SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા દાયકાના વાટકમય પર દષ્ટિપાત તાત્વિક સંબંધ અને વ્યાવર્તક લક્ષણોની ચર્ચામાં મનસુખલાલના કરતાં ઉમાશંકરને અભિનિવેશ વધુ મૂલગામી છે. વ્યવસ્થિત વિચારધારા અને વિવેચનશક્તિનો સળંગ આવિર્ભાવ ઉભયના સાહિત્ય-નિબંધને શોભાવે છે, પણ ઉમાશંકરમાં દૃષ્ટિની વેધકતા, ચિકિત્સકની ચકરતા અને રહસ્યોદ્દઘાટનની સૂક્ષમતા વિશેષ જોવા મળે છે. “અખે– એક અધ્યયન’ સત્તરમી સદીની પ્રધાલૂ સમેત વેદાન્તી કવિ અખાના સમગ્ર જીવન અને કવન ઉપરના ઊંડા અને તુલનાત્મક સંશોધનવિવેચનના પરિપાકરૂપ ઉત્તમ પ્રબંધ (Thesis) છે. શ્રી. ધનસુખલાલ મહેતાનાં ગ્રંથાવલેકને અને ચર્ચાલે પરદેશી સાહિત્યના સારા જાણકાર, કલાભક્ત અને સારા વાર્તાકારનાં મતદર્શને છે. બાકીના વિવેચકોમાંથી પ્રે. મોહનલાલ દવે, પ્રા. શાસ્ત્રી અને પ્રે. અતિસુખશંકરના . વિવેચનલેખ સાહિત્યને અભ્યાસ આરંભનાર વિદ્યાર્થીઓ અને પૃથકજનને સારું માર્ગદર્શન અને માહિતી આપે તેવા છે. વિવેચનની કેડી આમ રાજમાર્ગ બનતી જતી હોવાથી જ એક બે વિનંતી કરવી ઘષ્ટતા નહિ ગણાય. વિવેચકોએ સાહિત્યની વિવિધ કૃતિઓ કે કર્તાઓ ઉપર છૂટક નિબંધ લખવાની સાથે મહત્ત્વના સાહિત્યસ્વામી કે તેની અગત્યની કૃતિઓ વિશે સંપૂર્ણ સ્વાધ્યાય પણ તૈયાર કરવો જોઈએ. પ્રેમાનંદ, ગવર્ધનરામ, ન્હાનાલાલ અને મુનશી વર્ષોથી અધિકારી વિવેચકોની રાહ જુએ છે. એમ જ વિવિધ સાહિત્યપ્રકારના સ્વરૂપ અને વિકાસ ઉપર પણ તેમની પાસેથી નિદાન એક એક પુસ્તક મળવું ઘટે. ગુજરાતી ભાષાના ઉત્તમ શિષ્ય ગ્રંથ ઉપર પણ સર્વગ્રાહી અધ્યયન-વિવેચનની અપેક્ષા રહે છે. હવેના દાયકામાં એ સંતોષાશે ? સાહિત્યને ઇતિહાસ આ દાયકે સાહિત્ય કે સાહિત્યપ્રકારને ઈતિહાસ આપતાં છ પુસ્તકે પ્રગટ થયાં છે. તેમાંનાં ચાર ગુજરાતી સાહિત્ય વિશે છે, એક સંસ્કૃત નાટથશાસ્ત્ર સંબંધી છે અને એક ફારસી સાહિત્ય વિશે છે. છેલ્લાં સો વરસના સાડાત્રણસો જેટલા ગુજરાતી કવિઓ અને તેમની નાની મોટી બારથી વધુ કૃતિઓને પોતાના ફલકમાં સમાવી તાત્વિક તેમજ ઐતિહાસિક દષ્ટિએ તેમનું વિવેચન કરતે શ્રી. સુંદરમને “અર્વાચીન કવિતા” ઉપરને બ્રહદ્દ ગ્રંથ આ દાયકાના ગુજરાતી સાહિત્યનું એક ગ્ર. ૮
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy