SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકા પુ. ૧૦ એમાં તેમની રજેરજને ખંખેળતી, અભ્યાસ અને અનુભવપૂર્ણ, વ્યવહાર ક્ષમ છતાં આધ્યાત્મિક દૃષ્ટિને સાક્ષાત્કાર થાય છે. પુસ્તકના બીજા વિભાગમાં સ્વ. મહાદેવ દેસાઈ, શ્રી. પ્યારેલાલ, સ્વામી આનંદ, શ્રી. વૈકુંઠ મહેતા, શ્રો. ચંદ્રશંકર શુકલ, પ્રો. કુમારપા, ને છે. પુરણના લેખો સ્વદેશીની ભાવના અને વ્યવહારક્ષમતા વિશે ઉપયોગી આંકડા અને મનન રજૂ કરે છે. “સ્વદેશીને સંપૂર્ણ ને વ્યાપક અર્થ, ખાદી અને ગ્રામઘોગની ઉપયોગિતા, એમને નડતા અંતરાયો ને અંતરાયો ટાળવાના ઉપાય, એ બધું વ્યવસ્થિત રૂપે અહીં નિરૂપણ પામ્યું છે. ‘હિંદનું નાણતંત્ર' એ શ્રી. જયંતીલાલ હ. મહેતાનું અર્થશાસ્ત્રના મહત્ત્વના અને વ્યવહારુ અંગરૂપ નાણુના વિષયનું દાયકાનું આવકારલાયક પુસ્તક છે. (જો કે આ જ દાયકામાં, અગાઉ “આપણું નાણાવટું” એ નામે તે પ્રગટ થયેલું.) હિંદી નાણાવટને વિકાસક્રમ આલેખી ખેડૂતોની આર્થિક સ્થિતિ, શાહુકારે, શરાફ અને વેપારી બેંકોની કાર્યપદ્ધતિનાં બલાબલ બતાવી, સહકારી પ્રવૃત્તિ, સરકારી બેંક અને ઉદ્યોગવિષયક અર્થ પ્રમાણ વિશે વ્યવસ્થિત રૂપમાં પ્રમાણભૂત માહિતી આપીને હિંદી નાણવટાની વિશિષ્ટતાઓ અને ખામીઓ એમાં તારવી બતાવવામાં આવી છે. વિષયનું નિરૂપણ સરલ રીતિમાં અને આવશ્યક વિગતોની સ્પષ્ટ ચર્ચા સહિત તેમાં થયેલો છે. પરદેશી મૂડી અને તેનાં પરિણામો, ફુગા અને તેની નાણતંત્ર પર થતી અસર, બ્રેટનવુડ્ઝ એજના વગેરે મહત્વની બાબતો વિશે આંકડા અને પ્રમાણે સાથે તેમાં સમજુતી આપવામાં આવી છે. ગુજરાતીમાં નાણાવિષયક પૂસ્તકની ખોટ આનાથી કેક પૂરી પડી ગણાશે. સમાજવાદ અથવા સહકાર દ્વારા સર્વોદય’ એ શ્રી. જગન્નાથ દેસાઈએ લખેલું પુસ્તક આ વિષયના સાહિત્યમાં મહત્વના ઉમેરારૂપ છે. સમાજવાદને માત્ર અર્થકારણ ઉકેલ તરીકે નહિ પણ જીવનની ફિલ્મફી તરીકે જોવાની લેખકની દષ્ટિ છે. તેથી તેમણે સ્ત્રીપુરુષને સંબંધ, ધર્મ, કેળવણી વગેરે પ્રશ્નને સમાજવાદી પાર્શ્વભૂમાં નિહાળ્યા છે. સમાજવાદની ઐતિહાસિક ભૂમિકાથી માંડીને તેની વિરોધી તેમ અનુકૂળ વિચારસરણીઓની તુલના પર્યંત તેમણે એને અર્થવિસ્તાર સાધી બતાવ્યો છે. ગાંધીજીની અહિંસાને તેમાં સ્વીકાર થયો છે, પણ યંત્રનિષેધનું ખંડન કરવામાં આવ્યું છે. ઉદાહરણો આપીને સમજાવવાની એમની પદ્ધતિ, સ્વસ્થ પ્રવાહી શૈલી અને પુસ્તકની પ્રકરણબદ્ધતા ગમી જાય તેવાં છે.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy