________________
ન થશે અને ગ્રંથકાર ૫૦ ૧૦ વાણીમાં વ્યક્ત થયાં છે. બારડોલી, ખેડા અને રાસના સત્યાગ્રહ વેળાનાં ભાષણે ખાસ નોંધવા જેવાં છે. ઈ. સ. ૧૯૨૦ થી ૪૫ સુધીને દેશના રાજકારણનો વ્યવસ્થિત ઈતિહાસ પણ એ પુસ્તકમાંથી મળી રહે છે.
રાજય અને રાજકારણ” રાજકારણના વિષય પર વિસ્તૃત શાસ્ત્રીય ચર્ચા કરતે, તુલનાત્મક અભ્યાસના ફળરૂપ અને ગુજરાતી વાડમયનું આ દિશાનું દારિદ્રય ઘટાડવાને પ્રયાસ કરતા આવકારદાયક ગ્રંથ છે. ગ્રંથના વિષયનિરૂપણમાં સમગ્રતા જળવાઈ છે; દષ્ટિની એકાગ્રતા અને અદ્યતનતા પણ એમાં જોવા મળે છે. હિંદુ રાજત્વની ભૂતકાલીન ભૂમિકા, રાજકારણ સંરયાઓ અને મતસરણી ઓને એતિહાસિક વિકાસ, રાજકારણ આદર્શોની ચર્ચા તથા તુલના વગેરે એમાં વ્યવસ્થિત રજૂઆત પામ્યાં છે. વિષયનું સ્વતંત્ર સંશોધન, ચિંતન કે દર્શન પુસ્તકમાં કયાં ય જણાતું નથી. પશ્ચિમી વિચારસરણીઓને લેખકે જેમ છે તેમ સ્વીકારી લીધી હોવાથી તેમની વિચારસરણીમાં પરાવલંબનની મર્યાદા ખટકે છે. પુસ્તકની ભાષા પણ કેટલેક અંશે રાજકારણના વિષયને માટે પાંગળી અને અનુચિત અર્થાવાળી છે. આમ છતાં શ્રી. હરકાન્ત શુકલનો આ પ્રયાસ ઉપકારક છે. અંગ્રેજી નહિ જાણનાર વર્ગની તેમજ રાજકારણના વિષથમાં પવેશ કરનાર વિદ્યાર્થીઓની દષ્ટિએ પુસ્તક ઉપયોગી ગણાય.
શ્રો. ભેગીલાલ ગાંધીકૃત “સોવિયેત રશિયા' ઈ. સ. ૧૯૧૭ની ક્રાન્તિ પછી શ્રમજીવી સરમુખત્યારીએ રશિયાની ધરતી પર વર્ગવિહીન સમાજરચના સ્થાપવા જે ભગીરથ પ્રયોગો કર્યા તેની સિદ્ધિઓને વિવરણત્મક પરિચય આપે છે. લેખક સામ્યવાદ અને રશિયાના રાજકારણના જબરા અભ્યાસી અને પ્રશંસક હોવાથી વિષયનું નિરૂપણ ઉત્સાહપૂર્ણ અને હેતુલક્ષી બન્યું છે. રશિયાની નવરચનામાંથી આપણી ધરતી અને સ્થિતિસંજોગોને માફક આવે એવું કેટલુંક બતાવવા પૂરતાં આવાં પુસ્તકે સાધનરૂપ બને છે. સોવિયેત બંધારણ તથા શાસનપદ્ધતિનું વિવરણ તથા રશિયાના કલાકાર, વૈજ્ઞાનિક અને ધાર્મિક સ્વાતંત્ર્ય વિશે પ્રવર્તતા કેટલાક પૂર્વગ્રહનું નિરસન કરવાને આ ગ્રંથના લેખકે સમર્થ પ્રયત્ન કર્યો છે.
શ્રી. ભાસ્કરરાવ વિકાસનું “પાસિફિક” છે તે નાનકડું પુસ્તક. પારકી પ્રજાઓને લૂંટવાની કલામાં પ્રવીણ અને લૂંટીને તેમને મૂછમાં નાખવાની નીતિમાં પાવરધી સામ્રાજ્યશાહીના અંદરના વિષસ્વરૂપનું તેમાં યથાર્થ દર્શન કરાવાયું છે. વિષયને લેખકે સરલતાથી ચચી બતાવ્યો છે