું: “કાવ્યકિશોરી', રમેશ કોઠારીનું “બુલબુલ' હરિલાલ ગો. પંડવાનું “સુરજમુખી', અને ચંદ્રકાન્ત મંગળજી ઓઝાનું ફૂલદાની” એટલાં આગળ તરી આવે છે.
વાર્તા–બોધકથાઓમાં રમણલાલ સોની, શારદાપ્રસાદ વર્મા, રમણલાલ, ના. શાહ, ધૂમકેતુ, જીવરામ જોષી, નાગરદાસ ઈ. પટેલ, વિનોદિની નીલકંઠ, સુમતિ પટેલ, દિનેશ ઠાકોર આદિ લેખકોને ખરે મૂકી શકાય. સંતો, રાજપુરુષ, વૈજ્ઞાનિકે આદિનાં ચરિત્રના લેખક તરીકે શ્રી. રસૂલભાઈ વહેરા, શારદાપ્રસાદ વર્મા, જયભિખુ, રમણલાલ સોની અને સામભાઈ પટેલના નામ આગળ આવે. હાસ્યવાર્તાઓમાં મસ્તફકીર, રમણલાલ શાહ, જીવરામ જોષી અને રમણલાલ સોનીની રચનાઓ ઠીક ઠીક બાલપ્રિય નીવડી છે.
સામાન્ય જ્ઞાનનાં પુસ્તક સૃષ્ટિનું સામાન્ય જ્ઞાન આપતાં બાલપુસ્તકમાં “કમલની પીંછીથી” (સ્વ. ગિજુભાઈ), “હરતાં ફરતાં” (માભાઈ પટેલ), વિદ્યાથી વાચનમાળા' શ્રેણી ૮-૯ (ગુજર ગ્રંથરત્ન કાર્યાલય), “ચાલે. ગામડાંમાં અને બાળકના આચાર” (માભાઈ ભાવસાર), “અછત કેણું (પુરાતન બૂચ), “ધરતીને ખોળે' (ચુનીલાલ વ. શાહ), “બાળકેનું હિંદુસ્તાન' (પિપટલાલ અંબાણ), “સારોદ્ધાર” ખંડ ૧-૨ ( શિવપ્રસાદ ત્રિવેદી), “જંગલમાં મંગલ' (હરજીવન સોમૈયા), “કેમ અને ક્યારે (ડુંગરજી સંપટ), “ધરતીને બાળમેળા”, (ઇન્દ્રપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર), “મહારાષ્ટ્રનું નંદનવન માથેરાન' (રમણલાલ શાહ) ઈત્યાદિ ધ્યાનપાત્ર છે.
બાલવિજ્ઞાનનાં પુસ્તકમાં પશુપંખીઓના રસિક બાલભોગ્ય પરિચય અને વિજ્ઞાનવિષયક કેટલીક માહિતી મુખ્ય હોય છે. એમાં “વિજ્ઞાનના ગ્રં. ૧૨