________________
ગયા દાયકાના વાડમય પર દષ્ટિપાત
ધરા. ડુંગરશી સંપટનું “વેપાર અને વાણિજ્ય' માહિતી પૂર્ણ પુસ્તક છે. એમાં મોહેદારોના સમયથી શરૂ કરી છેક અંગ્રેજોના સમય સુધીનાં ભારતીય વેપારવાણિજ્ય સંબંધી માહિતી જુદા જુદા ગ્રંથકારોને આધારે સંક્ષેપમાં રજુ કરવામાં આવી છે. પુસ્તકના પહેલા ભાગમાં છેલ્લા વિશ્વ યુદ્ધ સુધીને વેપારી ઈતિહાસ, તે બીજા ભાગમાં યુદ્ધ પછીના હિંદના ઉદ્યોગો વિશે આંકડા અને અનુમાને તારવી આપેલાં છે. કપાસ, કાપડ, કાલસો, શણ, ખાંડ, વહાણવટું, રેલવે, લોઢું, પિલાદ, કાગળ, રાસાયણિક પદાર્થો, બનાવટી રેશમ, જળવિદ્યુતશક્તિ વગેરેના ઉદ્યોગો વિશે તેમણે ભરપૂર સામગ્રી એકઠી કરી આપી છે. આ દાયકામાં અગાઉ પ્રગટ થયેલા તેમના સ્વતંત્ર ભારત ”નો જ આ પુસ્તક પુનરાવતાર હોય એમ જણાય છે.
આ ઉપરાંત “ગામડાં અને સહકાર' (કેશવલાલ અંબાલાલ ઠક્કર), હિંદની આર્થિક દુર્દશા' (ડુંગરશી સંપટ ), વ્યાપારી સર્વજ્ઞાનસંગ્રહ” (ડુંગરશી સંપટ), “પાક કેમ વેચશે?” (હરિવદન પરીખ) (અનાજને સવાલ' (શ્રીનિવાસ સદેશાઈ) “ઋણમુક્તિ અને રચનાકાર્ય” (નટવરલાલ મા. સૂરતી ), “વસ્ત્રસ્વાવલંબન ” (દામોદર છે. ત્રિવેદી ) આદિ અર્થકારણને લગતાં બીજો ઉલેખપાત્ર પુસ્તકે આ દાયકામાં પ્રગટ થયેલાં છે.
રાજકારણનાં મૌલિક પુસ્તકમાં આગળ તરી આવે તેવાં પાંચ છે: “સરદાર વલ્લભભાઈનાં ભાષણો', “ રાજય અને રાજકારણ” ( હરકાન્ત શુકલ) “સોવિયેત રશિયા” (ભોગીલાલ ગાંધી), “પાસિફિક (ભાસ્કરરાવ વિકાસ) અને “દક્ષિણ આફ્રિકાની રંગભૂમિ.' (પ્રાણશંકર સોમેશ્વર જોષી ). બાકીના પૈકી “હિંદનો કોમી ત્રિકોણ', “અખંડ હિંદુસ્તાન ', “ રચનાત્મક કાર્યક્રમ ', “ગાંધીજીનો સરકાર સાથે પત્ર વ્યવહાર’ વગેરે આ વિભાગનાં કીમતી પુસ્તકે ગણી શકાય, પણ તે મૌલિક ગુજરાતી લખાણ નથી, અનુવાદો છે.
સરદાર વલ્લભભાઈનાં ભાષણ' નવજીવન કાર્યાલય તરફથી રા. નરહરિ પરીખને હાથે સંપાદન પામીને પ્રગટ થયેલ છે. સરદારશ્રીની વક્તત્વલાની નેધ આગળ લેવાઈ ગઈ હોવાથી અહીં તે એટલું જ કહેવું બસ થશે કે સાંપ્રત રાજકારણના ફૂટમાં કૂટ પ્રશ્નો એમાં સરળતાથી સમજાવાયા છે. અસહકારનાં આંદોલને, અંગ્રેજોની ચૂસણનીતિ, અમલદારશાહીને જુલમ, જનતાને કર્તવ્યધર્મ વગેરે એમાં સરદારની અસરકારક